________________
દાર્શનિક ચિંતનવિશ્વ
અર્જુનનું પરમ કર્તવ્ય હતું. પરંતુ આત્મસ્વરૂપના અજ્ઞાનને કારણે અર્જુન અનિર્ણયાત્મક સ્થિતિમાં ફસાય છે. પોતાને પ્રાપ્ત થયેલા ધર્મયુદ્ધના કર્તવ્યની આગળ બીજાં બધાં કર્તવ્યોને અર્જુને ગૌણ ગણવાં જોઈતાં હતાં, પણ તે તો જ બને કે જો આત્માની વિશાળતાનું અર્જુનને ભાન થાય. આમ, આત્માની વિશાળતા અને પરાત્પરતાનું પ્રતિપાદન કરવા માટે જ શ્રીકૃષ્ણ ગીતાની રચના કરે છે. “અર્જુનમાં આ સમયે સ્વજન પ્રત્યે સારાસાર - વિવેકરહિત એવા આદર અને દયાના ભાવ પ્રગટ થયા હતા, પરંતુ જે સનાતન સત્યના પ્રકાશમાં ઉપસ્થિત થયેલો પ્રશ્ન વિચારવો જોઈએ એ સનાતન સત્ય એની દૃષ્ટિમાંથી ખસી ગયું હતું. તે માટે ગીતામાં અર્જુનને એ સત્ય દેખાડવાનો અને એ સનાતન સત્યને પંથે ચાલવા માટે જે દયનું બળ જોઈએ એ બળ આપવાનો કૃષ્ણનો પ્રયત્ન છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૬૪૩)
આમ, કર્તવ્યનો નિર્ણય એ જ ગીતા રચવાનો મુખ્ય ઉદ્દેશ છે તેવું આનંદશંકરનું મંતવ્ય છે.
ગીતાના ઉદેશને આ જ અર્થમાં લોકમાન્ય ટિળકે પોતાના “ગીતા રહસ્ય' ગ્રંથની પ્રસ્તાવનામાં રજૂ કર્યો છે. તેઓ લખે છે :
“કર્યા વિના કંઈ થતું નથી – એ સૃષ્ટિનો નિયમ લક્ષમાં લાવી તું માત્ર નિષ્કામ બુદ્ધિથી કરનારો થા, એટલે થયું, કેવળ સ્વાર્થ પરાયણ બુદ્ધિથી સંસાર કરીને, થાક્યા પાક્યા લોકોના કાલક્રમને માટે, કિંવા સંસાર છોડી દેવાની તૈયારી તરીકે ગીતા કહેલી નથી, પણ સંસાર જ મોક્ષ દૃષ્ટિએ કેવી રીતે ખેડવો જોઈએ અને મનુષ્ય માત્રનું સંસારમાં ખરું કર્તવ્ય શું છે તેનો તાત્ત્વિક દૃષ્ટિએ ઉપદેશ કરવા માટે ગીતા શાસ્ત્રની પ્રવૃત્તિ થયેલી છે”.(ગીતા રહસ્ય, પૃ. ૧૭).
આ જ સંદર્ભમાં પંડિત જવાહરલાલ નહેરુ ગીતાની કર્તવ્યભાવના વિશે લખે છે :
“અર્જુન માનવીના વ્યથિત આત્માના પ્રતીક સમો બની જાય છે. સંકલ્પ વિકલ્પને ચગડોળે ચડાવનારાં ધર્મસંકટો યુગે યુગે માણસની સામે ખડાં થયાં છે.બે વ્યક્તિ વચ્ચેના આ સંવાદમાંથી ધીમે ધીમે આપણને વ્યક્તિના કર્તવ્યના અને સામાજિક આચારના, માનવ જીવનને લાગુ પાડવાના નીતિના સિદ્ધાંતોના અને એ બધા સિદ્ધાંતોએ જેને વશ વર્તવું જોઈએ તે આધ્યાત્મિક દૃષ્ટિના વધારે ઉચ્ચકક્ષાના તેમજ વ્યાપક પ્રદેશમાં લઈ જવામાં આવે છે.” (મારું હિંદનું દર્શન – પૃ. ૧૩૭)
આમ, લોકમાન્ય ટિળક, જવાહરલાલ નહેરુ અને આનંદશંકર ત્રણે ભાષ્યકારો ગીતા રચવાના મુખ્ય ઉદ્દેશ તરીકે કર્તવ્યના નિર્ણયની સમસ્યાને માને છે.
કર્તવ્યતાનો નિર્ણય એ ગીતા રચવાનો મુખ્ય ઉદ્દેશ છે તેમ પ્રતિપાદિત કરી આનંદશંકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org