________________
૫૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
પરમાર્થના સંદર્ભમાં વ્યવહારને (લૌકિક સદ્વર્તનને) તદ્દન ઉથલાવી પાડવાનું કામ તત્ત્વજ્ઞાનનું છે એમ આનંદશંકર માનતા નથી. પરંતુ એ સદ્વર્તનનું સારાપણું શેમાં છે એ બતાવી તે તે વર્તનમાં સ્વતઃ કંઈ પણ ખોટાપણું નથી, એમ બતાવી જેના ઉપર એમના સારાખોટાપણાનો આધાર છે એ તત્ત્વ ઉપર જિજ્ઞાસુનું ધ્યાન ખેંચવું એ ધોરણે જ એનો વિચાર કરવા કહેવું અને એ રીતે વિચારતાં જે પ્રતિકૂળ દેખાય તેને ક્રમેક્રમે અસ્તિત્વહીન માત્ર માયારૂપ અનુભવતાં શીખવવું, જેથી પરિણામે એક રસ બ્રહ્મની સમતા જ અંતર-બહિરૂ સર્વત્ર વિલસી રહે એ જ તત્ત્વજ્ઞાનનો ખરો ઉદેશ છે એમ આનંદશંકર માને છે.
તત્ત્વદષ્ટિની પ્રાપ્તિમાં મુખ્ય અંતરાય આત્મસ્વરૂપનું અજ્ઞાન છે જેને આનંદશંકર સમસ્ત ગીતા રચનામાં બીજભૂત સ્થિતિ માને છે. આ આત્માના અજ્ઞાનને દૂર કરી અર્જુનને આત્મસ્વરૂપનું સાચું ભાન કરાવવા ભગવદ્ગીતા રચવામાં આવી છે. કારણકે જેને આત્માના
સ્વ-સ્વરૂપનું ભાન થાય તેના માટે આ સૃષ્ટિ તરફ જોવાનું દૃષ્ટિબિંદુ બદલાય છે. આ સંદર્ભમાં આત્માનું સ્વરૂપ અને તેના જ્ઞાનથી પ્રાપ્ત થતી કર્તવ્યની વિશાળ દૃષ્ટિને સમજાવતાં આનંદશંકર કહે છે : “કાળ પણ જેના વિના અસિદ્ધ છે અને જે સમસ્ત વિશ્વમાં વિશ્વતા લાવે છે, વિશ્વમાં અનુસ્મૃત થઈ એમાં સત્તા (Existence) પૂરે છે. અર્થ (meaning) અર્પે છે અને તે તે પદાર્થોને પરસ્પર સાંકળી (Unity) વિશ્વને એનું અંગી બનાવે છે. એવો મહાન પદાર્થ આ આત્મા છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૭૭)
જેને આવું સ્વ-સ્વરૂપનું જ્ઞાન થાય છે તેને સંસારના સર્વભેદો વિરામ પામે છે. આત્માની વિશાળતામાં એ સર્વ ભેદો રૂપાંતર પામે છે. જો કે આવી વિશાળ દષ્ટિનું તાત્પર્ય આનંદશંકરને મન એવું નથી કે પાપ-પુણ્યનો ભેદ નષ્ટ થઈ જાય છે. પરંતુ પાપ-પુણ્ય તરફ જોવાનું દૃષ્ટિબિંદુ બદલાઈ જાય છે. આચાર્યશ્રી કહે છે :
“સર્વ આત્મરૂપ બને છે. અત્રે એમ તાત્પર્ય નથી કે સગાંવહાલાંને મારવામાં પાપ જ નથી; તાત્પર્ય એટલું જ છે કે, સગાંવહાલાંને વા કોઈને પણ મારવામાં પાપ જ છે એમ નથી, અર્થાતુ મારવું એ જ્ઞાનનું ચિહ્ન નથી, તેમ એનું વિરોધી પણ નથી. જ્ઞાન- અજ્ઞાન મારવા ન મારવામાં રહેલું નથી પણ આત્મસ્વરૂપના સાક્ષાત્કાર અસાક્ષાત્કારમાં રહેલું છે. એ સાક્ષાત્કારના માર્ગમાં ક્વચિત્ મારવાની ફરજ આવી પડે છે, ક્વચિત્ મરવાની પણ આવી પડે છે. દેવતાઓએ દધીચિ ઋષિ પાસે વજ બનાવવા સારુ એમનાં હાડકાં માગ્યાં - ત્યાં મરીને હાડકાં આપવામાં દધીચિ ઋષિનું જે જ્ઞાનીપણું સમાયેલું હતું તે જ જ્ઞાનીપણું અર્જુન કૌરવોને મારે એમાં રહેલું હતું.” (ધર્મવિચાર-૧, પૃ. ૭૭) આમ, તે વખતે પરમાત્માની સમસ્ત યોજનામાં નિમિત્તરૂપ બની ધર્મયુદ્ધ કરવું એ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org