________________
દાર્શનિક ચિંતનવિશ્વ
અમુક કૃત્ય સારું અને અમુક ખોટું એ બતાવવાનો નથી, પણ તે તે કૃત્યોનું સારા-ખોટાપણું કેવી રીતે ઊપજે છે એ સમજાવવાનો અને એ નિર્ણય માટે ખરું દૃષ્ટિબિંદુ શું છે એ બતાવવાનો છે.” (ધર્મવિચાર -૧, પૃ. ૭૫)
કર્તવ્યતાનો નિર્ણય એ માનવની એક પ્રમુખ સમસ્યા છે. આ સમસ્યાના સમાધાન રૂપે જ ગીતા રચવામાં આવી છે એવો આનંદશંકરનો મત છે. આ સંદર્ભમાં ગીતાના બીજરૂપ શ્લોકને આનંદશંકર સમજાવે છે.
૫૧
અશોન્માનવશોવસ્તવં પ્રશાવાનાંશ્ચ ભાષસે (ભગવદ્ગીતા - અધ્યાય-૨, શ્લોક ૧૧)
અર્થાત્ - જેનો શોક કરવો ઘટતો નથી તેનો તું શોક કરે છે અને છતાં મોટા મોટા ડહાપણના શબ્દો બોલે છે !
આત્માના અમૃતત્વ અને અવિષયત્વ ઉપર ઊભા રહી, પ્રકૃતિ અને પ્રકૃતિનાં કાર્યો અવલોકવાં જોઈએ એને બદલે તું આત્માને એક નશ્વર પ્રાકૃત પદાર્થ માની બેઠો છે. છતાં શબ્દો તો મોટા મોટા ડહાપણના બોલે છે ! એનું રહસ્ય સમજતો નથી. (ધર્મવિચાર-૧, પૃ. ૭૮)
પોતાના સ્વ-સ્વરૂપના અજ્ઞાનને કારણે મનુષ્ય ક્ષુલ્લક બાબતોને જીવનમાં વધારે મહત્ત્વની ગણે છે. તે લાગણીના આવેશમાં યથાર્થ - અયથાર્થનો નિર્ણય કરવા સમર્થ રહેતો નથી. જે અસત છે (અનરિયલ છે) તેને સત માની જે બિનજરૂરી છે તેને અતિ મહત્ત્વનું માની, માનવી સંસારમાં પોતાનો વ્યવહાર કરે છે અને અંતે વિરોધાભાસોમાં ફસાય છે. આ નિત્યાનિત્ય વસ્તુ અવિવેકને જ આનંદશંકર સઘળા અનર્થોનું મૂળ માને છે. આવી નિઃસહાય સ્થિતિમાં ભગવદ્ગીતા મનુષ્યને કર્તવ્યતાનું સાચું સ્વરૂપ સમજાવે છે એવો આનંદશંકરનો મત છે. આ સંદર્ભમાં ભગવદ્ગીતા અનુસાર કર્તવ્યતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં આનંદશંકર કહે છે : ‘કર્તવ્યભાવના એ જડ, કૃત્રિમ નિયમોની બનેલી નથી, પણ જીવંત અને એક છતાં અનેક રૂપ ધરતી એવી દિવ્યશક્તિ છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૭૮)
આમ, કર્તવ્યભાવનાને એક દિવ્યશક્તિ રૂપે જોતાં આનંદશંકર કહે છે કે, માણસનો વ્યક્તિગત સ્વાર્થ અને વિશ્વવ્યાપી કર્તવ્યભાવના વચ્ચેનો સંઘર્ષ દૂર કરવો એ ભગવદ્ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે. સગાંવ્હાલાંનો સ્નેહ સારો છે, પણ વિશ્વવ્યાપિની કર્તવ્યભાવના આગળ કેટલીકવાર એને ગૌણ કરવો પડે છે. જોકે જેના મનમાં સારા-ખોટાનો વિવેક જ ઉદય પામ્યો નથી અને જેની જીવન નૌકાને કામ-ક્રોધ-લોભ-મોહ વગેરે પ્રચંડ વાયુઓ ગમે ત્યાં ઘસડી જાય છે એવા પામર જનને માટે તો શાસ્ત્ર રચેલી વ્યવસ્થાને જ આનંદશંકર ઉપયોગી માને છે. પરંતુ જેને એ વિવેક એક વખત પ્રાપ્ત થાય છે. અર્જુનને થયો હતો - તેવા વિશેષ વ્યક્તિ માટે જ આનંદશંકરના મતે ગીતા રચવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org