________________
પO
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
(૪) મૂલ્યલક્ષી શાસ્ત્ર તરીકે તત્ત્વજ્ઞાન વિજ્ઞોનોના જ્ઞાનની સમીક્ષાત્મક તપાસ કરી
મૂલ્યલક્ષી વિચારણા કરે છે. આ અર્થમાં તત્ત્વજ્ઞાન વિજ્ઞાન કરતાં એક કક્ષા ઉપર મૂકી
શકાય. (૫) ધર્મનાં સત્યો તપાસવાં અને દૃષ્ટિગોચર કરવાં એ તત્ત્વજ્ઞાનનું કાર્ય છે, જ્યારે
તત્ત્વજ્ઞાનના સત્યો ઉપર વિશ્વ ટકી રહ્યું છે તે બતાવવાનું કામ ધર્મનું છે. આમ બંનેમાં અવિરોધ છે. આમ ધર્મ એ તત્ત્વજ્ઞાનનું ક્રિયાત્મક-ગત્યાત્મક પાસું છે, જયારે તત્ત્વજ્ઞાનએ ધર્મનું સૈદ્ધાંતિક પાસું છે. ભારતીય તત્ત્વજ્ઞાન ચૈતન્યથી ભરેલો જીવંત પદાર્થ હોઈ, તેમાં રહેલો ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અવિરોધ સ્વાભાવિક તેમજ તાત્ત્વિક છે. તે ભારતીય તત્ત્વજ્ઞાનની
વિશેષતા છે. (૭) તાત્ત્વિક સત્યોની અભિવ્યક્તિ કોઈ જડ પદ્ધતિના ચોકઠામાં બંધાયેલી નથી તે સ્વતંત્ર
છે. તેથી જ્ઞાન માત્ર તકને આધારે નહિ, કવિ પ્રતિભામાં પણ પ્રગટ થાય છે. આમ,
જ્ઞાનના સ્વરૂપને ધ્યાનમાં લેતા તેમાં બુદ્ધિ અને અનુભૂતિ બંનેને સ્થાન છે. (૮) પરમતત્ત્વનું અચિન્ય સ્વરૂપ અને માનવ જ્ઞાનની મર્યાદાનો તાત્ત્વિક ખુલાસો ભારતીય
દાર્શનિકોએ કરેલી ‘તિ તિ’ ની વ્યવસ્થામાં છે. (૯) ભારતીય દર્શનોનો ઐતિહાસિક કાલક્રમ રચી શકાય છે. તેમાં વિચાર પ્રવાહની એક અખંડ ધારા છે.
(૨) ભગવદ્ગીતા તત્ત્વજ્ઞાન સંસારને અવલોકવાની એક દષ્ટિ છે. આ દષ્ટિ માનવના સમગ્ર જીવનને સ્પર્શે છે. તત્ત્વમીમાંસા, નીતિશાસ્ત્ર અને સૌંદર્ય તત્ત્વજ્ઞાનનાં અભ્યાસ ક્ષેત્રો છે. ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મના આધારભૂત ગ્રંથ ભગવદ્ગીતા ઉપર આચાર્યશ્રીએ કેટલાક ચિંતનાત્મક લેખો લખેલા છે. તેમાં તેમણે ગીતાનો ઉદેશ, પ્રસંગ, ગીતાનું તત્ત્વજ્ઞાન, ગીતાનો ઉપદેશ, ગીતાની મહત્તા વગેરે વિષયો સ્પષ્ટ કરી બ્રહ્મભાવની સિદ્ધિ માટે ગીતાની ભૂમિકા સ્પષ્ટ કરી આપી છે. ગીતાની રચનાનો ઉદ્દેશ :
તત્ત્વજ્ઞાનનું કાર્ય વ્યવહાર અને પરમાર્થનો ભેદ ટાળવાનું છે. વ્યવહારના મિથ્યા ખ્યાલોને પરમાર્થના સંદર્ભમાં સ્પષ્ટ કરી માનવજીવનને યથાર્થ માર્ગ બતાવવાનું છે. આ સંદર્ભમાં ભગવદ્ગીતાના ઉદ્દેશને આનંદશંકર સ્પષ્ટ કરી આપે છે. “ભગવદ્ગીતાનો ઉદ્દેશ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org