________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૪૯
આ આક્ષેપના ઉત્તરમાં આનંદશંકર કહે છે: “કોઈ પણ આકારવાદી એવો અમારા જોવામાં આવ્યો નથી કે જે પરમાત્માની અચિજ્યતાનો સ્વીકાર કરતો ન હોય.” (ધર્મવિચાર-૧, પૃ.૪૫૨) વસ્તુતઃ આવી સ્થિતિ જગતના ઘણા મોટા તત્ત્વજ્ઞાનીઓમાં જોવામાં આવી છે. પોતાના આ મતના સમર્થનમાં આનંદશંકર યુરોપના અર્વાચીન યુગના મોટામાં મોટા તત્ત્વવેત્તા કાન્ટનું ઉદાહરણ આપે છે. આમ, નિરાકાર અને શબ્દાતીતનું નિરૂપણ અને તેને લીધે આવતી અસ્પષ્ટતાના આક્ષેપના ઉત્તરમાં આનંદશંકર એ સિદ્ધ કરે છે કે, પરમતત્ત્વનું સ્વરૂપ સૂક્ષ્માતિસૂક્ષ્મ અને વિભુ હોવાથી તેના ગુણ વર્ણનમાં વિરોધાભાસ જોવા મળે છે. માનવ બુદ્ધિ પોતાની મર્યાદાને કારણે પરમતત્ત્વનો પાર પામી શકે તેમ નથી. બુદ્ધિની મર્યાદાના સંદર્ભમાં આનંદશંકર આ સમસ્યાને વિચારે છે. અંતે ભારતીય દાર્શનિકોના અભિગમને આનંદશંકર યથાર્થ ઠેરવે છે. માનવ બુદ્ધિ પોતાની મર્યાદાને કારણે પરમતત્ત્વનો પાર પામી શકે તેમ નથી. બુદ્ધિની મર્યાદા અને પરમતત્ત્વના સ્વરૂપ અંગેના આ વિરોધને ટાળવા ભારતીય દાર્શનિકોએ નેતિ નેતિ' ની વ્યવસ્થા કરી છે. કારણકે પરમતત્ત્વ અનુભૂતિનો વિષય છે બુદ્ધિનો નહીં. તેથી પરમતત્ત્વનું કોઈ પણ વર્ણન એકાંગી જ નીવડવા સંભવ છે. આ મુશ્કેલીને ટાળવા પૂર્વ અને પશ્ચિમમાં અજ્ઞેયવાદી વિચારસરણી સરખી રીતે વિકસેલી જોવા મળે છે. ડૉ. રાધાકૃષ્ણન્ પણ લખે છે: “પૂર્વ અને પશ્ચિમના અનેક દાર્શનિકો એ મત પર પહોંચ્યા છે કે પરમ (સત્તા) બુદ્ધિથી પર છે. તે એના મૂળ સ્વરૂપે ઈન્દ્રિયજ્ઞાનલભ્ય નથી અને ધાર્મિક આંતરદષ્ટિથી જ પરમસત્તાની વાસ્તવિક અભિવ્યક્તિ થઈ શકે છે.” (મારતીય સંસ્કૃતિ : મુછવિવાર, પૃ.ર૬)
આમ, નિશ્ચિતતાનો અભાવ માત્ર ભારતીય તત્ત્વજ્ઞાનમાં જ છે એમ નથી, યુરોપમાં પણ લૉક અને કાન્ટને અનુસરતા ચિંતકો અજ્ઞેયવાદી વિચારધારા સ્વીકારે છે. તે પરમતત્ત્વના વર્ણનની અશક્યતા જ બતાવે છે. જોકે, પરમતત્ત્વના સ્વરૂપને જોતાં અસ્પષ્ટતા સ્વાભાવિક પ્રતીત થાય છે એવો આનંદશંકરનો નિર્ણય યોગ્ય અને તાર્કિક જણાય છે.
ઉપરની સમગ્ર ચર્ચાને આધારે આચાર્યશ્રી આનંદશંકરના તત્ત્વજ્ઞાન વિષયક વિચારો નીચે પ્રમાણે સંક્ષેપમાં મૂકી શકાય : (૧) તત્ત્વના સ્વરૂપનો નિર્ણય કરી તેને આધારે માનવ જીવનની મૂળભૂત માન્યતાઓની
સમીક્ષાત્મક તપાસ એટલે તત્ત્વજ્ઞાન. વસ્તુના યથાર્થ સ્વરૂપનો પ્રમાણ દ્વારા નિર્ણય કરતું શાસ્ત્ર એટલે તત્ત્વજ્ઞાન. સત્ય, શિવ અને સૌંદર્યના ક્ષેત્રની સામાન્ય માન્યતાઓનો સર્વદેશી અને સમીક્ષાત્મક
વિચાર કરી તેના તાત્ત્વિક આધારો સ્પષ્ટ કરવાનું કામ તત્ત્વજ્ઞાન કરે છે. (૩) પરમાર્થ અને વ્યવહારનો વિરોધ મિથ્યા છે. વ્યવહારના મિથ્યા ખ્યાલોની તપાસ
તત્ત્વજ્ઞાન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org