________________
४८
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
નથી. આવા આક્ષેપના પ્રતિકાર સ્વરૂપે આનંદશંકર પોતાના “પડ્રદર્શનની સંકલના' અને બીજા કેટલાક લેખોના આધારે એ પ્રતિપાદિત કરે છે કે, ભારતીય તત્ત્વજ્ઞાનની ઐતિહાસિક સંગતિ રચી તેને એક અખંડ ધારા રૂપે નિરૂપી શકાય તેમ છે. (૪) ભારતીય તત્ત્વજ્ઞાનના મોટા ભાગમાં નિરાકાર અને શબ્દાતીત'નું શરણ લેવામાં
આવે છે.
પ્રો. મેકેન્ઝીના આ આક્ષેપનો ઉત્તર આનંદશંકર પરમાત્માના અચિંત્ય સ્વરૂપને આધારે આપે છે. આ સંદર્ભમાં પરમાત્માના સ્વરૂપ દર્શનની ગ્રીક ફિલોસોફીની મર્યાદાને આનંદશંકર સ્પષ્ટ કરે છે. ગ્રીસના આરંભકાળના તત્ત્વજ્ઞાનમાં જોવા મળતું આકાર (Form)નું પ્રતિપાદન તેની ખૂબી તરીકે બતાવવામાં આવે છે. પરંતુ એમાં જ એની ખામીનું બીજ રહેલું છે એમ આનંદશંકર સિદ્ધ કરે છે. તેમના મતે :
“આરંભકાળના ગ્રીક તત્ત્વજ્ઞો જગતનું કારણ શોધતા ચાર મહાભૂતો પૃથ્વી, જળ, તેજ, વાયુ)ની પાર જઈ શક્યા નહોતા. એમાંના માત્ર એક ને જ જગતની ઘટનામાં બુદ્ધિનું દર્શન થયું હતું. એ પછીના કાળમાં સોક્રેટીસનું તત્ત્વજ્ઞાન પણ નીતિવિષયક અને ઐહિક દૃષ્ટિબિંદુથી રચાયેલું હતું. તે પછી પ્લેટોને બાદ કરીને એરિસ્ટોટલના તત્ત્વજ્ઞાન ઉપર આવીએ તો તે ઐહિકતાથી ભરપૂર હતું. ઈશ્વરના સ્વરૂપ વિશેનો વિચાર તો યુરોપે ગ્રીક તત્ત્વજ્ઞાનમાં નહિ પણ ક્રિશ્ચિયન ધર્મમાં શોધ્યો છે. પણ એ મધ્યયુગ વીતી ગયો અને ડેકાર્ટથી શરૂ થયેલું અર્વાચીન યુરોપનું તત્ત્વજ્ઞાન (સ્પિનોઝા વગેરે કેટલાક તત્ત્વજ્ઞોના વિચારને બાદ કરતાં) ધર્મથી વિખૂટું પડેલું છે.” (ધર્મવિચાર -૧, પૃ. ૪૫૨)
આ રીતે આકાર (Form) નું પ્રતિપાદન કરતું ગ્રીક તત્ત્વજ્ઞાન તેમજ મધ્યયુગનું યુરોપનું તત્ત્વજ્ઞાન પરમતત્ત્વની અચિંત્યતાને પામી શક્યું જ નથી. એનું મુખ્ય કારણ તેનો ધર્મ સાથેનો વિરોધ છે. પરંતુ જયાં ધાર્મિક દષ્ટિ હશે ત્યાં પરમાત્માને જગતની આંતર માન્યા છતાં જગતની પર-અને તેથી અચિજ્ય - માન્યા સિવાય ચાલશે જ નહિ. એ જ અચિન્યતામાંથી આનંદશંકર નિર્વિશેષવાદના “નેતિ નેતિનો ઉદ્દભવ થયેલો માને છે. આમ, ભારતીય તત્ત્વજ્ઞાનમાં પરમાત્માના સ્વરૂપ વર્ણન માટે નિરાકાર અને શબ્દાતીતનું શરણ લેવામાં આવે છે તેને કેટલાક પાશ્ચાત્ય તત્ત્વચિંતકો તેની મર્યાદા ગણે છે. પરંતુ પરમતત્ત્વના સ્વરૂપને અને માનવજ્ઞાનની મર્યાદાને જોતાં આવું શરણ અનિવાર્ય છે. આ અનિવાર્યતાનું ભારતીય તત્ત્વજ્ઞાનમાં સમુચિત સમાધાન કરવામાં આવ્યું છે એવો આનંદશંકરનો નિર્ણય સર્વથા યથાર્થ જણાય છે.
(૫) ઉપરોક્ત આક્ષેપના સંદર્ભમાં જ બીજો એક આક્ષેપ કરતાં પ્રા. મેકેન્ઝી કહે છે કે હિંદના તત્ત્વજ્ઞાનમાં વિશદતા (Clearness) યાને સ્પષ્ટતા – નિશ્ચિતતાનો અભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org