________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
પરસ્પર વિરુદ્ધ સિદ્ધાંત મૂકીએ તો મનુષ્યને કર્તવ્યતાનો એક નિશ્ચિત માર્ગ જડે નહિ,- બે માર્ગ વચ્ચે મુંઝાઈને ઊભો રહે, અથવા તો એને બંનેમાં ખોટાં રૂપ જ હાથ લાગે. વ્યવહાર અને પરમાર્થ ઉભય એક જ માર્ગ છે. લોકબુદ્ધિમાં જે કાંઈ સત્ય મનાતું હોય એ સર્વને ખોટું ઠરાવવા માટે તત્ત્વજ્ઞાન નથી. તેમ એણે લોકબુદ્ધિના ગુલામ થઈ રહેવાનું પણ નથી. લોકબુદ્ધિનું અંતર્ગત પરમતત્ત્વ પકડી એ તત્વનું પૂર્ણ સ્વરૂપ સમજી લઈ તદનુસાર જે જે લોક વિચારો ભ્રામાત્મક લાગે છે તે દૂર કરવા અને પોતાનું સામ્રાજ્ય સ્થાપવું એ જ એનું કામ છે.” (ધર્મવિચાર-૧, પૃ.૭૬)
આમ, પ્રકૃતિનાં સત્યો કે વ્યવહારને ઉથલાવી પાડવાનું કામ તત્ત્વજ્ઞાનનું નથી, પણ વ્યવહારની અંદર રહેલા મિથ્યાત્વને, કેટલાક ભ્રામાત્મક ખ્યાલોને દૂર કરવાનું કામ તત્ત્વજ્ઞાનનું છે.
ધ્યેય, કાર્ય અને જ્ઞાનના સ્વરૂપની બાબતમાં તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે સામ્ય જોવા મળે છે. તેમ છતાં બન્નેનું પ્રયોજન એક નથી. આ સંદર્ભમાં તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના પ્રયોજન અંગેના આનંદશંકરના વિચારો નોંધનીય છે. - વિજ્ઞાન આપણને જીવાડી શકે, પણ જીવનનો હેતુ શો? અને એ હેતુ સિદ્ધ કરવા આપણે કેવી રીતે જીવવું જોઈએ? કયા પ્રકારનું જીવન જીવતો સમાજ સંસ્કૃતિની ઉચ્ચ અવસ્થાએ પહોંચે, કયા પ્રકારની સંસ્કૃતિ ટકવાનું વિશેષ સામર્થ્ય ધરાવે છે ? આ પ્રશ્નો તત્ત્વજ્ઞાનના ક્ષેત્રના છે.
“સંસ્કૃતિને ટકવાની આવશ્યક પરિસ્થિતિ(Conditions)સાયન્સ અવલોકનથી નક્કી કરી શકે, પણ એ જ પરિસ્થિતિની કિંમત (value) આંકવી,એટલે કે – એના બલાબલની માપણી નહિ, પણ એની ઉચ્ચતાનું મૂલ્ય આંકવું, એ પરિસ્થિતિનો અર્થ(meaning) કરવો. અર્થાત્ એ જ પરિસ્થિતિ સંસ્કૃતિને ટકવામાં અનુકૂળ થાય છે. એથી ઊલટી પરિસ્થિતિ નથી એ શું સૂચવે છે? આ ચિંતન તે સાયન્સની પારનો તત્ત્વજ્ઞાનનો વિષય”. (ધર્મવિચાર-૧, પૃ. પપ૬).
અર્થાત્ વ્યવહારનાં તથ્યોનું વર્ણન કરવાનું કામ વિજ્ઞાન કરે છે. તત્ત્વજ્ઞાન તેનાથી એક કક્ષા ઉપર જાય છે. સંસ્કૃતિને ટકવાની આવશ્યક પરિસ્થિતિની કિંમત (value) આંકનાર શાસ્ત્ર તરીકે આનંદશંકર તત્ત્વજ્ઞાનને પ્રમાણે છે. ભારતીય તત્ત્વજ્ઞાન - સ્વરૂપ અને ક્ષેત્રઃ
- “આપણું તત્ત્વજ્ઞાન”, “શાસ્ત્રચિંતન', “આપણો ધર્મ વગેરે લેખોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનની એકતા સિદ્ધ કરી છે. આનંદશંકર ભારતીય તત્ત્વજ્ઞાનની અનન્યતા વ્યક્ત કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org