________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૪૧
લખે છે કે: “હિંદુસ્તાન એની અનેક સંપત્તિઓમાં કોઈપણ એક સંપત્તિ માટે સવિશેષ અભિમાન રાખે છે. તો તે એનું તત્ત્વજ્ઞાન છે.” (ધર્મવિચાર ૧ પૃ. ૨૦) આનંદશંકરના “ધર્મ અને તત્ત્વચિંતન'ના વિવિધ લેખોમાંથી એ વાત ફલિત થાય છે કે તેમને મન તત્ત્વજ્ઞાન અને ધર્મ ભિન્ન નથી. ધર્મ એ તત્ત્વજ્ઞાનની જ અભિવ્યક્તિ છે, તત્ત્વજ્ઞાનનું વ્યવહારિક સ્વરૂપ છે. આમ, તેમના મતે ધર્મનું કાર્ય અને તત્ત્વજ્ઞાનનું કાર્ય એક જ છે. વેદ-ઉપનિષદથી માંડી નવજાગૃતિ કાળ સુધીમાં હિંદુસ્તાનમાં જે કાંઈ સાહિત્ય રચાયું તેમાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહિત્યનો અનોખો સમન્વય જોવા મળે છે, જે હિંદુસ્તાનના તત્ત્વજ્ઞાનનું ભૂષણ છે. આનંદશંકરના મતેઃ “હિંદુસ્તાનનું તત્ત્વજ્ઞાન દર્શનગ્રંથો તરીકે જે સુપ્રસિદ્ધ છે તેમાં જ રહેલું નથી. પણ પ્રાચીન વેદથી માંડી પુરાણ સુધીના ગ્રંથોની કવિ પ્રતિભામાં પ્રગટ થયેલું છે. આ આપણા તત્ત્વજ્ઞાનનું ભૂષણ છે - દૂષણ નથી” (ધર્મવિચાર-૧, પૃ. ૨૪)
ભારતીય પરંપરામાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહિત્યની એકતા સિદ્ધ કરી આનંદશંકર ભારતીય તત્ત્વજ્ઞાનના વિશાળ સ્વરૂપનો પરિચય આપે છે. પરંતુ આનંદશંકર માત્ર પરંપરાના જ અનુરાગી રૂઢિવાદી ચિંતક નથી, પરંતુ સત્યના અન્વેષણ માટે પ્રયત્ન કરનાર એક જાગૃત વિચારક છે. આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં પ્રવેશી ગયેલા કેટલાંક નિરર્થક તત્ત્વોની પણ તેઓ નોંધ લે છે અને વર્તમાન સમયમાં એ અંગે આપણી શી ફરજ છે તે પણ દર્શાવે છે. આપણા તત્ત્વજ્ઞાન અને ધર્મની વર્તમાન સ્થિતિ દર્શાવતાં તેઓ કહે છે :
“આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનના મંદિર તરફ નજર કરો. એ મંદિર ઘણું પ્રાચીન છે, પણ એ પ્રાચીનતાને લીધે જેમ એમાં ઘણા ગુણો આવ્યા છે, તેમ આપણે માથે કેટલીક મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ છે. આપણા ઈતિહાસના અનેક ચઢતીપડતીના સમયમાં આપણે એ વિશાળ મંદિરને જોઈએ તેવું સાફસૂફ રાખી શક્યા નથી. તેના લીધે એમાં અજ્ઞાનનાં પુષ્કળ જાળાં બાઝયાં છે, ખૂણે ખૂણે ચામાચીડિયાંએ વાસ કર્યો છે, ભવ્ય અને સુંદર ચિત્રો સેંકડો વર્ષથી ધૂળથી અને
જ્યાં ત્યાં ફરેલા અણસમજુ કડિયાના કૂચડાથી ઢંકાઈ ગયાં છે. (...) એ પ્રાચીન દેવાલયનો ઉદ્ધાર કરવામાં, અને એની દીવાલો ધોઈને ફરી સાફ કરવામાં, કંઈ નહિ તો એકાદ બે જાળાં ખંખેરી કાઢવામાં, કે અંધારામાં જરા બત્તી ફેરવવામાં ભાગ લેવો એ દરેક સનાતન હિંદુધમની ફરજ છે.”(ધર્મવિચાર-૧, પૃ. ૩૩૯)
આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં દાખલ થઈ ગયેલાં ખોટાં તત્ત્વોને દૂર કરી તેનું ખરું સ્વરૂપ સમજવા માટે આનંદશંકર ઐતિહાસિક પદ્ધતિથી ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનું કહે છે. આ સંદર્ભમાં આપણા તત્ત્વદર્શનની પરસ્પર સંગતિ ઐતિહાસિક પદ્ધતિએ કરવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org