________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૩૯
તત્ત્વજ્ઞાનનું કાર્ય અને પ્રયોજન :
આનંદશંકરે સ્વીકારેલી તત્ત્વજ્ઞાનની વ્યાખ્યા અનુસાર વસ્તુનું યથાર્થ સ્વરૂપ શું છે એ વિચારવાનું કામ તત્ત્વજ્ઞાનનું છે, એટલે કે તત્ત્વશાસ્ત્ર પ્રમાણ દ્વારા વસ્તુ સ્વભાવનો નિર્ણય કરે છે. વસ્તુ સ્વભાવનો નિર્ણય કરવાના તત્ત્વજ્ઞાનના આ કાર્ય વિષે પ્રયોજનલક્ષી વિચાર કરતાં બે પ્રકારના અભિગમો પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન ખાતર જ અર્થાત્ સ્વયંપ્રયોજનશીલ છે કે કોઈ વ્યવહારિક ઉપયોગિતા ધરાવે છે ? તત્ત્વજ્ઞાનના વ્યવહારિક ઉપયોગને સ્વીકારનારા ચિંતકો માને છે કે અત્યારે જગત અસંખ્ય વ્યવહાર પ્રશ્નોથી છિન્નભિન્ન થઈ રહ્યું છે એનો ઉકેલ લાવવામાં તત્ત્વજ્ઞાને ઉપયોગી થવું જોઈએ, અને તે ન થાય તો તત્ત્વજ્ઞાનનું કોઈ પ્રયોજન નથી. જયારે તત્ત્વજ્ઞાનનું માત્ર જ્ઞાનાત્મક મૂલ્ય સ્વીકારનારા - ‘જ્ઞાન ખાતર જ્ઞાન’ - માં માનનારાઓના મત પ્રમાણે તત્ત્વજ્ઞાન ઉપર વ્યવહારના પ્રશ્નોનો ભાર નાખવો યોગ્ય નથી. તત્ત્વજ્ઞાનના પ્રયોજન સંબંધી આ બે અભિગમોનો સમન્વય આનંદશંકરના ચિંતનમાં જોવા મળે છે. તેઓ કહે છે :
“તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન ખાતર તો છે પણ તે સાથે વ્યવહારમાં પણ ઉપકારક છે, અર્થાતુ એને રાજપદેથી ભ્રષ્ટ કરી સેવકને સ્થાને મૂકયા વિના, બીજી રીતે કહીએ તો શુદ્ધ વાતાવરણમાંથી ઉતારી ધૂળમાં રગદોળ્યા વિના, એના પ્રકાશ અને બળથી આપણા અનેક વ્યવહારિક પ્રશ્નોનો આપણે ખુલાસો કરી શકીએ છીએ, બલ્ક એવા પ્રશ્નોનો આખરનો અને કાયમનો નિવેડો તત્ત્વજ્ઞાનની ઊંચી ભૂમિકા ઉપર જ શક્ય છે.” (ધર્મવિચાર-૧, પૃ.૫૫૪)
આમ, ઉપયોગિતાને જ આનંદશંકર તત્ત્વજ્ઞાનનું પ્રયોજન માનતા નથી. તત્ત્વનો અધિકાર છે કે એને કોઈ જાણે અને આપણો પણ અધિકાર છે કે આપણે તત્ત્વને જાણીએ. તત્ત્વનું જ્ઞાન વ્યવહારમાં ઉપયોગી છે એ એનો એક આનુષંગિક લાભ છે, પણ એટલા માત્રથી જ એની કિંમતની આંકણી કરવાનું આનંદશંકરને માન્ય નથી.
માત્ર શુષ્ક તર્કના પાયા પર રચાયેલું તત્ત્વજ્ઞાન એકાંગી છે તેમ માત્ર વ્યવહારના તથ્યોની તપાસ કરી તેને પોસતું તત્ત્વજ્ઞાન પણ એકાંગી છે. આ સંદર્ભમાં વ્યવહાર અને પરમાર્થના વિરોધને દૂર કરવાનું કામ તત્ત્વજ્ઞાનનું છે એમ કહી આનંદશંકર વ્યવહાર અને પરમાર્થ (શુદ્ધજ્ઞાન)નો સમન્વય સાધી આપે છે.
“એટલું ધ્યાનમાં રાખવાનું છે કે વ્યવહાર અને પરમાર્થ અથવા તો લોકબુદ્ધિ (Common sense) અને તત્ત્વજ્ઞાન (Philosophy)એ એક એકથી તદ્દન વિયુક્ત નથી. વ્યવહારમાં એક અને પરમાર્થમાં બીજું, એમ બે સાથે સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org