________________
૩૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ત્યજી તત્ત્વજ્ઞાન માણસના જીવનના વિવિધ ક્ષેત્રોને લગતી મૂળભૂત માન્યતાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. તેમજ તેમની સમાલોચના કરી તેના પ્રામાણ્યનો નિર્ણય કરે છે. આમ, આલોચનાત્મક દૃષ્ટિથી તત્ત્વજ્ઞાન મનુષ્ય જીવનના સમગ્ર અનુભવ ક્ષેત્રને આવરી લે છે.
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ તત્ત્વજ્ઞાનને જીવનના અનુભવોની આલોચનાત્મક તપાસ કરતાં શાસ્ત્ર તરીકે પ્રમાણે છે. : “તત્ત્વચિંતન (Philosophy) એટલે પદાર્થના ભાસમાન સ્વરૂપથી પર તત્ત્વભૂત સ્વરૂપ શું છે અને એ તત્ત્વની દૃષ્ટિ ભાસમાન સ્વરૂપનો શો ખુલાસો છે એનો બુદ્ધિ દ્વારા વિચાર” (ધર્મવિચાર -૧, પૃ. ૧૭)
તત્ત્વવિચારના વિષયવસ્તુને સ્પષ્ટ કરવા આનંદશંકર તેને ત્રણ ક્ષેત્રોમાં વિભાજિત કરે છે :
(૧) સતવિષયક (બાહ્ય અને આંતર સતવિષયક)-(Metaphysics and Psychology) (૨) કર્તવ્યવિષયક (Ethics) (૩) સૌંદર્યવિષયક (Aesthetics)
ઉપરોક્ત વ્યાખ્યા અને વિષયના વિભાજન પરથી સ્પષ્ટ થાય છે કે આનંદશંકર તત્ત્વજ્ઞાનને એક જીવનવ્યાપી દષ્ટિબિંદુ રૂપે સ્વીકારી તત્ત્વમીમાંસા, નીતિમીમાંસા અને સૌદર્યમીમાંસાને તેમાં સમાવી લે છે. તત્ત્વજ્ઞાન અન્ય જ્ઞાન શાખાઓની સમાન કક્ષાનું જ એક શાસ્ત્ર છે એવી માન્યતાને આનંદશંકર ભૂલભરેલી માને છે. તેમના મતે જ્ઞાનની સર્વ શાખાઓમાં તત્ત્વજ્ઞાનનો પ્રવેશ છે. તેથી સર્વ જ્ઞાનના મૂળરૂપે એનું સ્થાન છે. અહીં તત્ત્વજ્ઞાન તેના વિશાળ પરિપ્રેક્ષ્યમાં જીવન સાથેનો અનુબંધ ધરાવે છે. સંસારને અવલોકવાની એક દૃષ્ટિ રૂપે તત્ત્વજ્ઞાનનો સ્વીકાર આનંદશંકર કરે છે.
“જીવ - જગત અને પરમાત્માના સ્વરૂપનું, જ્ઞાનની એક સ્વતંત્ર શાખારૂપે ચિંતન, એટલામાં જ તત્ત્વજ્ઞાન સમાપ્ત થતું નથી. ઈતિહાસ અને વિજ્ઞાનનાં મૂળ શોધવા તથા તેનો અર્થ કરવામાં પણ તત્ત્વજ્ઞાન પ્રવર્તે છે. આ દષ્ટિએ મનુષ્યનું બંધારણ, એનો આ પરિદૃશ્યમાન વિશ્વ સાથે સંબંધ, એની સ્વાભાવિક પ્રવૃત્તિ-નિવૃત્તિની ભાવનાઓ, ઇત્યાદિ સર્વ વિચાર તત્ત્વજ્ઞાનના પેટામાં પડે છે.” (સાહિત્યવિચાર - પૃ.૧૦૭)
જીવનની મૂળભૂત માન્યતાઓની સમીક્ષાત્મક તપાસ કરતાં શાસ્ત્ર તરીકે તત્ત્વજ્ઞાન મનુષ્યના સમગ્ર જીવનને વ્યાપીને રહેલું છે. સંસારને અવલોકવાના એક દષ્ટિબિંદુ તરીકે તત્ત્વજ્ઞાન સહુને આવકાર્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org