________________
૪
(૧) ભૂમિકા
નવજાગૃતિ કાળ દરમ્યાન અંગેજી કેળવણીથી પ્રભાવિત થઈને ભારતમાં શરૂ થયેલું પરસંસ્કૃતિકના અનુકરણ સમાન સુધારાવાદી આંદોલન ભારતીય ધર્મમાનસને પ્રતિકૂળ હોવાથી, વ્યાપક સ્વીકાર પામી શક્યું નહીં. તેની સામે દેશની આબોહવા, પરંપરા અને પ્રકૃતિને અનુકૂળ હોય તે રીતે સામાજિક પુનરુત્થાનની એક નવી વિચારધારા શરૂ થઈ. ગુજરાતમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીની આ વિચાર પરંપરામાં આનંદશંકરની શ્રદ્ધા દૃઢ થઈ હતી. તેમનું મુખ્ય કાર્ય તત્ત્વજ્ઞાન, ધર્મ અને સાહિત્યનું ઐતિહાસિક પદ્ધતિ દ્વારા સર્વેક્ષણ કરી ભારતના આધ્યાત્મિક વારસાની પુનર્વિચારણા અને પુનરુત્થાન અંગેનું હતું. આપણા માનસને અનુકૂળ હોય તે રીતે પુનર્જાગરણનું કામ કરવાની એક નવી પ્રણાલિકા અનુસાર જે કંઈ પ્રશ્નો ઊભા થયા એનું દાર્શનિક નિરૂપણ અને નિરાકરણ આનંદશંકરના ચિંતનમાં જોઈ શકાય છે. આનંદશંકરની દાર્શનિક શ્રદ્ધા શંકરાચાર્યના કેવલાદ્વૈત ઉપર સ્થિર થયેલી હતી. એમણે ધર્મના સ્વરૂપને વિશાળ પરિપ્રેક્ષ્યમાં વિચારી ધર્મને જીવનના કેન્દ્રમાં પ્રસ્થાપ્યો છે. ભારતીય પરંપરામાં રહેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના અવિરોધને આનંદશંકર આપણા ધર્મ-ચિંતનની આગવી વિશેષતા ગણાવે છે. તેમણે અદ્વૈતની ભૂમિકા ૫૨ જ ધર્મ અને તત્ત્વજ્ઞાનની અભિન્નતા સિદ્ધ કરી છે. તત્ત્વજ્ઞાન અને જીવન :
Jain Education International
દાર્શનિક ચિંતનવિશ્વ
તત્ત્વજ્ઞાન અને ધર્મ મનુષ્ય જીવન સાથે ઓતપ્રોત છે. તત્ત્વજ્ઞાન એ ધર્મનું બૌદ્ધિક પાસું છે. ભારતીય પરંપરામાં તો એને ધર્મનું અનિવાર્ય અંગ જ માનવામાં આવે છે. ધર્મના અનિવાર્ય અંગ તરીકે તત્ત્વજ્ઞાનમાં જીવન જેટલી જ વ્યાપકતા અને જીવન જેટલું જ ઊંડાણ છે. મનુષ્ય જીવનને લગતા બધા વિષયોને તત્ત્વજ્ઞાન, જીવનવ્યાપી અને ક્ષિતિજવ્યાપી દૃષ્ટિએ જોવા મથે છે. તત્ત્વજ્ઞાનના વિશાળ ક્ષેત્રમાં જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મના બધા વિષયો સમાયેલા છે. જીવન વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અને વિચાર વ્યવસ્થાને તમામ પૂર્વગ્રહો અને ગૃહીતોને
For Personal & Private Use Only
www.jainelibrary.org