________________
૩૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાના વિચક્ષણ હોવા છતાં ગુજરાતી ભાષાને જ પોતાના ચિંતનનું માધ્યમ બનાવી તત્ત્વજ્ઞાન, ધર્મ અને સાહિત્યના ક્ષેત્રે આનંદશંકરે આપેલું વિશિષ્ટ યોગદાન ગુજરાત અત્યારે જેમાં રંક બનતું જાય છે એવી એકનિષ્ઠ અભ્યાસતિનું અને મનનપૂત વાડ્મય તપશ્ચર્યાનું, દૃષ્ટિની વિશાળતાનું અને વિચારસરણીની સ્પષ્ટતાનું મૂલ્યવાન પ્રતીક છે અને આપણને મળેલો મહામૂલો વારસો છે. આનંદશંકરના આ અમૂલ્ય વારસાનું જતન અને સંવર્ધન કરવું એ ગુજરાતની જવાબદારી છે. ડૉ.રાધાકૃષ્ણની હરોળમાં આવી શકે તેવું તેમનું ઉત્તમ ચિંતન, વિશ્વના પહેલી હરોળના કોઈપણ ચિંતકની સાથે ઊભા રહેવાનું સામર્થ્ય ધરાવે છે.
D D D
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org