________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૩૫
શ્રી આનંદશંકરભાઈના લેખો વાંચતાં પ્રસન્નબીરા સરસ્વતી એવો ઉદ્દગાર સહેજે નીકળી જાય છે. એમના માનસના પ્રસાદ અને ગાંભીર્ય, એમાંથી નીકળી વહેતી સરસ્વતીમાં પૂરેપૂરાં ઊતર્યા છે. એમની સાહિત્યમીમાંસા, એમના તત્ત્વજ્ઞાન જેટલે ઊંડે જાય છે અને એ હંમેશાં પ્રસન્ન હોય છે. બન્ને અર્થમાં : તે સ્વસ્થ પણ છે અને સ્વચ્છ પણ છે”. “શાંકરભાષ્યની પ્રસન્ન ગંભીરતા આનંદશંકરને વારસામાં ઊતરી છે.” એમ ઉદ્ગાર કાઢી શ્રી રા.વિ.પાઠક આનંદશંકરની શૈલીને “ઘન, ગંભીર, મિતાક્ષરી, સીધી, લક્ષ્યગામી, સમતાવાળી અને એકસરખી ઔચિત્યવાળી” શૈલી કહે છે. (સાહિત્યલોક, પૃ.૫૬, ૧૨૨, ૬૦)
રસજ્ઞતા અને મર્મજ્ઞતા ભર્યા આનંદશંકરના લખાણોમાં અંતનો પરિહાર અને મધ્યનું ગ્રહણ એ સિદ્ધાંત રહેલો જોવા મળે છે. એમની અભિનવ શૈલી પોકળ નથી લાગતી કારણકે એ વિચાર સમૃદ્ધ છે.
તત્ત્વજ્ઞાન, ધર્મ અને સાહિત્યના ગંભીર પ્રશ્નો આનંદશંકરના લખાણોના નિરૂપણ વિષયો છે. તેમ છતાં તેમનો ઝોક સરળ ભાષા પ્રયોજવા તરફ જણાય છે. અતિશયોક્તિ, આવેશ, નિરર્થક વાક્યાપલ્ય, કટુતા કે પ્રદર્શનિયા શબ્દાળુતાથી એમની ભાષા ઘણી દૂર હોય છે. “વિવેક અને બુદ્ધિની ભૂમિકા પરથી બધું લખતા હોવાથી એમની ભાષામાં વાર્થ વાવોડનુભાવતિ એમ બને છે.” (...) “મિતાક્ષરિતા, મિષ્ટતા, શિષ્ટતા, સરળતા, વિશદતા અને પ્રસાદ આનંદશંકરના ગદ્યના એવા ગુણો છે, જે સીધા એમના વ્યકિતત્વમાંથી તેમાં ઊતરી આવ્યા છે. “શીલ તેવી શૈલી” એ કથન તેમના પૂરતું પૂરું સાચું ઠરે છે.” (ઉન્સીલન, પૃ.૧૦૯) તેમનાં લખાણોમાંથી મૌલિક, આધારભૂત અને પ્રામાણિક સામગ્રી મળે રહે છે. તેમના વિચારોમાં સત્યપ્રિયતા, અનુભવી ઠરેલતા તેમજ જ્ઞાનની વ્યાપકતા છે. ગુણ દેખાય તેટલે અંશે જ તેનું નિરૂપણ કરી સત્યને પારખી તટસ્થતાથી દર્શાવવું એ તેમના લખાણની ખાસિયત છે.
- ૧૯૨૦માં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર વિષે જે ઉદ્ગારો કાઢેલા તે એમને માટે ઉત્કૃષ્ટ પ્રમાણપત્ર અને અંજલિરૂપ બની રહે છે. “આ એક માણસ ચિંતનશીલ અને મહાન અંતઃકરણના છે, મૂલ સત્ય પર્યત એમની દૃષ્ટિ પહોંચે છે.” (સાધનાત્રયી, પૃ.૫૨૭)
આનંદશંકરની પ્રતિભાને મૂલવતાં આપણા મહાન ચિંતક - શિક્ષક ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણને એમના વિષે કહેલું કે: “Acharya Anandshankar B. Dhruv was one of the most Cultured Sanskrit Scholars of our generation. Unlike many Sanskritists who belonged to the past, he belonged to the India that is to come.” (આનંદશંકર ધ્રુવ-લેખ સંચય, પૃ.XIII)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org