________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૩૩
આ બધાં સત્યોનું દર્શન કલાએ પ્રત્યક્ષ રૂપે કરાવવાનું નથી, પણ પરોક્ષ રૂપે કલા અને કવિતા દ્વારા ચાતુરીથી કરાવવાનું રહે છે. સૌંદર્યની સાથે સાથે આત્માની બીજી ભાવનાઓને વ્યક્ત કરી કવિ “અક્ષર'નું – પરમતત્ત્વનું દર્શન કરાવે છે. પરમતત્ત્વ “આ જગતની પાર અને આ જગતમાં હોવાથી કેવળ ભાવનાવાદ કે કેવળ વાસ્તવવાદમાં રાચતા કવિઓને આનંદશંકર અધૂરા કવિ કહે છે. તેમના મતે : “કવિ જગતને અવગણી માત્ર ભાવનાના પ્રદેશમાં જ રમ્યા કરે, અથવા તો ભાવનાના જગત પ્રત્યે અંધ રહી આ જગતના જ યાંત્રિક ચિત્રો યાને ફોટોગ્રાફ લીધા કરે તો એ કવિ અધૂરો (..) પ્રથમ પંક્તિના મહાન કવિઓ તો તે જ છે કે જેઓ આ ક્ષરમાં અને ક્ષરની પાર એમ ઉભયરૂપે અક્ષરનું દર્શન કરાવે છે.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૯૮)
કલામાં યથાર્થતા હોવી જોઈએ ખરી, પણ એ યથાર્થતા સામાન્ય લોકદષ્ટિની નહિ, પણ સૌંદર્યની યથાર્થતા હોવી જોઈએ. કલાનો ધર્મ સત્યનું સંરક્ષણ કરવાનો છે. એ ખરું પણ “Logician કે Naturalist' નું સત્ય તે જ કલાકારનું સત્ય નથી. કવિએ પોતાના સર્જનમાં જે મર્યાદા સ્વીકારવાની છે તે “જગતની વાસ્તવિકતાની નહિ, પણ “સૌંદર્યની વાસ્તવિકતાની છે. તેથી આનંદશંકર કલામાં Possibility - શક્યતા - ના તત્ત્વનો નહિ, પણ Probability -સંભવિતતા-ના તત્ત્વનો સ્વીકાર કરે છે. કારણકે “કલા સુંદરતા સિવાય બીજી યથાર્થતા સમજતી નથી.” એવો આનંદશંકરનો મત છે.
કલા માત્ર સુંદરતાની યથાર્થતાને જ સમજતી હોવાથી આનંદશંકર સાહિત્યમાત્રને આનંદલક્ષી ગણાવે છે. “એક (Classical) “સંસ્કારી સંયમ' દ્વારા આનંદ શોધે છે, બીજું (Romantic) “જીવનના ઉલ્લાસ' દ્વારા શોધે છે” (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૪૬) એમ કહી આનંદશંકર ક્લાસિકલ અને રોમેન્ટિકના સાહિત્યિક કંઠનો સુંદર સમન્વય કરી આપે છે.
જીવનના સ્વરૂપનું આલેખન કરવું અને એ દ્વારા સહૃદયને આનંદ આપવો તે કાવ્યનો અનિવાર્ય ધર્મ છે. આ આનંદને આનંદશંકર આત્માનંદ તરીકે ઓળખાવે છે. “કવિતા એટલે અલૌકિક જ્ઞાન અને આનંદદાયી શબ્દાર્થ રૂપે આત્માનો આવિર્ભાવ”. (કાવ્યતત્વવિચાર, પૃ. ૨૮૩) આ વિશ્વની જે જે વસ્તુમાં મનુષ્ય આત્મા રસ લઈ શકે તે સર્વ કવિતાનો વિષય છે અને રસ ઉપજાવનાર વસ્તુ તે આત્મામાં બહારથી આવીને પડતી નથી, પણ આત્માનું પોતાનું સ્વરૂપાનુસંધાન જ છે. આ દષ્ટિએ તેને જ કાવ્ય કહી શકાય કે જે “અખંડ વસ્તુનું - સાક્ષાતદર્શન” કરાવતું હોય. આવા સાક્ષાત્ દર્શનથી પ્રાપ્ત થતા કાવ્યાનંદને આનંદશંકર કાવ્યનો પ્રાણ માને છે. આવી મહિમાવંત અને ઉચ્ચ કવિતાને આનંદશંકર ‘વાઝેવી” રૂપ કહે છે. ભારતીય પરંપરામાં કવિતાને દેવી રૂપે પૂજવામાં આવે છે, જેને આનંદશંકર યથાર્થ ગણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org