________________
૩૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આનંદશંકરના મતે “સૌથી પરમ અક્ષર તો ક્રાંતદર્શી કવિનું છે. : “અક્ષર' એટલે “બ્રહ્મ' અને બ્રહ્મ' એટલે નિત્ય શબ્દ, વિદ્યા, શ્રુતિ - જેના ‘ઊંડા ભણકાર' આ “ઊંડી રજની'માં નિત્ય વાગ્યા કરે છે અને કર્ણ હોય તે સાંભળે છે. એ જ પ્લેટોનું “World of Ideas' અને વૈષ્ણવો જેને “અક્ષરધામ' કહે છે તે છે”. (કાવ્યતત્ત્વવિચાર-પૃ.૯૭,૯૮)
આ રીતે આનંદશંકર કવિને તર્જી કહે છે. કવિનું “અક્ષર' આ જગતની અંદર અને પાર બન્નેની રીતે વિદ્યમાન છે. પ્લેટોના World of Ideas ના સિદ્ધાંતને સ્વીકારીને આનંદશંકર માને છે કે આ પરિદશ્યમાન જગત વાસ્તવિક બિંબ નથી, પણ એમાં અમુક અલૌકિક બિંબોના માત્ર પ્રતિબિંબો જ આપણને ભાસે છે.
wતદર્શી કવિ વસ્તુની પાર જોઈ શકે છે આ અર્થમાં આનંદશંકર કવિના કાલ્પનિક જગતને મિથ્યા નહિ પણ સત્ય માને છે. કહેવાતા સત્ય જગત કરતાં પણ તે વિશેષ સત્ય છે. જો કે આનો અર્થ એમ નહિ કે આનંદશંકર આનુભવિક જગતને મિથ્યા માને છે. પ્લેટોએ કવિઓ ઉપર કરેલા આક્ષેપોને આનંદશંકર અયોગ્ય ગણાવે છે. સાધારણ રીતે કવિનું જગત અને આપણું જગત એવા ભેદ પાડવામાં આવે છે તેને જ આનંદશંકર અહીં અનુસરે છે. પણ કવિનું જગત ખરું છે અને આપણું જગત ખોટું છે એમ આનંદશંકર સ્વીકારતા નથી. તેમના મતે સંતવર્શી તરીકે કવિનું કાર્ય આ સત્ય જગતનું દર્શન કરાવવાનું છે, એ પ્રતિબિંબમાં પ્રત્યક્ષ થતા બિંબોને સંગ્રહવાનું અને આલેખવાનું છે. આ કાર્ય કરવામાં કવિ સ્વતંત્ર છે. આનંદશંકર અનુસાર “સત્ય અને નીતિની લોઢાની કે સોનાની સાંકળો એને બંધનરૂપ નથી.” જોકે આનો અર્થ એવો નથી કે આનંદશંકર કલાને માથે કોઈ જવાબદારી સ્વીકારતા નથી. કવિતાને આનંદશંકર ચિત્તક્ષોભનું કે માત્ર હૃદયોદ્ગારનું પરિણામ ગણતા નથી. “આત્માની કલા' સ્વરૂપે કવિતાની વ્યાખ્યા કરી આનંદશંકરે એ વ્યાખ્યાને વિશદ કરવા ભાષ્ય રચ્યું છે. એ ભાષ્ય વડે એમણે મનુષ્ય આત્માનાં અંગભૂત એવાં બુદ્ધિ, હૃદય, કૃતિ (Moral) અને ધાર્મિકતાની જરૂરિયાતો સંતોષે એવી અપેક્ષા રાખી છે. અહી કૃતિનો અંગ્રેજી પર્યાય તેમણે Moral' એવો આપ્યો છે. આ અંગ્રેજી પર્યાય “નૈતિકતા' યા નીતિભાવનાનો સૂચક છે. અને “કૃતિ' સંજ્ઞાનો આવો નૈતિકતાનો અર્થ તેમને અભિપ્રેત પણ છે. કારણકે કૃતિનું ઔચિત્ય ... નીતિ સાથે પણ સંબંધ ધરાવે છે એમ આનંદશંકર માને છે. બુદ્ધિ, હૃદય, કૃતિ અને અંતરાત્માની જરૂરિયાતો સંતોષે એવાં સત્ત્વોવાળી રચનાને જ તેઓ “કવિતાની ઉત્તમોત્તમ ભાવના સિદ્ધ કરતી કવિતા” ગણે છે. જો કે અહીં એ પણ નોંધવું જોઈએ કે : “ખરેખર તો કાવ્યમાં માત્ર બુદ્ધિ, હૃદય, કૃતિ, અંતરાત્મા એ ચાર તત્ત્વોને ઓછા વધતાપણું તેમને મન ગૌણ છે. મૂળ તત્ત્વ તો કાવ્યતત્ત્વ છે. એ કાવ્યતત્ત્વ હોય તો પછી ઉપર્યુક્ત ચાર તત્ત્વોની ન્યૂનાધિકતા એક અકસ્માત બની રહે છે”. (બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર, ૧૯૭૮ પૃ.૪૬૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org