________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૩૧
સાહિત્યવિષયક લેખોના સંગ્રહો છે. એમની કાવ્યની ગહન ચર્ચામાં તેમનું તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતો જણાય છે. ગુજરાતમાં યુનિવર્સિટીની ખોટ પૂરી પાડવાના હેતુથી તેમણે ‘વસંત માસિક શરૂ કર્યું હતું. ધર્મ, નીતિ, કેળવણી, તત્ત્વજ્ઞાન, રાજકારણ, સાહિત્ય એ સર્વ વિષય ‘વસંત' ના આલેખન વિષયો હતા. આ સમગ્ર વિવેચનમાં ગર્ભિત રૂપે તેમની કેવલત પરની શ્રદ્ધા વણાયેલી જોવા મળે છે. સમગ્ર જીવનમાં વિશ્વરચના અને જીવનવ્યવહારની પાછળ કોઈ એકતાનું તત્ત્વ રહેલું છે. એવી તેમની દઢ પ્રતીતિ તેમની સમગ્ર વિવેચનામાં અસ્મલિતપણે વહેતી જણાય છે. શ્રી રા. વિ.પાઠક આનંદશંકરના લેખોનું મૂલ્ય પ્રમાણતાં “સાહિત્ય વિચાર’ના ઉપોદ્ધાતમાં જણાવે છે : “આનંદશંકરના લેખોને અભ્યાસી જેમ વધારે ખેડશે તેમ તેમ વધારે ફળદાયી નીવડશે. આના જેવો ક્ષોદનક્ષમગ્રંથ આ વિષયમાં હજી ગુજરાતીમાં પ્રસિદ્ધ થયો નથી અને ઘણાં વર્ષો તે એવો જ રહેશે.” (સાહિત્ય વિચાર (૨૦૦૧). પૃ.પર૦) તો વળી, સુંદરમ આનંદશંકરની કાવ્ય વિભાવનાને પ્રમાણતાં કહે છે : “કાવ્ય વિશે જે કાંઈ જાણવા જેવું છે તેના એંશી ટકા “કાવ્યતત્ત્વવિચારના પૂર્વાર્ધમાંથી મળી રહેશે.” (સંસ્કૃતિ ઑગસ્ટ, ૧૯૬૩, પૃ.૨૮૩) સુંદરમ્ અને રામનારાયણ પાઠકના ઉપરોક્ત ઉદ્ગારો ખરે જ ધ્યાનાર્હ છે. “સાહિત્યના અભ્યાસીઓ માટે આનંદશંકરના “કાવ્યતત્ત્વવિચાર' અને સાહિત્યવિચાર' જેવા લેખસંગ્રહોનું પરિશીલન દષ્ટિદાતા નીવડે તેવું છે. એમ કહી શ્રી અનંતરાય રાવળ ગુજરાતી સાહિત્યમાં આનંદશંકરના કાવ્ય વિવેચનને પ્રમાણતાં લખે છેઃ
જ્યારે રમણભાઈ અંતઃક્ષોભ પ્રેરિત કવિતા તે જ સાચી કવિતા અને તેથી સ્વાનુભવરસિક કવિતા સર્વાનુભવરસિક કવિતાથી વધુ ચડિયાતી એ મતનો ઉત્સાહભેર પુરસ્કાર કરતા હતા ત્યારે એ મતની એકાંગિતા અને ન્યૂનતા બતાવી કવિતાને સમગ્ર સંવિતની આત્માની કલા સ્થાપી એ આનંદશંકરની મોટી સેવા કહેવાય.” (ઉન્સીલન, પૃ.૧૦૭, ૧૦૮).
કવિશ્રી ભવભૂતિના સંસ્કૃત શ્લોક ‘વિમ ટેવતાં વાવમમૃતામાત્મનઃ નામ' | ને અનુસરી આનંદશંકરે કવિતા - કલાની વિભાવના સ્પષ્ટ કરી છે. એમની દષ્ટિએ કવિતા આત્માની કલા' હોવાથી એમાં આત્માના સર્વ ગુણો-ચૈતન્ય, વ્યક્તિગત અને સમષ્ટિગત વ્યાપન, અનેકતામાં એકતા અને એકતામાં અનેકતા આ બધા ગુણો હોવા જોઈએ, તેમજ આત્માની માફક એ પણ “મનુષ્યના બુદ્ધિ, હૃદય, કૃતિ (Moral) અને અંતરાત્મા એટલે કે ધાર્મિકતાની જરૂરિયાતો સંતોષે એવી હોવી જોઈએ.” તેમની દૃષ્ટિએ કલાકાર કે કવિ માત્ર “An idle singer of an empty day” જ નથી પરંતુ “ક્રાંતદર્શી', “મનીષી', “પરિભૂ' અને “સ્વયંભૂ છે. એ “ઊજળા અક્ષર'નું દર્શન કરે છે. અને નેત્રપુટ વડે એનું પાન” કરે છે. વૈજ્ઞાનિક, ઈતિહાસવેત્તા અને તત્ત્વવેત્તા એ “ઊજળા અક્ષરનું દર્શન નથી કરતાં એમ આનંદશંકરનો કહેવાનો અર્થ નથી. તેમણે સહુને પોતપોતાના “અક્ષરો' તો જ છે. પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org