________________
૨૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
તાત્ત્વિકમાં તાત્ત્વિક રહસ્ય તે ધર્મ છે. મનુષ્યનું મનુષ્યત્વ ધર્મથી અંકાય છે. એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. “દીવાને તેલ જેટલું આવશ્યક છે તેટલી જ મનુષ્યને ધર્મભાવના આવશ્યક છે.” (ધર્મવિચાર-૧, પૃ.૪૯૦) તેથી, સર્વ જ્ઞાનના આધારરૂપ ધાર્મિક જ્ઞાનને અર્વાચીન શિક્ષણ સાથે જોડવાનો આનંદશંકરનો પ્રબળ આગ્રહ છે.
માત્ર પદ્ધતિસર યોજેલા શાસ્ત્રોને જ ધર્મના સાહિત્યમાં સમાવેશ કરવાના આગ્રહને આનંદશંકર અયોગ્ય ઠરાવે છે. આપણે ત્યાં “સુધારાવાળાઓની ધર્મશુદ્ધિની પ્રવૃત્તિમાં પુરાણોને અપ્રમાણ ગણવાનું વલણ. જોવા મળે છે. મણિલાલ અને આનંદશંકર બન્નેએ પુરાણોનું ઐતિહાસિક અર્થઘટન કરી પુરાણ કથાઓમાંથી આધ્યાત્મિક અર્થ તારવી તેમને ધર્મ સાહિત્યમાં પ્રતિષ્ઠિત કર્યા છે. ધર્મ અને તત્ત્વની ચર્ચામાં રૂપકના માધ્યમથી આવેલી ભાષા અવરોધરૂપ નહિ પણ ઉપકારક બને છે. તેથી ધર્મ સાહિત્યમાં એ તમામનો યોગ્ય સ્વીકાર થવો જોઈએ.
સર્વધર્મ સમવાય અંગેના વિવિધ મતોની સમીક્ષા કરી આનંદશંકર ધર્મની એકતા અંગેનો એક સમન્વયાત્મક સિદ્ધાંત તારવી આપે છે. ધર્મ પરિવર્તનની સ્વતંત્રતા આનંદશંકરમાં જોવા મળતી નથી. સર્વ ધર્મ પ્રતિ સમાન આદરને આનંદશંકર સ્વીકારે છે. પણ નિષ્ઠા તો સ્વધર્મ પ્રતિ જ હોવી જોઈએ એમ માને છે.
આ ઉપરાંત આપણા ધર્મના વ્યવહારમાં પ્રવર્તમાન સ્વરૂપ અંગે આનંદશંકરે વિશદ અવલોકન કર્યું છે. ઐતિહાસિક અને તાત્ત્વિક બંને સંદર્ભોથી આનંદશંકરે હિંદુધર્મના સ્વરૂપને તપાસ્યું છે. વેદ (બ્રાહ્મણ)ધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મ એ ત્રણેય ધર્મોને આનંદશંકર એક જ મહાધર્મરૂપી હિંદુધર્મના વૃક્ષની પેટા ડાળીઓ સ્વરૂપ માને છે. જીવન સાથે નિકટ સંબંધ ધરાવી જે ધર્મ વ્યાપક એટલે કે સર્વદેશી હોય તે ધર્મને આનંદશંકર સર્વોત્કૃષ્ટ ધર્મ માને છે. અધિકારીઓ માટેની યોજના, જીવ, જગત અને ઈશ્વર વિષયક સંપૂર્ણ વિચાર, જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વયાત્મક વિચાર તેમજ ધર્મનું સંપૂર્ણ પ્રયોજન વગેરે અનેક દષ્ટિબિંદુઓથી અવલોકન કરી આનંદશંકર બ્રાહ્મધર્મની સર્વોપરિતા સ્પષ્ટ કરી આપે છે. જો કે આવી સ્પષ્ટતાઓમાં બીજા ધર્મો પ્રત્યે કોઈ પણ પ્રકારનો તિરસ્કારનો ભાવ એમના વિચારોમાં કયાંય જોવા મળતો નથી.
આનંદશંકરના ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયક લખાણો અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે.
એક તો એ કે ભારતીય તત્ત્વચિંતનનો તેમનો અભ્યાસ તટસ્થ અને સર્વગ્રાહી દષ્ટિએ થયેલો છે. ભારતીય ધર્મ - તત્ત્વચિંતનની ત્રણ મુખ્ય ધારાઓ વૈદિકધર્મ, બૌદ્ધધર્મ અને જૈન ધર્મ તેમને અલગ અલગ અને એકબીજા સાથે કશો જ સંબંધ ન હોય એવી રીતે ઉદ્ભવેલી અને વિકસેલી માનવાને બદલે આનંદશંકર તેમને એક જ સનાતન ધર્મની પેટાશાખાઓ તરીકે નિરૂપે છે. “બાહ્યદષ્ટિએ આ ધર્મોમાં ગમે તેટલો ભેદ જણાય પણ તેની અંદર જે સનાતન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org