________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૨૫
‘સુધારાવાળા ઓના હાથે લાભકારક પ્રયત્ન થયો છે એ સ્વીકારવું જોઈએ. (ધર્મવિચાર-૧, પૃ.૩૭૭)
કેવળ કર્મકાંડમાં રાચતા અધૂરી કેળવણી પામેલા વર્ગનો પણ આનંદશંકર વિરોધ કરે છે. મતબંધ કર્મકાંડીઓ એમ કહે છે કે કર્મકાંડમાં પ્રાણવિનિમયના બહુ બહુ અર્થો રહ્યા છે અને તેથી કર્મકાંડની મહત્તા છે. પરંતુ તેની સામે આનંદશંકર સીધો જ પ્રશ્ન કરે છે કે “પ્રાણવિનિમય” આદિ નામે ઓળખાતી શારીરિક કસરત તે “ધર્મ-આત્મા-પરમાત્મા સંબંધના અર્થમાં “ધર્મ કેમ કહેવાય? હું, કર્મકાંડનું રહસ્ય “પ્રાણવિનિમય” એટલે “યોગ” રૂપે માનવા કરતાં “જ્ઞાન” રૂપે સમજવું ઉચિત ધારું છું. મને મનુષ્ય જીવનનો ખરો હેતુ યોગથી નહિ, પણ “જ્ઞાનથી સધાય છે એ શંકરાચાર્યનો સિદ્ધાંત પરમસત્ય લાગે છે.” (ધર્મવિચાર-૧, પૃ.૩૭૮)
અહીં આનંદશંકર મણિલાલ કરતાં સૂક્ષ્મ રીતે જુદા પડે છે. કર્મકાંડ વગરનો કોઈ ધર્મ નથી અને કર્મકાંડથી ધર્મની શક્તિ પક્વ થાય છે એમ માનવા છતાં “અભેદ', “પ્રેમ' વગેરે શબ્દોનો દુરુપયોગ કરી અજ્ઞાન અને પાખંડ વધારતા કર્મકાંડીઓનો આનંદશંકર વિરોધ કરે છે.
“જેમ દરેક હૃદયનો ઉભરો તે કાવ્યનો રસ નથી એમ હોય તો દરેક લૌકિક રડાકૂટ કાવ્યરસની પદવીએ પહોંચવા જાય - તેમ દરેક “અભેદ કે “પ્રેમ” કે “રસ'- ની વાત બ્રહ્મસાક્ષાત્કાર નથી એ સમજવાનું છે.”(ધર્મવિચાર-૧, પૃ.૩૫) લૌકિક પ્રેમ અને દિવ્યપ્રેમ તત્ત્વતઃ એક હોય અને સમસ્ત વિશ્વ પ્રતિ પ્રેમ એ પરિણામે પરમાત્મા પ્રત્યેનો જ પ્રેમ છે, તથાપિ પરમાત્મા બુદ્ધિથી જે પ્રેમ ઉછળતો નથી તે લૌકિક છે અને તે બ્રહ્મ સાક્ષાત્કાર રૂપે સમજવામાં વ્યક્તિ અને સમાજને ખૂબ હાનિ થવા સંભવ છે એમ આનંદશંકરની ટીકા છે.
આમ, વેદાંતનો દુરુપયોગ કરીને અજ્ઞાન અને પાખંડમાં રાચતા આવા વર્ગને આનંદશંકર અધૂરી કેળવણી પામેલો વર્ગ કહે છે. આવા વર્ગ તરફની તેમની દૃષ્ટિ સુધારાવાળાઓ તરફની તેમની દૃષ્ટિ કરતાં વધારે આલોચક જણાય છે.
ધર્મ વિચારના આ તીવ્ર મંથનમાં આનંદશંકરની ધર્મ ભાવનાનું પ્રેરક મૂલ્ય તો બેશક ધાર્મિકતાનું જ હતું. આપણા ધર્મને શ્રેષ્ઠ માનનાર અને ખ્રિસ્તી ધર્મ માટે કશો પક્ષપાત નહીં ધરાવનાર આનંદશંકર કહે છે કે “ખ્રિસ્તીધર્મ કરતાં હજાર ઘણો ખરાબ ધર્મ તો નાસ્તિકતાનો છે.” નાસ્તિકતાને આનંદશંકરની ધર્મભાવનામાં લેશમાત્ર સ્થાન નહોતું. આપણી શાળામહાશાળાઓમાં ધર્મહીન કેળવણી આપવાનો જે પ્રયત્ન છે એની સફળતા અંગે આનંદશંકર આશાવાદી નથી. કારણકે ધાર્મિક શિક્ષણને અભાવે નાસ્તિકતાનું મૂલ્ય પ્રસરે છે. આનંદશંકરને મન ધર્મ એ મનુષ્યનું રુધિર છે, પ્રાણ છે, આત્મા છે. એનું આંતરમાં આંતરસ્વરૂપ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org