________________
૨૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
જિન, બુદ્ધ, શંકર, વલ્લભ આદિ ધર્મ પ્રવર્તકોના પરસ્પર વિરોધમાંથી જન્મેલા ધર્મ સંબંધી વિચારો ક્રમે ક્રમે ક્ષણ થતા ગયા. તેમજ આપણા સુધારાવાળાઓએ આપણાં પુરાણો વિષે, વર્ણવ્યવસ્થા વિષે જે જે ખાસ વિચારો પ્રચલિત કર્યા હતા તેનો પણ અનિષ્ટ ભાગ ધીમે ધીમે ત્યજાતો ગયો. કર્મકાંડ અને ધર્મ તરફ કેળવાયેલા વર્ગની દૃષ્ટિની જુદી જુદી કક્ષા હતી. એક વર્ગ ધર્મ તરફ કેવળ બેદરકાર હતો. અધૂરી કેળવણીના વર્ગનો કેટલોક ભાગ કર્મકાંડમાં ગૂંથાઈ રહેતો. અધિક કેળવણી પામેલાને ધર્મ ઉપર આદરવાળા વર્ગના બે વિભાગ હતા. એક કર્મકાંડની વિરુદ્ધ, બીજો જ્ઞાનને મુખ્ય ગણીને કર્મ ઉપાસના આદિ વસ્તુઓને જ્ઞાનના આવિર્ભાવમાં પ્રત્યક્ષ સ્થાન રૂપ અને સાધનરૂપ માનતો વર્ગ. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લખે છે કે “સ્થિતિદર્શનમાં પ્રાર્થનાસમાજ અને સુધારાવાળાઓ તરફ મણિલાલ કરતાં આનંદશંકરની દૃષ્ટિ વિશેષ સમભાવયુકત, ઉદાર અને સાચી જણાય છે. કેવળ કર્મકાંડમાં રાચતા અધૂરા કેળવાયેલા વર્ગ ઉપર તેમની દૃષ્ટિ મણિલાલને મુકાબલે વિશેષ તીખી છે”. (અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, પૃ.૧૫૮)
પ્રાર્થનાસમાજ વિષે આનંદશંકર કહે છે કે, “પ્રાર્થનાસમાજ એ જીવન નિભાવે એવો પૌષ્ટિક ખોરાક નથી, કંઠ ભીનો કરે એવું પાતળું પાણી છે.” (ધર્મવિચાર-૧, પૃ.૫૦૧) આ ઉપરાંત પ્રાર્થનાસમાજ મૂર્તિપૂજાનો વિરોધ કરે છે તે પણ આનંદશંકરને માન્ય નથી. આનંદશંકરને પ્રાર્થનાસમાજના જીવનવિચાર - તત્ત્વવિચારની ગહનતા ઓછી લાગેલી. “હિંદુ ધર્મના પરંપરાગત ભક્તિમાર્ગમાં ભરપૂર કાવ્યમયતા છે તેની સરખામણીમાં પ્રાર્થનાસમાજના ભક્તિમાર્ગની કાવ્યમયતા ઓછી પડે ને સદાચારમય ને કર્તવ્યનિષ્ઠ જીવનની શુષ્ક કઠોરતા વધુ લાગે છે.”(વ્યાપન, પૃ.૧૦)વસ્તુતઃ કોઈપણ ધર્મ તત્ત્વવિચાર, સદાચારબળ ઉપરાંત કાવ્યત્વની અપેક્ષા પણ સંતોષવાની હોય છે.
પંડિતયુગમાં થિયોસોફી અને આર્યસમાજનું કેટલુંક આકર્ષણ થયેલું, પરંતુ એ ધાર્મિકતાનો ગુજરાતી પ્રજા જીવન પર ઊંડો કે દીર્ઘજીવી પ્રભાવ પડ્યો નહિ. બંનેએ વિશેષ તો હિંદુ સમાજના આત્માભિમાનને પોષવાનું કામ કર્યું. પણ ચમત્કારનો આશ્રય એ થિયોસોફીનું નબળું અંગ હતું તો આર્યત્વનો ઠેકો એ આર્યસમાજનું નબળું અંગ હતું. થિયોસોફી એ ધર્મ નથી પણ ધર્મનું એક દૃષ્ટિબિંદુ છે એમ કહી આનંદશંકરે તેની મર્યાદા બતાવી દીધી. આ રીતે “પ્રાર્થનાસમાજ અને સુધારાવાળાઓની મુખ્ય મર્યાદા એ હતી કે તે જનમંડળના હૃદયમાં પૂરું ઊતરી શક્યા નહિ અને ધર્મવૃત્તિનાં વિવિધ સ્વરૂપ હોઈ શકે એ સત્ય તેમણે સ્વીકાર્યું નહીં. આમ છતાં સમભાવ યુક્ત ઉદાર દષ્ટિથી “સુધારાવાળાઓથી ધર્મના ક્ષેત્રે જે કંઈ લાભ થયો છે તેની પણ આનંદશંકર નોંધ લે છે. સુધારાવાળાઓની સેવાની કદર કરતાં આનંદશંકર જણાવે છે કે “કર્મકાંડથી અધિક એવા જ્ઞાનનું અને કર્તવ્યબુદ્ધિનું દ્વાર ઉઘાડવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org