________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
ધર્મનું સત્ય રહેલું છે તે એક જ છે. (ધર્મવિચાર-૧, પૃ.૫૮૪) આમ, વેદ પ્રામાણ્યને સ્વીકારનારા અને વેદ પ્રામાણ્યને ન સ્વીકારનારા બધાં દર્શનોની પરસ્પર અસર આનંદશંકરે સાચા અભ્યાસીની દષ્ટિએ પ્રમાણી છે.
આનંદશંકરના ધર્મતત્ત્વચિંતન વિષેના લખાણોની બીજી વિશિષ્ટતા તેમની મૌલિકતા છે. પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનનો આનંદશંકરે ઐતિહાસિક પદ્ધતિથી અભ્યાસ કર્યો છે પણ તેમનાં લખાણો માત્ર વર્ણનાત્મક જ નથી રહ્યાં, ચિંતનાત્મક પણ છે. પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનનું ઐતિહાસિક દૃષ્ટિએ નિરૂપણ કરતી વખતે તેમણે મૂળગ્રંથો અને તેમના પર થયેલા મહત્ત્વનાં વિવેચનોનો આધાર તો લીધો છે, પણ તે ઉપરાંત વિવિધ તત્ત્વની તારવણી અને તેમનું વિવેચન એમણે પોતાની સ્વતંત્ર દષ્ટિએ કર્યું છે. પૂર્વ અને પશ્ચિમના તત્ત્વવિચારની અદ્વૈતવેદાંતમાં પરિસમાપ્તિ અંગે આનંદશંકરે સ્વીકારેલા આધારો તેમનાં મૌલિક વિધાનો છે. આ ઉપરાંત ભગવદ્ગીતા ઉપરનાં તેમનાં લખાણોમાં ગીતાના તત્ત્વવિચારનું રહસ્યોદ્ધાટન પણ તેમણે ઘણી જ મૌલિક રીતે કરેલું જણાય છે. “યા યા હિ ધર્મસ્થ રત્નાનિર્ભવતિ ભારત....' એ ગીતાના પ્રસિદ્ધ શ્લોકનું ધર્મના વિશાળ અર્થમાં તાત્પર્ય પ્રગટ કરતાં આનંદશંકર તેને “મનુજ સંસ્કૃતિના ઈતિહાસનું આધ્યાત્મિક અર્થઘટન (Spiritual interpretation) કહે છે. ગીતા રચનાના ઉદ્દેશ અંગેનો આનંદશંકરનો આ મત તેમનું મૌલિક પ્રદાન છે. આ ઉપરાંત આનંદશંકર ધર્મ' શબ્દનો જે અર્થ કર્યો છે તે પણ મૌલિક છે. એ પૈકીનો એક અર્થ એમણે આપેલો છે એ નોંધપાત્ર છે. તેમના મતે “ધર્મ' શબ્દ અંગ્રેજીના Religion કરતાં વિશાળ અર્થનો બોધક છે. પરંતુ Civilization એ Religion કરતાં વધારે પાસેનો શબ્દ છે, પરંતુ એને પણ કેવળ ઐહિક અર્થમાં ન લેતાં, ઐહિક અને પારમાર્થિક ઉભય અર્થમાં લઈએ ત્યારે જ એ શબ્દ “ધર્મ' શબ્દની નિકટ પહોંચે છે. (ધર્મવિચાર- ૧, પૃ.૬૪૮)
આનંદશંકરના ચિંતનની ત્રીજી વિશિષ્ટતા એ છે કે આનંદશંકરનું માનસ પૂર્વગ્રહ-મુક્ત અને જાગ્રત સત્યશોધકનું છે. વસંત' પત્રના ઉદ્દેશને સ્પષ્ટ કરતાં એમણે લખ્યું છે :
સત્ય એ સર્વભૂતોનું અંતરતમ તત્ત્વ છે, એને બહાર તારવી કાઢવાનું છે, એટલું જ નહિ પણ સર્વભૂતો પણ સત્યનાં જ બનેલાં છે. (...) આ સત્યનું સંપૂર્ણ દર્શન કરવું હોય તો વિચારમાં અને સિદ્ધાંત (Abstracts thought)માં જ થઈ શકવાનું નથી, પણ ઉત્તમ સંસ્થાઓ (Institutions) રૂપે એને પરિણામ પામેલું જોવાની જરૂર છે. (...) એટલે –
(૧) સત્યસ્વરૂપ વિચાર (Abstract thought) નું, અને (૨) સત્યસ્વરૂપ સંસ્થાઓ (Institutions) નું અવલોકન કરવું; અને (૩) ધર્મને એમના મધ્યબિંદુ સ્થાને રાખવો એ ‘વસંત' નો મુખ્ય ઉદેશ છે.
(ધર્મવિચાર- ૧, ૫.૪૮૮),
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org