________________
૨૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
આ સંશય મૂળમાં શ્રદ્ધાત્મક જ હોવો જોઈએ. નહિ તો અનિષ્ટ સંભવે એમ પણ આનંદશંકર સ્વીકારે છે.
માનવ જીવનમાં ધર્મના ઉદ્ભવ અને વિકાસ અંગેના વિવિધ પરસ્પર વિરોધી મતોને આનંદશંકરે તટસ્થ બુદ્ધિથી તપાસ્યા છે. આ વિવિધ મતોને કૃત્રિમ ઠેરવી આનંદશંકર મનુષ્યને માટે ધર્મ એક સ્વાભાવસિદ્ધ તેમજ વિચારસિદ્ધ પ્રક્રિયા છે એમ સિદ્ધ કરે છે. ઈતિહાસમાં પ્રત્યક્ષ થતો મનુષ્ય સ્વભાવ જ એ સિદ્ધ કરે છે કે ધર્મના મૂળ મનુષ્યોની સહજ એવી ધાર્મિક વૃત્તિમાં છે. પરંતુ એ ધર્મ જો સ્વભાવ થકી જ સિદ્ધ હોય તો પછી ધાર્મિક થવાના પ્રયત્નો કરવાની શી જરૂર છે એવો પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે. આનો ઉત્તર આપતાં આનંદશંકર કહે છે કેઃ ધર્મ સ્વભાવસિદ્ધ છે એનો એમ અર્થ નથી કે સર્વે સરખી રીતે ધાર્મિક થયેલા છે. પણ એનો અર્થ એવો છે કે ધર્મવૃત્તિ સર્વમાં સ્વાભાવિક રીતે જ બીજરૂપે રહેલી છે.” (ધર્મવિચાર – ૧, પૃ. ૨૭૭) આ બીજભૂત શક્તિને સ્વાર્થત્યાગની વૃત્તિની મદદથી વિકસાવવી એ આપણા સહુનું કર્તવ્ય છે. સ્વાર્થત્યાગ એટલે સ્વ કરતાં અધિક પ્રદેશમાં આત્માની વિશાળતા અનુભવવી એવો અર્થ સ્વીકારી આનંદશંકર આ અનુભવનું બીજું નામ ધર્માચરણ છે એમ સિદ્ધ કરે છે. આમ, ધર્મનો પાયો સત્ય ઉપર છે, એ પાયો કૃત્રિમ નથી પણ સહજ છે અને એના આર્વિભાવમાં મુખ્ય હેતુ સ્વાર્થત્યાગ છે એમ આનંદશંકરનો નિર્ણય છે. મનુષ્યનો સ્વાર્થત્યાગ જેમ જેમ વધતો જાય તેમ તેમ ક્રમે ક્રમે ધર્મભાવનાનો વિકાસ થાય છે. ધર્મભાવના પ્રથમ આ ઈન્દ્રિયગ્રાહ્ય જડ જગતને, પછી આ ઉભયથી પર-વિશ્વની ન્યાયમય વ્યવસ્થા ખાતર સ્વીકારેલા -સ્વર્ગને, પછી ઉભયથી પર પણ જીવથી ભિન્ન માનેલા એવા સગુણ બ્રહ્મરૂપી બ્રહ્મલોકને અને આખરે જીવાત્માને પરમાત્માના સ્વરૂપથી ભરી નાખે છે. મનુષ્યમાં જો સ્વાર્થત્યાગની વૃત્તિ હશે તો ઉપરોક્ત ધર્મના આવિષ્કાર તેને આપમેળે આવી મળે છે. “બ્રહ્મનિર્વાણ'ને આનંદશંકર છેવટની ભૂમિકાનું સમર્પણ ગણે છે. આવા અનુભવને આનંદશંકર ‘રિતા રિ' આપનાર લેનાર ઉભય હરિ જ છે એવા ઊંડી સત્યતાથી ભરેલા અદ્વૈત અનુભવ તરીકે ઓળખાવે છે. આ રીતે ધર્મના વિકાસક્રમનું સર્વોચ્ચ સોપાન આનંદશંકર શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં પરિસમાપ્ત થતું દર્શાવે છે. શંકરાચાર્યના કેવલાદ્વૈત સિદ્ધાંતને આનંદશંકર માત્ર તત્ત્વજ્ઞાનીય સિદ્ધાંત નહિ પણ મનુષ્ય જાતિના ધર્મ તરીકે સ્વીકારે છે. અદ્વૈતવેદાંતના આ પરમસત્યને અનુકૂળ સમગ્ર જીવન જીવવું એને જ આનંદશંકર ધર્મ કહે છે. જ્ઞાનમાં અને ક્રિયામાં આનંદનું સિંચન કરનાર ધર્મ છે. ધર્મ વિનાના શુષ્ક જ્ઞાનમાં તથા કઠોર કર્તવ્યક્રિયામાં પણ કદાચ કોઈને આનંદ આવે ખરો, પણ તે સકારણ અને અબાધ્ય ત્યારે જ થાય કે જયારે સર્વત્ર જ્ઞાન પુર:સર બ્રહ્મભાવ વિસ્તરે. આ બ્રહ્મભાવ વિસ્તારવાનું કામ ધર્મનું છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સર્વ પુરુષાર્થમાં ધર્મને આનંદશંકર અગ્રસ્થાન આપે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org