________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૨૧
આધારે જ એમનું ધર્મવિષયક ચિંતન સમજી શકાય છે. વ્યવહારના મિથ્યા ખ્યાલોની તપાસ કરતા શાસ્ત્ર તરીકે તત્ત્વજ્ઞાનને સ્થાપી આનંદશંકર તેનો ધર્મ સાથેનો અવિરોધ સિદ્ધ કરે છે. ધર્મના સત્યો તપાસવા અને દૃષ્ટિગોચર કરવા એ તત્ત્વજ્ઞાનનું કાર્ય છે, જયારે તત્ત્વજ્ઞાનના સત્યો ઉપર વિશ્વ ટકી રહ્યું છે એમ બતાવવાનું કામ ધર્મનું છે. “ભારતીય તત્ત્વજ્ઞાન ચૈતન્યથી ભરેલો જીવંત પદાર્થ હોઈ, તેમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અવિરોધ સ્વાભાવિક તેમજ તાત્ત્વિક છે.” (ધર્મવિચાર-૧, પૃ.૨૧) એમ કહી આનંદશંકર તત્ત્વજ્ઞાન અને ધર્મનાં કાર્યોનો સમન્વય સાધીને બંનેની એકરૂપતા સિદ્ધ કરે છે.
ભારતીય પરંપરામાં ધર્મ શબ્દ વિવિધ અર્થમાં વપરાયો છે. આનંદશંકર ધર્મનો જે અર્થ સ્વીકાર્યો છે તેમાં જ ધર્મ અને તત્ત્વજ્ઞાનની અભિન્નતા સિદ્ધ થાય છે. ધર્મ એટલે જેના વડે આ બાહ્યજગત અને આંતરઆત્મા બંને ધારણ થાય છે તે તત્ત્વ એમ કહી આનંદશંકર જીવાત્મા અને બાહ્ય જગત બંનેના અધિષ્ઠાન તરીકે ધર્મને સ્વીકારે છે. વળી આ અધિષ્ઠાનને આનંદશંકર તત્ત્વરૂપે ઓળખાવે છે. તેમને મન ધર્મ એ જ સત સ્વરૂપ છે. તેથી સર્વના મૂળમાં ધર્મ છે એમ સિદ્ધ થાય છે. ધર્મને આનંદશંકર સમગ્ર જીવનવ્યાપી દષ્ટિ કહે છે. જે આપણા સમગ્ર વ્યવહારને વ્યાપી તેને શુદ્ધ અને જીવંત બનાવે છે. આનંદશંકરની ધર્મ અને વ્યવહારની દૃષ્ટિ એમની જગત અને પરમાત્માની દિષ્ટિ સાથે સંપૂર્ણ સામ્ય ધરાવે છે. પરમાત્મા આ જગતથી પર હોવા છતાં તેમાં વ્યાપેલો છે તેમ ધર્મદષ્ટિ વ્યવહારથી પર હોવા છતાં તેમાં વ્યાપેલી જ છે એમ આનંદશંકરનો નિર્ણય છે. તેઓ કહે છે “વ્યવહારનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ છે તેનું ટૂંકું નામ ધર્મ છે. એટલે જ્યાં જ્યાં વ્યવહાર ત્યાં ત્યાં ધર્મ એ નિયમ સ્વતઃસિદ્ધ છે.” (ધર્મવિચાર-૧, પૃ.૩)
આમ જ્યાં જ્યાં વ્યવહાર ત્યાં ત્યાં ધર્મ એમ કહી આનંદશંકર ધર્મને મનુષ્યને માટે સ્વભાવસિદ્ધ તેમજ આવશ્યક માને છે. કારણકે ધર્મ મનુષ્યના સમગ્ર વ્યવહારને વ્યાપીને રહેલો છે.
બાહ્યજગત અને અંતરાત્મા બંનેના અધિષ્ઠાનરૂપે ધર્મ સર્વને ધારણ કરનાર પરમતત્ત્વ બને છે. આ દૃષ્ટિએ ધર્મ એ ચેતનનો પર્યાય છે. ધર્મના વિષયમાં શ્રદ્ધા અને શંકાનું સ્થાન આનંદશંકરે પ્રમાણ્યું છે, જે મનનાત્મક છે. આત્મજ્ઞાનના માર્ગમાં સંશય અવરોધરૂપ મનાય છે. શ્રદ્ધા એ જ પરમપુરુષાર્થ સિદ્ધ કરવાનું મુખ્ય સાધન છે. આમ છતાં જો શ્રદ્ધાના ઉપયોગ પર વિવેક કરવામં આવે છે. તે અંઝામાં સંશપમાં પરિણમે છે. આ સંદર્ભi. આત્મજ્ઞાનને અનુકૂળ શ્રદ્ધાનું સ્વરૂપ આનંદશંકરે સ્પષ્ટ કર્યું છે. જ્ઞાન અને નીતિના ક્ષેત્રમાં રહેલી મનુષ્યની શ્રદ્ધા આત્મજ્ઞાનને અનુકૂળ છે એવો આનંદશંકરનો નિર્ણય છે. ચેતનની શ્રદ્ધા સકારણ અને વિવેકજન્ય હોય છે. જયારે ગમે તે વસ્તુને કે ગમે તે વાક્યને વગર વિચાર્યે વળગવું તેને તેઓ જડશ્રદ્ધા તરીકે ઓળખાવે છે. જ્ઞાનમૂલક શંકા ઈચ્છવાયોગ્ય છે. પ્રશ્ન થવા જ ન દેવો એ એક પ્રકારની જડતા છે એમ કહી આનંદશંકર શંકાનું રચનાત્મક પાસું સ્વીકારે છે. પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org