________________
૨૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
એમાંથી જ નિષ્પન્ન થતી દર્શાવે છે. કેવળ ત્યાગબુદ્ધિને કર્તવ્યભાવનાનું સારભૂત રહસ્ય કે બીજ માનવું યોગ્ય નથી. ત્યાગબુદ્ધિમાંથી કર્તવ્યભાવના નિષ્પન્ન કરીએ તો સ્વપ્રતિ કોઈપણ પ્રકારનું કર્તવ્ય સંભવે નહિ, અને છતાં અનિષ્ટ સ્વાર્થના ત્યાગને અદ્વૈતવેદાંતમાં પૂરો અવકાશ છે, કેમકે એ દ્વારા પરોક્ષ અભેદ અપરોક્ષ થાય છે, જે સ્વના ત્યાગથી શુદ્ધ સ્વનો અનુભવ થાય તે જ વેદાંતીને ઈષ્ટ છે. આવો આત્માનંદ પરાર્થવિરોધી નથી, પરાર્થ ઉપપાદક છે, એમ આનંદશંકરનો મત છે.
આ પ્રમાણે અદ્વૈતવેદાંતને આનંદશંકર નીતિનો વિશાળ અને ગંભીર પાયો ગણાવે છે. અદ્વૈતવેદાંતનું વિવરણ કરી તેમણે ધર્મચિંતનમાં અને ખાસ કરીને નીતિ વિષયમાં તેનો સુંદર વિનિયોગ કરી બતાવ્યો છે.
પ્લેટોથી સ્પેન્સર સુધીના પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિકાસને આનંદશંકરે સમીક્ષાત્મક અભિગમથી તપાસ્યું છે. પાશ્ચાત્ય જગતના સત અધિષ્ઠાન સત પરત્વેના સર્વ સિદ્ધાંતોનું છેવટનું સમાધાન શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં રહેલું છે એવો આનંદશંકરનો નિર્ણય છે. શંકરાચાર્યના માયાવાદમાં આનંદશંકર તત્ત્વવિચારની વિકાસ પ્રક્રિયાનું સર્વોચ્ચ બિંદુ નિહાળે છે અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની ભવિષ્યની અંતિમ ભૂમિકા રૂપે એને પ્રસ્થાપે છે. આ ઉપરાંત તાત્ત્વિક રીતે કેવલાદ્વૈત વેદાંતને ભૌતિક વિજ્ઞાનનો કેટલોક ટેકો અમુક અર્થમાં મળે છે તેની પણ આનંદશંકરે તુલનાત્મક તપાસ કરી છે. જડવાદની સામે ચૈતન્યવાદ અને એમાંય ખાસ કરીને શંકરાચાર્યના કેવલાદ્વૈતના મતનું સમર્થન કરી આનંદશંકર કેવલાદ્વૈતને વધુ તાત્ત્વિક અને વધુ વાસ્તવિક ભૂમિકાએ લાવવાનો પ્રયત્ન કરે છે. આ સમગ્ર વિવરણમાં આનંદશંકરની એક ઉત્તમ દાર્શનિક તરીકેની ઝાંખી થાય છે.
તત્ત્વજ્ઞાનના પ્રયોજન અંગેના આનંદશંકરના વિચારો મનનાત્મક છે. તત્ત્વજ્ઞાન તત્ત્વજ્ઞાન ખાતર તો છે જ, પણ આનંદશંકર તેને વ્યવહારમાં પણ ઉપકારક માને છે. વ્યવહારના પ્રશ્નોનો આખરનો અને કાયમી નીવેડો તેમના મતે તત્ત્વજ્ઞાનની ઊંચી ભૂમિકા ઉપર જ શક્ય છે.
આ વૈજ્ઞાનિક યુગમાં તત્ત્વજ્ઞાનનું સ્થાન બતાવતાં આનંદશંકર સંસ્કૃતિને ટકવાની આવશ્યક પરિસ્થિતિની કિંમત (Value) આંકનાર શાસ્ત્ર તરીકે તત્ત્વજ્ઞાનને પ્રમાણે છે. શ્રી રસિકલાલ પરીખ આનંદશંકરની સમગ્ર તત્ત્વવિચારણાનો સાર કરતાં લખે છે : “આનંદશંકરે એમની તત્ત્વમીમાંસાની મથામણમાંથી જે નવનીત કર્યું તે બે શબ્દોમાં આવી જાય છે. : ‘સત્ય અને પ્રેમ” ”(સંસ્કૃતિ - માર્ચ, ૧૯૬૯, પૃ. ૧૦૩)
આનંદશંકર ધર્મ અને તત્ત્વજ્ઞાનને અભિન્ન માને છે. તેથી તેમના તાત્ત્વિક દષ્ટિબિંદુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org