________________
પરિશિષ્ટ ૨
૨૯૧
ભ.૬
ભ.૭
.
પાંડવ પણ ગ્રહી રહ્યા, અસામર્થ થઈ રહ્યા, હતા સામર્થ પણ વચને ચાલ્યા; સતી તણાં ચીર હર્યા પાંચે વન પરવર્યા, દુષ્ટ દુર્યોધન મો'લુંમાં માલ્યા. કરણ પાસે જાચવા કૃષ્ણજી આવિયા, વિઠ્ઠલે વિપ્રનું રૂપ લીધું; બાણની સજ્જા કરી તેણે સમે આવ્યા હરિ, રક્ત ધોઈ રેખુંનું દાન દીધું. સમન ને મેજન બે સંતના ઓલગુ, મોટી દશામાં જેણે મન ગાળ્યાં; અપત્ત આવી ઘણી તે સમે આવી બણી, શીશ અર્પણ કરી સત્ય પાળ્યાં. શેઠ સગાળને બાળ વૈધાવિયું, ધણી પધાર્યા જ એ ધર્મ જોવા; નર ને નારી મળી ખાંડવા બેઠાં વળી, કો, સત્યવાદી બેસે કેમ રોવા ! ચોરાસી મતમાં સત્ય એમ પાળવું, તા ચાર જુગમાં તેને કોણ લોપે; ભોજલ ભક્તિનું રૂપ બહુ ભાતનું, આ લોક પરલોકમાં એ જ ઓપે.
ભ.૮
ભ.૯
ભ. ૧૦
-ભોજો
કાવ્ય : ૨
“દિવ્ય પ્રભાત” જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
જા, ટેક, પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યાં રે વળગી; ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિ રે અળગી. જા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org