________________
પરિશિષ્ટ ૨ વાર્તિકોમાં આવતાં કાવ્યો
ભ. ૧
ભ. ૨
કાવ્ય : ૧
“દેવાસુર-સંગ્રામ” ભક્તિને મોરચે ભડ કોક ગમે, રણસંગ્રામે પદ કોક રોપે; સત્યપણું પારખું જુએ જ્યારે શામળો, દુઃખ સુખ નાવે મરની ! દૈવ કોપે. પ્રથમ સતયુગમાં પ્રલાદને પીડિયો, ભીડિયો થંભ તે લોહ તાતો; (તોય) ધીર નવ ધડકિયો ભયથી નવ ભડકિયો, થડકિયો શેષ રૈલોક્ય જાતો. મોરધ્વજને વેરતાં મે'ર નાવી માવને, ઝેર આપ્યું તે બધી જગત જાણે; કહો શિર ઉપર કરવત મેલાવિયાં, એક કોરે દીકરો ને વહુ બેય તાણે. શહેર છોડી ચાલિયાં મેલ્યાં મંદિર ને માળિયાં, રામી રોહીદાસ ને હરિશ્ચંદ્ર રાજા; ભક્તિને કારણે ચૂપચને બારણે, નરપતિ નીર ભર્યું ન મેલી માઝા. બળી સાથે છળ કર્યો, વામન થઈ પરવર્યો, આગળ આવી કરગર્યો ભૂમિ માગી; શુક્રાચાર્યે વારિયો તોય હૈયેથી નવ હારિયો, રાખિયો ધર્મને તન ત્યાગી.
ભ.૩
ભ. ૪
ભ. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org