________________
આનંદશંકરની ચિંતનપ્રતિભા
જે સારું હોય તેને અપનાવે છે, અને જેમની પાસે પોતાની સમજ નથી હોતી તેઓ બીજાના સમજાવ્યા પ્રમાણે માની લે છે.”
૨૮૩
પુરાતન માત્ર શ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે એવી અતીત ઝંખા હિંદુધર્મ અને તત્ત્વજ્ઞાન માટે સહેજ પણ ઈષ્ટ નથી એવું આનંદશંકર સ્વીકારે છે. પ્રાચીન જ્ઞાનના આલયને સ્વચ્છ કરવાની અત્યંત આવશ્યકતા છે. તે સ્પષ્ટપણે જણાવે છે કે આપણા ઈતિહાસની ચઢતી-પડતીના સમયમાં આપણા, આ જ્ઞાનના પ્રાચીન,વિશાળ મંદિરને આપણે સાફસૂથરું રાખી શક્યા નથી. એમાં અજ્ઞાનનાં પુષ્કળ જાળાં બાઝયાં છે. સેંકડો વર્ષોની ધૂળ તેના પર બાઝેલી છે. અણસમજુ કડિયાના હાથે તેનું સૌંદર્ય વિલાઈ ગયેલું છે. એટલે ભારતીય ધર્મ અને તત્ત્વજ્ઞાન, પરંપરા અને તેના અનુરાગની પરિષ્કૃતિ એ આનંદશંકર અત્યંત અનિવાર્ય આવશ્યકતા તરીકે ઘટાવે છે. કારણ, મહત્ત્વની વસ્તુ એ બૌદ્ધિક સમજણ છે અને આ બૌદ્ધિક સમજણની દીપ્તિથી એ સ્પષ્ટ સમજાય છે કે : “હિંદનું તત્ત્વજ્ઞાન એક જૂનું જડી આવેલું હાડપિંજર નથી. પણ વેદકાળથી ચાલી આવેલો ચૈતન્યથી ભરેલો અને નિત્ય વિકસતો જતો એક જીવંત પદાર્થ છે. તેથી, એના શરીરનું વર્ણન કરવા કરતાં એના આત્માનું પ્રાકટ્ય કરવા ઉપર અધિક ધ્યાન આપવું જોઈએ.” (ધર્મવિચાર-૧, પૃ.૫૫૩)
આમ, આનંદશંકરના મતે ભારતીય તત્ત્વજ્ઞાન, એક જીવંત પરંપરા છે. આ જીવંતતા એ તેની સ્વચિંતનશીલતાની નીપજ છે. એટલે ભારતીય તત્ત્વજ્ઞાનમાં પૂર્ણવિરામ શક્ય નથી, એ સતત ગતિશીલ પ્રવાહી વિચાર પરંપરા છે. આ વિચાર પરંપરાનો અનુબંધ જીવન પંરપરા સાથે છે. આથી ભારતીય ચિંતનના ઈતિહાસમાં જ્યારે જ્યારે સ્વ-ચિંતનશીલતામાં ઓટ આવી છે ત્યારે ત્યારે સ્પષ્ટપણે જીવન પરંપરામાં જરઠતા અવશ્ય આવી છે. આ જરઠતાને ખંખેરવાનું અને તેમાં પ્રાણ પૂરવાનું કામ તત્ત્વજ્ઞાનનું છે. એ કાર્ય ભારતીય પરંપરાએ સુપેરે નિભાવી અને પોતાની જીવંતતાની પ્રતીતિ અવશ્ય આપી છે.
સામ્પ્રત સમય એ આનંદશંકરના મતે એવો જ સમય છે જેમાં ભારતીય માનસના ચિંતન સામર્થ્યની, સ્વચિંતનશીલતાની, સર્વગ્રાહી જીવનદર્શનની અનિવાર્યતા છે. આ અનિવાર્યતાને કઈ રીતે ભારતીય માનસ નિભાવી શકે ? પોતાની સ્વચિંતનશીલતાથી તેને કેવી રીતે સંસ્કારી શકે ? ભારતીય ચિંતનને કઈ રીતે જીવંત રાખી શકાય? એની પ્રતીતિ આપણને આનંદશંકરના તત્ત્વચિંતનમાં જોવા મળે છે.
પશ્ચિમથી પ્રભાવિત, કંઈક અંશે અંજાયેલું ભારતીય માનસ પોતાના ભૂતકાળને, તેના સાતત્યને કઈ રીતે નિભાવી શકે, તેનું પ્રત્યક્ષ ઉદાહરણ આનંદશંકરનું ચિંતન છે. આનંદશંકર વર્તમાન સાથે છેડો ફાડ્યા વગર અતીતને, પરંપરાને-ભારતીય પરંપરાને, સાચવે છે. તેની જીવંતતાને તેઓ અંકે કરે છે. પ્રશિષ્ટ ભારતીય ચિંતન પરંપરા તેમના વિચારોમાં જીવંતરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org