________________
૨૮૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ દર્શન અને ચિંતન
જોવા મળે છે. આ અર્થમાં એ પશ્ચિમે પોખેલા વિદ્વાન નથી, કારણ પશ્ચિમમાં પૌર્વાત્ય વિદ્વાન એટલે પૂર્વ અંગે યુરોપના સામૂહિક દિવાસ્વપ્રોને વર્ણવનાર. જેમાં પૂર્વની કથાઓ, પુરાણકથાઓ તેની રહસ્યમયતા જેનો અંકોડો સામ્પ્રત જીવનમાં મળતો જ ન હોય. તાત્પર્ય એ કે પશ્ચિમના જ્ઞાનના જેવી વ્યાપકતા અને નિશ્ચિતતાનો જેમાં અભાવ છે એ પૌર્વાત્ય. આનંદશંકર આ પ્રકારના વિદ્વાન નથી. તેઓની એ દઢ પ્રતીતિ છે કે, પૂર્વ અને પશ્ચિમની જ્ઞાન અને ચિંતન પરંપરા અલગ છે અને પરિહાર્ય છે. પશ્ચિમ જ્ઞાનને પ્રતિનિધાનના રૂપમાં જ જુએ છે. આ સંદર્ભમાં સુદિત કવિરાજ જણાવે છે કે, પાશ્ચાત્ય જ્ઞાનવ્યવસ્થા જે ચકાસણી પ્રક્રિયા પર અવલંબિત છે તે ભારતીય પરંપરાગત જ્ઞાનવ્યવસ્થાને મૂળસોતી અમાન્ય ગણે છે. એટલે કે તેને જ્ઞાનવ્યવસ્થા તરીકે જ અપદસ્થ ગણે છે. “Modern knowledge systems in their operations outside the west, resorted to rejecting them wholesale, in a far more comprehensive fashion.” (The sudden Death of Sanskrit knowledge, pp.119-42.)
આની સામે આનંદશંકર જેવા ભારતીય વિદ્વાનો જણાવે છે કે આ આક્ષેપ ખોટો છે. તેમના મતે ભારતીય ચિંતકનો એ સ્વધર્મ છે કે પોતાની પરંપરાને, પોતાની જ્ઞાનવ્યવસ્થાને સુપેરે સમજવી અને એ રીતે ભારતીય પરંપરા અંગે પશ્ચિમના અજ્ઞાનને દૂર કરવું. પાશ્ચાત્ય પરંપરાથી અલગ જ્ઞાનવ્યવસ્થા ધરાવતી એવી ભારતીય જ્ઞાન પરંપરા છે. તેને દઢાવવાનો આનંદશંકર પોતાના સમગ્ર ચિંતનમાં પ્રયત્ન કરે છે. આ ચિંતકધર્મ આનંદશંકરે પોતાના તત્ત્વચિંતન અને ધર્મ અંગેના લેખોમાં સ્પષ્ટપણે આદરેલો છે. આ દ્વારા તેમણે ભારતીય વિચાર પરંપરાને સંસ્થાપી છે.
સંસ્થાનકાલીન ભારતીય ચિંતન અંગે એવા વિચારો વ્યક્ત થયા છે કે ભારતીય ચિંતન વ્યવસ્થા હતી, પરંતુ સંસ્થાનવાદે તેને નષ્ટ કરી. આવું માનનાર ચિંતકોમાં સુદિત કવિરાજ (૨૦૦૫), મીશેલ ડમેટ (૧૯૯૬), દયાકૃષ્ણ (૧૯૯૬) અને કાલિદાસ ભટ્ટાચાર્ય (૧૯૮૨) જેવા ચિંતકોનો સમાવેશ થાય છે. તો શેલ્ડન પોલોક (૨૦૦૧) જેવા ચિંતક એવો અભિપ્રાય વ્યક્ત કરે છે કે સંસ્કૃતનું મૃત્યુ લાંબા ગાળાના સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય પરિવર્તનોનું પરિણામ છે.
પોલોક, સંસ્કૃતના મૃત્યુ માટે. (૧) રાજકીય વ્યવસ્થાઓમાં ઉથલપાથલ. (૨) સાહિત્યિક અને સાંસ્કૃતિક અસ્મિતા ધરાવતી પ્રાદેશિક નવી ભાષાઓનો ઉદય અને
તેની સ્પર્ધા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org