________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
આ પીઠિકાના પરિણામે આનંદશંકરના તત્ત્વચિંતનમાં આત્યંતિકતાનો અભાવ જોવા મળે છે. આત્યંતિકતાને તેઓ વૈચારિક જાડ્ય તરીકે જુએ છે. આથી તેઓ કેવળ પરાત્પરવાદી દિષ્ટ ધરાવતા નથી, જેમાં ઈહલોકનો વિચ્છેદ હોય. કારણ આનંદશંકર તત્ત્વજ્ઞાનને ગૂઢવાદથી અને તેના પ્રભાવથી સ્પષ્ટપણે દૂર રાખવા ઈચ્છે છે. ગૂઢવાદી અનુભૂતિ એમને ગ્રાહ્ય છે. પરંતુ ગૂઢવાદ પોતાની રહસ્યમયતામાં ચિંતનશીલતાને ગ્રસી લે તે આનંદશંકરને માન્ય નથી. અનુભૂતિ પણ વિચાર દ્વારા વિચારની એરણ પર રસાયેલી અને કસાયેલી હોવી જોઈએ એમ તેઓ દઢપણે માને છે.
૨૮૨
એટલે વેદાંતદર્શનના એમણે કરેલા સ્વીકારમાં મતાગ્રહિતાનો સંસ્પર્શ નથી. એ એમના વૈચારિક નિષ્કર્ષનું પરિણામ છે. એમની તાત્ત્વિક સ્વતંત્રતા છે, જે શ્રદ્ધા નહીં પરંતુ વિચાર દ્વારા પોષાયેલી છે. આમ તેમની શ્રદ્ધા- અદ્વૈતવેદાંતમાં તેમણે મૂકેલી શ્રદ્ધા-વિચાર દ્વારા પોષાયેલી અને પુષ્ટ થયેલી શ્રદ્ધા છે.
આનંદશંકરનું તત્ત્વચિંતન કેવળ ઈહવાદી નથી, કેવળ જાગતિકતા એ વિચારનું નિર્ણાયક પરિબળ બની શકે નહીં એમ તેઓ માને છે. તેમના ચિંતનમાં જગતનો પણ તાત્ત્વિક રીતે વિચાર થયેલો છે. તેમનું ચિંતન, જગતને અને જગતના અનુભવોને જ અંતિમ માનતું નથી. તેમના મતે જગતના અનુભવો એ ચિંતનનું પ્રથમ પગથિયું છે. જીવનની અને જગતની પરિસમાપ્તિ આ પ્રથમ પગથિયે થઈ જ શકે નહીં એ વાત આનંદશંકર પોતાના વિવિધ નિબંધોમાં વિધાયક રીતે પ્રસ્થાપે છે. આમ આનંદશંકરનું તત્ત્વચિંતન પરાત્પરતાવાદ અને ઈહવાદ બંન્નેની આત્યંતિકતાને ત્યજીને જીવનમાં પરાત્પરતાની અનુભૂતિને પ્રાધાન્ય આપે છે. એટલું જ નહીં, તેને તેઓ તત્ત્વજ્ઞાનનું ઈષ્ટ કર્તવ્ય ગણે છે. અર્થાત્ પરાત્પર અનુભૂતિઓ જીવનમાં અને જીવન દ્વારા પાંગરવી જોઈએ એમ તેઓ માને છે. ભારતીય તત્ત્વચિંતન માટે, સામ્પ્રત જીવનના સંદર્ભ માટે, આ પ્રકારનું તત્ત્વચિંતન એ આનંદશંકરે પ્રસ્થાપેલો અને પ્રતિષ્ઠિત કરેલો પ્રકલ્પ છે. આ પ્રકલ્પ તેમની સમગ્ર વિચારદષ્ટિમાં અને વિચારસૃષ્ટિમાં સાર્વત્રિક રીતે વ્યાપ્ત છે.
આનંદશંકરને આપણે કેવળ પરંપરાવાદી કે પુરાતનવાદી તરીકે જોઈ શકીશું નહીં. તેઓ તો માલવિકાગ્નિમિત્રમાં કાલિદાસે લખ્યા પ્રમાણે સ્પષ્ટપણે માને છે કે,
पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम् । सन्तः परीक्ष्यान्यतरद्भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः || (માલવિામ્નિમિત્રમ્ -પ્રથમ અંક, શ્લોક-૨)
અર્થાત્ “પૂરાતન હોવાથી બધું સારું હોય છે એવું નથી અને નૂતન હોવાથી બધું ખરાબ હોય છે એવું પણ નથી. સમજદાર લોકો બંનેના ગુણ અને દોષને પૂર્ણરૂપે વિચારીને તેમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org