________________
૨૮૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
આ સૈદ્ધાંતિક સ્વીકાર છતાં તેઓ અંગોના પૃથક પૃથક્ અવલોકન દ્વારા હિંદુધર્મનું સ્વરૂપ નિરૂપે છે પરંતુ એકબીજા અંગોના પ્રકાશમાં હિંદુધર્મના સ્વરૂપને અવલોકવાનો પુરુષાર્થ માંડી વાળે છે. તેઓ હિંદુધર્મને ક્રમાનુસારી અને પૃથફ પૃથફ રીતે અવલોકે છે. આમાં તેમનો હેતુ સ્પષ્ટપણે સાતત્યબોધનો છે. આમ તેમના હિંદુધર્મદર્શનના અવલોકનમાં તેમણે પોતે સ્વીકારેલ પરસ્પરાવલંબિતા - એકબીજાના પ્રકાશમાં અવલોકવાથી પ્રાપ્ત થતું સ્વરૂપ દર્શન જોવા મળતું નથી. તેમના અવલોકનમાં હિંદુધર્મનો ઈતિહાસ ચોક્કસપણે વણાયેલો છે. તેમ છતાં હિંદુધર્મનું સર્વગ્રાહી આકલન ઉપસતું નથી. આવું સર્વગ્રાહી આકલન આનંદશંકર જેવા વિદ્વત પુરુષ ન કરી શકે એમ નથી, પરંતુ કર્યું નથી એ પણ એટલી જ સત્ય હકીકત છે. આ એક ઊણપ તેમના હિંદુધર્મના નિરૂપણમાં જોઈ શકાય છે. બધા જ ધર્મોનો આનંદશંકરે એક ચુસ્ત વિશ્લેષક દૃષ્ટિથી પૃથક પૃથફ અભ્યાસ કર્યો અને પ્રત્યેક ધર્મનું મૂળગામી વિશ્લેષણ કર્યું. આ દ્વારા તેમની સર્વધર્મ અંગેની પાયાની નિસ્બત, સર્વધર્મના હાર્દને રજૂ કરવાનો કસબ જોવા મળે છે. આનંદશંકર પોતે આ નિરૂપણને આધારે ધર્મનું સર્વગ્રાહી સામાન્ય સ્વરૂપ ઉપસાવવા માગતા હતા. પરંતુ આવું ધર્મનું સર્વગ્રાહી આકલન તેઓ રજૂ કરી શક્યા નથી. એમના જેવા સશક્ત વિદ્યાવ્યાસંગીએ જો આ કામ કર્યું હોત તો ધર્મોની મૂળગામી સમજમાં ઘણો મહત્ત્વનો વધારો થાત. આપણે એક ધર્મને બીજા ધર્મના પ્રકાશમાં જોતા થયા હોત અને એ રીતે ધર્મની સાચી સમજ પ્રાપ્ત થઈ શકી હોત. આ સમજ દ્વારા ધર્મમાત્રનું સાચું હાર્દ પ્રફુટિત થઈ શકર્યું હોત. આ પ્રકલ્પ કેવળ ભારત નહિ પરંતુ સમગ્ર માનવજાત માટે ઉપકારક નીવડ્યો હોત. પરંતુ આ કાર્ય તેઓ કરી શક્યા નથી એનો આપણે એક હકીકત તરીકે સ્વીકાર કરવો જોઈએ.
આમ છતાં ધર્મ અંગેના પોતાના પૃથક પૃથક અભ્યાસના અંતે તેઓ પ્રત્યેક ધર્મમાં પરસ્પર રહેલા કેટલાક મિલનબિંદુઓ દર્શાવી શક્યા છે. પરંતુ આ મિલનબિંદુઓ દ્વારા ધર્મના સમગ્ર સ્વરૂપનું આકલન પ્રાપ્ત થતું નથી.
D D
D
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org