________________
સાહિત્યચિંતન
૨૬૯
આલેખાયેલું હોય એવું કાવ્ય જગતના મહાન મહાકાવ્યની શ્રેણીમાં આવી શકતું નથી - તથાપિ એ કાવ્ય તો ગણાય જ છે. પરંતુ જે કાવ્ય પ્રધાનપણે ઉપદેશ જ કરે છે અને જીવનના સ્વરૂપનું આલેખન કરતું નથી તે કાવ્ય તો કાવ્યના નામને જ પાત્ર નથી. નીતિનો ઉપદેશ કરવો કે જીવનના કોયડા ઉકેલવા એ કામ સરસતાનો ભંગ કર્યા વગર પણ બની શકે તો કરવું. પણ જીવનના મહાપ્રશ્નો એનું નિરાકરણ કર્યા વગર પણ- એની સંપૂર્ણ વિકટતામાં પ્રગટ કરવા અને એ રીતે જીવનનું ગાંભીર્ય અનુભવવું-એ આનંદશંકરના મતે કવિનું મુખ્ય કર્તવ્ય છે.
(૨) સાહિત્યવિચાર (૧) સાહિત્ય અને જીવન (૨) સાહિત્ય અને ભાષા (૩) સાહિત્ય અને વિવેચન
(૪) સાહિત્ય અને રાષ્ટ્ર (૧) સાહિત્ય અને જીવન
જીવન એટલે શું ? આ એક તાત્ત્વિક પ્રશ્નથી આનંદશંકર સાહિત્ય અને જીવનના સંબંધની માંગણી કરે છે. જીવનનો સંદર્ભ મનુષ્ય સાથે છે. એટલે પ્રશ્ન મનુષ્ય શું છે ?તેનો છે. ‘મનનાર્ મનુષ્ય: I' - મનુષ્ય તે છે જે મનન કરે છે. જે પોતાના અને અન્યના મનને સમજવા માટે ઊંડો ઊતરે તે મનુષ્ય. કવિ પાસે પણ આ મનનશીલતા અપેક્ષિત છે. કવિએ બાહ્ય તેમજ અંતરના પડ ઉકેલીને વાંચવા જોઈએ. જીવનના ત્રણ પડ છે. તેને આધારે આનંદશંકર જીવનના ત્રણ પ્રકાર પાડે છે : (૧) તત્કાલીનજીવન (૨) ચિરંતન જીવન, (૩) સનાતન જીવન. (૧) તત્કાલીન જીવન :
જ્યાં કેવળ સપાટી ઉપર જ દૃષ્ટિ ફરતી હોય. કવિ આ સપાટી ઉપરના જીવનને સરળતાથી ગ્રહણ કરી શકે છે. જીવનની આ સપાટી ઉપરની ચિત્રાવલી તેની પરિચિતતાને કારણે આપણને આનંદ આપે. અહીં કેવળ જીવનની માહિતી જ હોય છે. એ સપાટી ઉપર વહેતું જીવન છે. (૨) ચિરંતન જીવન :
ચિરંતન જીવન એ દીર્ઘકાળ સુધી ટકી રહેતું જીવન છે. મનુષ્યના સામાન્યભાવો અને તેના વિશાળ જ્ઞાનથી એ ભરેલું હોય છે. એ લાંબા કાળ સુધી ટકી શકે એવી સાહિત્ય રચના કરતું હોય છે. આવું સાહિત્ય યુગો સુધી ચાલે છે એટલું જ નહિ તેના બળે અન્ય યુગ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org