________________
૨૬૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
પ્રદેશમાં આવે છે અને તે એના લક્ષણભૂત ધર્મો છે. એમાંથી વૃત્તિનો વેગ, સ્વચ્છન્દ, ધાબ્દર્ય, બંડ, પ્રણાલીભંગ-કલામાં કે નીતિમાં એ પણ એવા જ બીજા લક્ષણભૂત ધર્મોનો
સમૂહ છે.” 222-1 zuuhdl : (Relativity)
રસ (Subjective) વાચકના હૃદયમાં રહેલો છે, તેમ એ વસ્તુગત (Objective) પણ છે; અર્થાત્ એ સર્વથા કાલ્પનિક હોઈ વાચકના હૃદયની અપેક્ષા કરે છે એમ નથી; કિન્તુ વસ્તુગત છે, પણ વસ્તુગત હોઈને પણ એ સર્વને સર્વકાળે અને સર્વસ્થળે પ્રતીત થાય એમ હોતું નથી. તેટલા માટે આનંદશંકર રસને સાપેક્ષ (Relative) કહે છે. રસશાસ્ત્રના સિદ્ધાંતોમાં જોવા મળતા સાંકડા અને જડ વિચારોને આનંદશંકર અયોગ્ય ઠરાવે છે. જો કે સાપેક્ષના સિદ્ધાંતનો અર્થ આનંદશંકર એવો નથી કરતા કે સઘળી કૃતિઓ સરખી છે.
“નાની કે મોટી ઘણી કૃતિઓ ભોક્તાને સમયવિશેષ, પ્રસંગવિશેષ અને મનની અમુક સ્થિતિમાં આનંદ આપી શકે છે. જો કે એ કૃતિઓની સરસાઈનો તારતમ્ય, રસાનુકૂલ વસ્તુની યોજના વગેરે કલાનાં તત્ત્વો ઉપર આધાર રાખે છે. આમ હોઈ, કૃતિઓની વસ્તુગત (Objective) સરસાઈ લુપ્ત થતી નથી અને તે જ સાથે ભોક્તા વિવિધ કૃતિમાં આનંદ લઈ શકે છે. (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૨૮, ૨૯).
આમ, અલગ અલગ કાવ્યોમાં જુદે સમયે અને જુદી જુદી હૃદય અને મનની સ્થિતિમાં આનંદ આવી શકે છે. આ આનંદ લેવાની શક્તિ ઉત્પન્ન કરવી અને વધારવી જેને આનંદશંકર રસવૃત્તિની કેળવણી કહે છે. આ કેળવણીથી પરસ્પર વિરુદ્ધ ધર્મોવાળી કૃતિઓમાંથી પણ આનંદ લેવાનું શક્ય બને છે. આ પ્રમાણે રસવૃત્તિની ઉદારતા કેળવવાથી આપણો સાહિત્યનો આનંદ આપણે દ્વિગુણ કરી શકીએ છીએ. કવિતા અને ઉપદેશ
ધર્મ અને નીતિ આત્માની ઉન્નતિ સાધનારાં તત્ત્વો છે. આનંદશંકર ધર્મ અને નીતિને રસ કે શુદ્ધઆનંદને રસાભાસની કક્ષાએ પહોંચતો અટકાવવા માટેના બે બળ તરીકે સ્વીકારે છે. આ સંદર્ભમાં જગતનાં મહાન કાવ્યો વિષે પોતાનો મત વ્યક્ત કરતાં આનંદશંકર કહે છે : “જગતનાં મહાન કાવ્યો તો તે જ ગણાયાં છે કે જેણે મનુષ્યનો જીવનપથ ઉજાળ્યો છે, એની સંસ્કૃતિને ઉન્નત ભાવનાથી પોષી છે, દીપાવી છે, એક પગલું એને આગળ ભરાવ્યું છે.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૧૧૪).
જો કે ઉપદેશને આનંદશંકર કવિતાનું પ્રધાન લક્ષણ માનતા નથી. તેમના મતે જેમાંથી જીવનના સ્વરૂપના પ્રયોજન સંબંધે કાંઈ જ ઉપદેશ પ્રાપ્ત ન થાય અને માત્ર જીવનનું ચિત્ર જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org