________________
સાહિત્યચિંતન
૨૬૭
(૨)
એમ નથી. કલાસિકલમાં રોમેન્ટિકની લહેર અને રોમેન્ટિકમાં કલાસિકલની લહેર વ્યાપ્ય થયેલી જોવા મળે છે. આ માટે તેઓ કાલિદાસના શાકુન્તલનું ઉદાહરણ આપે છે. તેઓ જણાવે છે કે “શકુન્તલાનો જન્મ અને આશ્રમમાં ઉછેર રોમેન્ટિક છે, આ “વનલતા'નું રાજા સાથે પરણવું એ પણ એવું જ રોમેન્ટિક છે. પણ શકુન્તલાનું રૂપવર્ણન કલાસિકલ સંયમનો નમૂનો છે. શકુન્તલાના પ્રસ્થાન સમયનું દશ્ય રોમેન્ટિક છે, પણ કસ્વની મનોદશા અને વર્તનનું વર્ણન કલાસિકલ સંયમની ભવ્યતા દૃષ્ટિગોચર કરે છે. પાંચમો અંક આખો કલાસિકલ છે. સાતમો પણ જુદી રીતે એ જ પ્રકારનો છે, પણ કશ્યપના આશ્રમમાંથી કણ્વનો આશ્રમ જોતાં, અને ઊભા રહી આરંભ ઉપર દષ્ટિ નાખતાં, આખી વસ્તુ એક કલાસિકલ કલાનો રોમાન્સ થઈ રહે છે.” (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૨૪,૨૫)
ઉપરોક્ત સમગ્ર ચર્ચાને અંતે આનંદશંકર તેમના સાહિત્યવિચારમાં સાહિત્યની ત્રણ માર્મિક સંકલ્પનાઓ રજૂ કરે છે : (૧) સાહિત્યમાત્ર આનંદલક્ષી છે. સંસ્કારી સંયમ દ્વારા તે પ્રગટ થાય કે જીવનના
ઉલ્લાસ દ્વારા. | ઉત્તમ કાવ્ય એ સંસ્કૃતિના સંયમ અને જીવનના ઉલ્લાસ-બન્નેની સમતાની
નીપજ છે. (૩) આ માટે જરૂર શબ્દ અને અર્થના સંશ્લેષની તેમજ સંયમ અને ઉલ્લાસના
સંશ્લેષની છે. રોમેન્ટિસિઝમનું તાત્ત્વિક સ્વરૂપ
ઉપરોક્ત તફાવતને આધારે રોમેન્ટિસિઝમનું તાત્ત્વિક સ્વરૂપ આનંદશંકર નીચે મુજબ તારવે છે : (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૨૪) “(૧) ગોથ વગેરે જંગલી પ્રજાના રોમન સામ્રાજ્યનો અને એની સંસ્કૃતિનો વિનાશ થતાં જે
નવો યુગ પ્રર્વત્યો એનું જીવન રામેન્ટિક સાહિત્યનો મુખ્ય વિષય છે. પછી, સમાનધર્મન્યાયે એ યુગના જીવનનું તાત્ત્વિક સ્વરૂપ-એનો સૂક્ષ્મદેહ – જેમાં જણાય એ
સઘળું જીવન રોમેન્ટિક સાહિત્યનો વિષય બને છે. (૨) નવું જીવન જુસ્સાદાર હતું. તે જીર્ણ કલાનાં તેમજ નીતિનાં બંધનો તોડી આગળ ધસતું
ચાલ્યું. તેથી કલાની કે નીતિની બેદરકારી અને જીવનની જીવન તરીકે કદર એ રોમેન્ટિક સાહિત્યનું બીજું પ્રધાન લક્ષણ છે. આથી, જીવનની ભરપૂરતા, વિવિધતા, વિચિત્રતા, નવીનતા, અદ્ભુતતા, અગમ્યતા, ગૂઢતા - એ સઘળાં રોમેન્ટિક કલાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org