________________
૨૬૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
“જીવનનો ઉલ્લાસ” એ નામે ઓળખાવે છે. મોટે ભાગે કલાસિકલ એટલે કૃત્રિમ અને રોમેન્ટિક એટલે સ્વાભાવિક એવો ભેદ પાડવામાં આવે છે. આનંદશંકર આવા ભેદને પક્ષપાતપૂર્ણ ગણાવે છે. કલાસિકલ કલાના વાસ્તવિક ઉચ્ચ સ્વરૂપથી રોમેન્ટિક કલાના વાસ્તવિક ઉચ્ચ સ્વરૂપનો શો ભેદ છે એ જ ખરી રીતે વિચારવાનું છે.
આ ભેદ “ડી માર” - (D_Maar) નીચે પ્રમાણે દર્શાવે છે :
"Romantic literature is that which joins a sense of mystery, wonder and curiosity as well as individuality in form and thought, to ornamental language and technique; classic literature is that which joins a sense of self-control and poise, as well as conventionality in form and thought, to clarity of language and technique. The romantic character of art consists in the addition of strangeness to beauty. The classic character of art consists in the addition of restraint and flawlessness to beauty. The essential element of the romantic spirit is curiosity joined to a love of beauty. Romantic poets are often at the mercy of their inspiration; classic poets are mostly the masters of their inspiration. Classic literature embodies the repose of the world; romantic literature the restlessness of the world. A classic work of art is like a Greek temple; it stands or falls by its perfect fitness in the relations of its parts to the whole; it is right as a whole and has due proportions as a whole. A romantic work of art is like a Gothic cathedral; it impresses not by its mass effect, but by its detail and variety.” (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ. ૨૩).
આનંદશંકર ભારતીય અલંકારશાસ્ત્રના સંદર્ભમાં કલાસિકલ અને રોમેન્ટિકના ભેદનું વિશિષ્ટ રીતે વિશ્લેષણ કરે છે.
ભારતીય અલંકારગ્રંથોમાં ભામહ કાવ્યને “શબ્દાર્થો સહિત કાવ્યમ્ ” કહે છે. શબ્દ અને અર્થ એ બે મળીને કાવ્ય બને છે. શબ્દ અને અર્થની આવી સંલગ્નતા જ કાવ્ય છે. અહીં શબ્દનો મહિમા છે તેટલો જ અર્થનો મહિમા છે. કાવ્યમાં મેટર અને ફોર્મ - વસ્તુ અને આકૃતિ બન્ને મહત્ત્વનાં છે. આ બંનેમાં એટલે કે વસ્તુ અને આકૃતિમાં પરસ્પર સંવાદ હોય તે - harmony તે કલાસિકલ. પરંતુ આ સંવાદની દરકાર કર્યા વગર કેવળ ઉદ્રકને જ લક્ષમાં લેવામાં આવે તે રોમેન્ટિક. આવું આનંદશંકરનું કલાસિકલ અને રોમેન્ટિક અંગેનું મંતવ્ય છે. આનંદશંકર એને પોતાની પરિભાષાથી મંડિત કરે છે. કલાસિકલને તે “સંસ્કારી સંયમ' અને રોમેન્ટિકને તે
જીવનનો ઉલ્લાસ' તરીકે નામાભિધાન કરે છે. આ એમનું કલાસિકલ અને રોમેન્ટિક બંને પરંપરાનું વિશિષ્ટ વિશ્લેષણ છે. તે તેમની વૈચારિક સર્જનશીલતા અને મૂળગામી દષ્ટિબોધનો સંકેત આપે છે. આનંદશંકરના મતે કલાસિકલ અને રોમેન્ટિકના બે જુદા જુદા ચોકા થઈ શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org