________________
સાહિત્યચિંતન
૨૬૫
તેથી તે બરાબર અર્થમાં વાગ્મિતા ન કહેવાય. બુદ્ધિની દલીલોની આસપાસ હૃદયની દલીલો પણ વીંટળાયેલી હોય અને તે પણ કલાથી - તો જ તે વાગ્મિતા Rhetoric કહેવાય. જો કે અહીં આનંદશંકરનો કહેવાનો અર્થ એવો નથી કે કવિતામાં વાગ્મિતાને સ્થાન જ નથી. તેમના મતે “Rhetoric વાગ્મિતા - એ Poetry કવિતાની સેવા કરી શકે, પણ તે કવિતાનું સ્થાન લઈ શકે નહીં.” (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૯)
કવિ પાસે વક્તાનું કામ લેવું એ આનંદશંકરના મતે કવિને એની ઉચ્ચ ભૂમિકા ઉપરથી ઉતારી પાડવા જેવું છે. જગતની મહાન વ્યક્તિઓએ એમની વાગ્મિતાથી માનવ સંસ્કૃતિના પ્રવાહ ઉપર અસર કરી છે. ધર્મના પ્રવાહને ઉલટાવ્યા છે, રાજનીતિનાં વહેણને ફેરવી નાંખ્યાં છે, પરંતુ એ જ અસર કરવાની કવિની રીતિ જુદી જ છે. કવિ ભાષણ નથી કરતો એ તો કલ્પના ગાય છે અને એ કલ્પનાના ગામમાં ધર્મ, રાજનીતિનાં વહેણ તો શું પણ આખા મનુષ્યઆત્માને - વ્યક્તિના તેમજ સમષ્ટિનાને - પલટી નાખવાનું સામર્થ્ય હોય છે. તેથી કવિતાનું કાર્ય ભાષણથી સિદ્ધ થાય નહીં. ક્લાસિકલ અને રોમેન્ટિકની સંકલ્પનાનું વિશ્લેષણ :
સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ’ એવા એક લેખમાં આનંદશંકર કલાજગતના બે મહત્ત્વના અભિગમો – ક્લાસિકલ આર્ટ અને રોમેન્ટિક આર્ટનો સમન્વયાત્મક વિચાર કરે છે. Classical Art યાને ગ્રીક કલાનું સ્વરૂપ- જે ગ્રીક જીવનભાવનાનું જ પ્રતિબિંબ છે, તેને આનંદશંકર “સંસ્કારી સંયમ”ના નામે ઓળખાવે છે. સમતા-અંતનો પરિહાર અને મધ્યનું ગ્રહણ -ને આનંદશંકર Classicism યાને ગ્રીક અને રોમન સંસ્કૃતિનો આત્મા ગણાવે છે. પ્રથમ ગ્રીસ અને ત્યારબાદ રોમન સામ્રાજયના પતનથી સાહિત્યમાં પણ સંસ્કારિતાને સ્થાને જંગલીપણાનો યુગ બેઠો. આ જંગલીપણામાંથી જ આનંદશંકર રોમેન્ટિસિઝમનો ઉદય થયેલો માને છે. આ અંગે તેઓ કહે છે :
“સંયમ ગયો અને સ્વચ્છંદ આવ્યો, પણ સ્વચ્છંદ આવ્યો તેની સાથે સાથે સ્વતંત્રતા પણ આવી. તે આગળ જતાં “emancipation of the ego” વ્યષ્ટિ ચેતનની મુક્તિ એ નામે નવી કલામાં લક્ષણરૂપ બની. પાંડિત્યનો દંભ ગયો અને જીવનની વાસ્તવિકતાનું મૂલ્ય વધ્યું. શહેરની રચના કરતાં જંગલની સ્વાભાવિકતા, વાડ કે દીવાલથી ઘેરાયેલા બગીચાની સુંદરતા કરતાં નિઃસીમ વનની નૈસર્ગિક ભવ્યતા વધારે આકર્ષક થઈ.” (સાહિત્યવિચાર(૨૦૦૧), પૃ.૧૯)
એકતાને સ્થાને અનેકતા એ પણ નવા જીવનનું ખાસ લક્ષણ હતું. પરિણામે જીવનનું સ્વરૂપ પલટાતાં, ક્લાનું સ્વરૂપ પણ પલટાયું. કલાના આ પલટાયેલા સ્વરૂપને આનંદશંકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org