________________
૨૬૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
શક્તિ છે. એટલે જ આનંદશંકર કહે છે કે :
“કવિ ફક્ત કવન કરનારો એટલે ગાનારો જ નથી, પણ “ક્રાન્તદર્શી- પારદર્શી' છે, અને જે સત્ત્વ એ નજરે જુએ છે એ પરમાત્માના પ્રતીકરૂપ-મુખછાયારૂપ છે.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૧૧) એટલે જ કવિતાને વાગ્દવીરૂપ-શબ્દબ્રહ્મરૂપ કહેવી યથાર્થ છે. કાવ્ય સાહિત્ય:
“શબ્દાર્થો સહિતી #ાવ્ય - (ભામહ)-જેમાં શબ્દ અને અર્થ વિશિષ્ટ રૂપે એકબીજાની સાથે મળેલા હોય. “વાથવિવ સંવૃક્ઝ’ – (કાલિદાસ) - શિવપાર્વતીવતુ જ્યાં અર્થ અને વાણી એકબીજાના અર્ધાગ હોય એ કાવ્યસાહિત્ય. કાવ્યના સૌંદર્યની સંપૂર્ણતા તો એ જ માગી લે છે કે શબ્દ અને અર્થનું સાંધણ નજરે પણ ન પડે, બન્ને મળી એક જ સૌંદર્ય ધારણ કરે અને સૌંદર્યાનુભવ દ્વારા જ જીવનને ઉચ્ચ કરવાની શક્તિનું દિગ્દર્શન આનંદશંકરના મતે કાવ્યનું હાર્દ છે. આ સંદર્ભે આનંદશંકર યથાર્થ જ કહે છે કે “શાસ્ત્ર અને વિદ્યા મનુષ્ય બુદ્ધિના અમુક ખંડને ઉજાળે, ત્યારે કાવ્ય અખંડ વસ્તુનું -વસ્તુના ઊંડા અન્તરમાં વિરાજતા દિવ્ય તત્ત્વનું - સાક્ષાત્ દર્શન કરાવે.”(સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૯૪)
ભામહ અને કાલિદાસનો આ કાવ્યાદર્શ આનંદશંકર સ્વીકારે છે. આ સંદર્ભમાં કાવ્યસાહિત્યને આનંદશંકર સાહિત્ય સામાન્યનો આત્મા ગણે છે. તેમના મતે ભાષા, ઈતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન સઘળાં શાસ્ત્રનું પર્યવસાન કાવ્યમાં હોય છે.
પ્લેટોની ગુફાના ઉદાહરણથી આનંદશંકર પોતાના આ વિચારોને સુંદર અને યથાર્થ રીતે સમજાવે છે. “બહાર જતાં-આવતાં મનુષ્યોના ગુફાની ભીંતે પડતા પડછાયા ઉપરથી અનુમાન કરવું તે શાસ્ત્ર અને વિદ્યા અને ગુફાના મુખ સામે બેસીને જનતાને સાક્ષાત્ નિહાળવી એ કવિધર્મ અને એ સાક્ષાત્ દર્શન પણ અખંડ વસ્તુનું, એના અમુક અમુક પાસાંનું નહિ. બેશક, એ અખંડતાને કવિ તરફ વળેલું પાસું કહેવું હોય તો તે જુદી વાત. આમ કાવ્ય એ શાસ્ત્ર અને વિદ્યાથી ભિન્ન છે, છતાં સર્વનો વાસ મનુષ્યના આત્મામાં છે. તેથી એમની પરસ્પર અસર થયા વિના રહેતી નથી.” (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૯૪). કવિતા અને ભાષણ :
કવિનું કામ કલ્પના ગાવાનું છે, ભાષણ કરવાનું કે પ્રશ્નોત્તરીના ઉત્તર દેવાનું નથી. પશ્ચિમી સાહિત્યમીમાંસામાં Poetry અને Rhetoric-કવિતા અને વાગ્મિતા વચ્ચે જે ભેદ પાડવામાં આવ્યો છે તેને આનંદશંકર વધુ સૂક્ષ્મ અને વધુ યથાર્થ ગણાવે છે. કારણકે વાગ્મિતા શિષ્ટ બુદ્ધિની દલીલોથી ભરેલી હોય તો તે પરાથનુમાન બને, કલાનું રૂપ ધારણ કરી શકે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org