________________
સાહિત્યચિંતન
૨૬૩
(૨) સમષ્ટિગત વ્યાપનમાં કવિતા
(૧) મંડળ વ્યાપન (૨) પ્રજા વ્યાપન (૩) જગત વ્યાપન એમ ત્રણ વ્યાપનવાળી હોવી જોઈએ.
કેટલાંક કાવ્યો એવાં હોય છે કે જે અમુક સંસ્કારોવાળાઓને જ અસર કરે છે. અમુક કાવ્યો અમુક પ્રજાને અસર કરનારા હોય છે. ત્રીજા પ્રકારનાં કાવ્યો જગત વ્યાપન હોય છે. આ ત્રીજો પ્રકાર સર્વ જગતના અંતરાત્માને હલાવી મૂકનાર વિશાળ પ્રતિભાવાળા મહાકવિઓનો છે. વાલ્મિકી, વ્યાસ, હોમર, શેકસપિયર, ગેટ વગેરેનો આનંદશંકર આ ત્રીજા વર્ગમાં સમાવેશ કરે છે. આમ છતાં આનંદશંકર આ ત્રણે વ્યાપનને વિચ્છિન્ન માનતા નથી. તેમના મતે “સર્વે એક જ પ્રવાહના પરસ્પર ભળેલા અને અવિચ્છિન્ન એકરૂપ એવા તરંગો છે. તે જુદે જુદે રૂપે, ઘડી ઉપર ઘડી નીચે, એમ રમત રમતાં ચાલ્યા જાય છે.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૧૦)
ચૈતન્ય અને વ્યાપન ઉપરાંત કવિતામાં ત્રીજો આત્મધર્મ અર્થાત્ “એકમાં અનેકતા' અને અનેકતામાં એકતા” અર્થાત્ “એક જ મુખ્ય બિન્દુ યા સૂત્રની આસપાસ અનેક પાત્રો, પ્રસંગો, ઉક્તિઓ, વર્ણનો વગેરે રચવાં, એમાં કવિનું માહાસ્ય રહેલું છે. જેમ એક તરફ અનેકતા વગર વૈચિત્ર્ય નથી અને વૈચિત્ર્ય વિના આનંદ નથી, તેમ બીજી પાસ એકતા વગર રસનો પ્રવાહરસની જમાવટ નથી, અને પ્રવાહ-જમાવટ વિના તન્મયતા નથી, રસ એકતા અને અનેકતામાં ઉભયને અપેક્ષી રહ્યો છે.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૧૦)
કવિતામાં વ્યક્તિગત વ્યાપન, સમષ્ટિગત વ્યાપન અને આત્મધર્મનું હોવું એટલું જ પૂરતું નથી. વ્યક્તિ અને સમષ્ટિ એ બંનેમાં રહ્યા છતાં તે ઉભયથી પર જાય તે કલા છે. આમ, આ એ કવિતાનો એક ધર્મ છે. આ જ સંદર્ભમાં આનંદશંકર લખે છે કે :
કવિતા એ પરમાત્માની પ્રત્યક્ષ મૂર્તિ છે, શબ્દબ્રહ્મનો એ આવિર્ભાવ આત્મા ઉપર અલૌકિક પ્રકાશ પાડે છે : એની ઝળહળ જ્યોતિ જડ અને ચૈતન્ય પદાર્થોના ઊંડા અંધકારનો નાશ કરે છે. આ જડ જગતનાં ઊંડાં મર્મો કવિઓએ પ્રથમ જણાવ્યાં છે...અન્ત-ગુહામાં સંતાઈ રહેલાં અનેક અજ્ઞાત સામર્થો અને અશક્તિઓ, સત અસત વૃત્તિઓ અને વાસનાઓ, કવિતાના પ્રકાશથી પ્રકટ થાય છે.' (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૧૧)
કવિતાની દિવ્ય પ્રકાશમયતા મારા બાહ્ય અને આંતરજગતનાં જ રહસ્યોને અજવાળવામાં સમાપ્ત થતી નથી. કવિતા પાસે પરમાત્માની દિવ્ય જ્યોતિનું ભાન કરાવવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org