________________
૨૭૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
તેની સંસ્કૃતિને સમજી શકાય છે. આવી કૃતિઓ રસજ્ઞના હૃદય પર રાજ્ય કરતી હોય છે. તેમાં ચોસર, શેક્સપિયર વગેરેને લઈ શકાય. (૩) સનાતન જીવન :
જીવનના અતલ ઊંડાણને જોઈને, ઉકેલીને જે જીવન વ્યક્ત થાય છે તે પારમાર્થિક સનાતન જીવન છે. આ સનાતન સાહિત્ય છે. સામાન્ય માનવ અને તેના સ્વભાવને આલેખતાં સાહિત્ય કરતાં એ વધારે ઊંડું અને માનવજીવનના પરમ પુરુષાર્થ, પરમ હેતુને તે સ્પર્શે છે. આથી તે વધુ કિંમતી છે. સનાતન જીવનનું સાહિત્ય એ શુષ્ક તાત્ત્વિક વિચારણા નથી. આ સંદર્ભમાં આનંદશંકર લખે છે કે : “વાચકને પરમાર્થની વ્યંજના કરવાની સાથે એની રસવૃત્તિનું પણ સંતોષ, આલાદ આપે તેવું તે હોવું જોઈએ. વ્યાસ અને વાલ્મિકીનાં મહાભારત અને રામાયણ એ આ ત્રીજી ઉચ્ચતમ કોટિના ગ્રંથો છે.” (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૧૨૭)
જીવનના આ ત્રણ વિભાગને અનુલક્ષીને માનવના જીવનની બાહ્ય આંતર સ્થિતિઓના વિશ્લેષણ પછી આનંદશંકર સાહિત્યના અમૃતનું સર્જન કયાં થાય છે તેની શોધ કરે છે. કારણ આ બિંદુ જ સાહિત્ય અને જીવનને જોડતું બિંદુ છે. આનંદશંકરના મતે: “ક્ષોભ-મંથન-વિગ્રહ એ વિના ખરી શાંતિ નથી અને શાંતિ વિના સાહિત્ય નથી. આમ, ક્ષોભ અને શાંતિ ઉભય પરસ્પર વિરુદ્ધ દીસતાં કારણોમાંથી સાહિત્યનાં અમૃત નીકળે છે. જડ, જર્જર જીવનનો નાશ એ જીવનના પુનરુલ્લાસ માટે આવશ્યક છે. પાન ખરે છે ત્યારે જ નવી કૂંપળો ફૂટે છે. આમ, જીવનની વિષમતા એ સાહિત્યની માતા બને છે.” (સાહિત્યવિચાર (૨૦૦૧), પૃ.૭૪)
સાહિત્યના વિકાસ માટે એ જરૂરી છે કે વિષમતા અને ક્ષોભ હોય. જ્યાં સુધી માણસ પોતાના મૂળિયાની આસપાસ રહેલી જડતાને ખંખેરતો નથી ત્યાં સુધી જીવનવૃક્ષનો વિકાસ કુંઠિત થતો રહે છે. એ સાચું છે કે ક્ષોભ વિના ગતિ નથી અને ગતિ વિના વિકાસ નથી. જનમાનસનું હૃદય, તેનો આત્મા કોઈપણ ઉચ્ચ ભાવનાથી ક્ષુબ્ધ થતો નથી ત્યાં સુધી તેમાં ગતિ આવતી નથી અને ગતિ વિના વિકાસ સંભવતો નથી. આમ જેટલો હૃદયનો વિકાસ થાય તેવો અને તેટલો જ સાહિત્યનો વિકાસ થાય છે. જીવંત હૃદય બાહ્ય અસરોને ઝીલવા તેને ગ્રહણ કરવા સમર્થ હોય છે. બાહ્ય અસરથી અસ્પૃશ્ય રહેનાર તેની જીવંતતાની નિશાની આપતો નથી પણ તેની નિર્જીવતાની નિશાની ચોક્કસ આપે છે. આમ, બાહ્ય અસરોના સંપર્કમાં રહી એ અસરોને જીવનના રસાયણમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ એ સાહિત્ય અને જીવનનો અનુબંધ છે. સાહિત્ય અને ભાષા:
- સાહિત્યની ભાષા કેવી હોવી જોઈએ તે અંગે સાહિત્ય પરિષદમાં મહાત્મા ગાંધીજીએ પોતાના વિચારો સ્પષ્ટ કરતાં જણાવેલું કે “સાહિત્ય ગામડે ગામડે એટલે કે જનતાના અભણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org