________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
૧૫
નિરૂપણ કરેલ છે.*Critical, Method'થી ભારતીય તત્ત્વજ્ઞાનની સમીક્ષા કરવાનું આનંદશંકરનું સૂચન છે. તેઓએ લખ્યું છે :
જો આપણા શાસ્ત્રોનું રક્ષણ કરવું હોય તો પશ્ચિમની વિચાર પદ્ધતિને માન આપ્યા વિના ચાલશે નહિ, - અર્થાત્ આપણાં શાસ્ત્રોને ઋષિ કે આચાર્યોના વચનો તરીકે જ પ્રમાણ કહ્યું ચાલે તેમ નથી. એનું Critical દષ્ટિબિંદુથી- Critical એટલે નિંદાનું નહિ પણ પરીક્ષાનું એવા દૃષ્ટિબિંદુથી - અવલોકન અને રક્ષણ કરવાની જરૂર છે. (ધર્મવિચાર-૧, પૃ.પ૬૫)
આપણાં શાસ્ત્રોનો આનંદશંકરે આવા સમીક્ષાત્મક દૃષ્ટિબિંદુએ જ અભ્યાસ કર્યો છે. આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાન પર કરવામાં આવતાં પશ્ચિમના આક્ષેપોને પશ્ચિમની જ રીતિએ અથવા તો એને નિસ્તેજ બનાવી દે એવી પ્રબલતર પદ્ધતિએ ઉત્તર વાળવાનો આનંદશંકરનો સતત પ્રયાસ રહ્યો છે.
આપણા પૂર્વજોએ સ્વીકારેલી વિષય નિરૂપણની તાર્કિક સંગતિની પદ્ધતિને સ્થાને આનંદશંકર વિષય નિરૂપણની ઐતિહાસિક પદ્ધતિના પ્રબળ સમર્થક રહ્યા છે. તેમનો આગ્રહ
હિંદના તત્ત્વજ્ઞાનનું ચિંતન કરનાર દરેક અભ્યાસની ફરજ છે કે જે પદ્ધતિએ થેલ્સ અને સોક્રેટીસથી માંડી ડાર્વિન અને સ્પેન્સર વગેરે સુધી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની સંકલના થઈ છે તે જ પદ્ધતિએ આપણા દેશના તત્ત્વજ્ઞાનની પણ સંકલના કરવી જોઈએ.” (ધર્મવિચાર-૧, પૃ.૪૮)
આમ, વર્તમાન સમયમાં પ્રચલિત વિષય નિરૂપણની બે ખાસ પદ્ધતિઓ “સમીક્ષાત્મક દૃષ્ટિબિંદુ” અને “ઐતિહાસિક સંકલના' એ આનંદશંકરની જ્ઞાનમીમાંસાનાં ખાસ લક્ષણો છે. તેના પરથી કહી શકાય કે આનંદશંકર પાશ્ચાત્ય જ્ઞાનમીમાંસાના સમર્થક રહ્યા છે. જોકે એનો અર્થ એવો નથી કે આનંદશંકર પાશ્ચાત્ય જ્ઞાનમીમાંસાના અંધ સમર્થક રહ્યા છે. તેમણે પશ્ચિમની જ્ઞાનમીમાંસાની મર્યાદા પણ દર્શાવી છે. ખાસ કરીને પરમતત્ત્વના સ્વરૂપ વર્ણનમાં આનંદશંકર કહે છે કે, “તાત્ત્વિક સત્યોની અભિવ્યક્તિ કોઈ જડ પદ્ધતિથી બંધાયેલી નથી-તે પ્રકટ થવા માટે સ્વતંત્ર છે. (ધર્મવિચાર-૧, પૃ.૨૩) એરિસ્ટોટલ અને કાન્ટના પ્રભાવને કારણે યુરોપમાં પદ્ધતિનો અતિઆગ્રહ જોવા મળે છે. તેને આનંદશંકર યુરોપના તત્ત્વજ્ઞાનની ખામી ગણાવે છે. પદ્ધતિ સંબંધી મતાગ્રહ એ પશ્ચિમની જ્ઞાનમીમાંસાની મોટી મર્યાદા છે. તેની સરખામણીએ ભારતીય તત્ત્વજ્ઞાનમાં જોવા મળતી તત્ત્વવિચારના નિરૂપણની પ્રક્રિયા વધુ ઉચ્ચતર છે એમ આનંદશંકર સિદ્ધ કરી આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org