________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
શંકર જયંતીના પ્રસંગે આનંદશંકરે આપેલા વ્યાખ્યાનમાંથી તેમની તત્ત્વમીમાંસાનો નિર્દેશ મળી રહે છે. તેમના મતે :
હું કોઈપણ સંપ્રદાયનો નથી. મારી જીવનચર્યા જ સંપ્રદાય વિરુદ્ધ છે. મેં જે જીવનવૃત્તિ સ્વીકારી છે તેમાં શાંકરવેદાંતનું જ નહીં પણ વલ્લભાચાર્ય અને રામાનુજાચાર્યના વેદાંતનું મારે અધ્યયન-અધ્યાપન કરવું પડે છે. એટલું જ નહીં પણ જૈન અને અંગ્રેજી તત્ત્વજ્ઞાન પણ મારે શીખવું-શીખવવું પડે છે અને આ જ અભ્યાસમાં મારાં વીસ-પચ્ચીસ વર્ષો ગયાં છે, એટલે કોઈપણ સંપ્રદાયને વળગી રહેવું - તેમ કરવું ઈષ્ટ હોય તથાપિ તેમ કરવું પ્રવૃત્તિ વ્યક્તિ મૂતાન એ ન્યાયે મારામાં અશક્ય થઈ પડ્યું છે”. (ધર્મવિચાર-૧, પૃ.પ૬૪)
આમ, આનંદશંકરની તત્ત્વમીમાંસા કોઈ જડ સાંપ્રદાયિક ચોકઠામાં બંધાયેલી નથી. તેમની તત્ત્વદૃષ્ટિ હંમેશાં તટસ્થભાવે અનેકતામાં એકતા પ્રસ્થાપતી જોવા મળે છે. કોઈપણ વિષયને આનંદશંકર ઐતિહાસિક દૃષ્ટિએ ઉદાર અભિગમથી અવલોકે છે. પરિણામે તેમના વિવેચનમાં વિશાળતા અને ઊંડાણ જોવા મળે છે. આનંદશંકરની અનેકતામાં એકત્વને પામતી તેમની દૃષ્ટિમાંથી તત્ત્વમીમાંસા અને ધર્મમીમાંસા તેમજ સાહિત્યમીમાંસા આપોઆપ સ્પષ્ટ થતી આવે છે.
આ વિશ્વમાં કોઈ સંવાદ, વ્યવસ્થા, નિયમ લાવનારું તત્ત્વ હશે જ. ચેતન અને અચેતન સર્વ પદાર્થોને અસ્તિત્વમાં લાવનાર, તેમની ગતિને વૃત્તિઓનું પ્રવર્તક કોઈ તત્ત્વ હશે જ, પ્રાણનો પણ પ્રાણ, શક્તિની શક્તિ, સર્વ ભાસમાન પદાર્થોનું અધિષ્ઠાન એક તત્ત્વ છે, તે બ્રહ્મ છે, તે પરમાત્મા છે, તે સચ્ચિદાનંદ છે. આ આનંદશંકરના સમગ્ર ચિંતનની હાર્દરૂપ શ્રદ્ધા છે. આપણી દૃષ્ટિ આગળ દેખાતા અને આપણા અંતરમાં અનુભવાતા અનેક વિવર્તાનું અધિષ્ઠાન બ્રહ્મ છે. એને અનુભવવા અંગેની વિદ્યા બ્રહ્મવિદ્યા છે. બ્રહ્મવિદ્યાને આનંદશંકર પરમવિદ્યા તરીકે પ્રસ્થાપે છે. બ્રહ્મસ્વરૂપ પરમાત્મામાં રહેલી આનંદશંકરની શ્રદ્ધા એ કેવલ શ્રદ્ધા નથી તે તર્કયુક્ત શ્રદ્ધા છે. “અધિષ્ઠાન સતનું અન્વેષણ કરનારું સાધન તે બુદ્ધિ છે અને તેનો સાક્ષાત્કાર કરનાર સાધન હૃદય છે.” (ધર્મવિચાર-૧, પૃ.૩૨) એમ કહી આનંદશંકર પરમાર્થ સિદ્ધિમાં બુદ્ધિનું કાર્યક્ષેત્ર પણ સ્વીકારે છે. અધિષ્ઠાન સતનો હૃદયમાં જેમ જેમ અનુભવ થાય છે એમ એને પ્રમાણવા બુદ્ધિના પુરુષાર્થને પણ આનંદશંકર આવશ્યક લેખે છે. જોકે સાથે સાથે બુદ્ધિના નિંદાયોગ્ય પાસાને અવગણવાનું પણ તેઓ સૂચન કરે છે. આ સંદર્ભમાં “રણ”, “પ્રેમ”, કે “અભેદ' નું ખરું સ્વરૂપ સ્પષ્ટ કરતાં આનંદશંકર કહે છે :
“દરેક ‘અભેદ કે “પ્રેમ” કે “રસની વાત બ્રહ્મસાક્ષાત્કાર નથી. એક બાજુ રસ વિનાનું જ્ઞાન (શુષ્કબુદ્ધિ) બ્રહ્મસાક્ષાત્કારમાં અડચણરૂપ છે તેવી જ રીતે બીજી તરફ કેવળ “રસ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org