________________
આનંદશંકરના ચિંતનની ભૂમિકા
તત્ત્વજ્ઞાનમાં આનંદશંકરના સ્વતંત્ર પ્રદાનને મૂલવતાં એ પ્રશ્ન સહજ થાય છે કે આનંદશંકરને તત્ત્વચિંતક કહી શકાય ? મદ્રાસમાં ૧૯૨૮માં ભરાયેલી ચતુર્થ ઈન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં બેશક આનંદશંકરમાં એક દાર્શનિકનાં દર્શન થાય છે. એ વ્યાખ્યાનમાં તેમણે પોતે જ કહેલું કે “મેં પોતે જોકે કોઈ
Metaphysical cobweb' - તાત્ત્વિક જાળ ગૂંથી નથી. છતાં કબૂલ કરું છું કે જગતના મહાન કરોળિયાઓ (Spider)ની જાળોના તંતુઓને સમજવામાં રસ લીધો છે અને વધારે તો પેલા મહાનમાં મહાન ઊર્ણનાભ (કરોળિયા) કે જેણે વિશ્વને પ્રસ્તુત કર્યું છે તેમાં રસ લીધો છે અને તેથી એટલા ગૌણ અર્થમાં ફિલસૂફનું લેબલ હું નકારી શકતો નથી.” (સંસ્કૃતિ - માર્ચ, ૧૯૬૯, પૃ.૧૦૨) એમના જ શબ્દોમાં કહીએ તો : “Although I have not been guilty of weaving a metaphysical cobweb myself, I confess I have felt interested in following the thread of some of the cobwebs of the world's great spiders, and still more in that greatest spider himself, who has projected this world, and so far, in this minor sense, I cannot disown the label of a 'Philosopheraltogether.” (ધર્મવિચાર-૧, પૃ.૬૯૦)
ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ગંભીર અને મર્મજ્ઞ ભાષ્યકારને દાર્શનિક કહીએ તો આનંદશંકરને પણ દાર્શનિક કહેવામાં ઘણી યથાર્થતા રહેલી છે. પદાર્થના ભાસમાન સ્વરૂપથી પર કે તેમાં રહેલાં અંતર્ગત તત્ત્વ કે રહસ્યને શોધનાર, સમજનાર અને તાર્કિક રીતે રજૂ કરનાર દાર્શનિક તરીકે આનંદશંકર ગુજરાતી ચિંતન પરંપરાના અનન્ય ચિંતક ગણી શકાય એમ છે. ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, રાજકારણ, કેળવણી, સાહિત્ય કલા વગેરે વિષયોનું આનંદશંકરે કરેલું વિશદ નિરૂપણ તેમની તત્ત્વદષ્ટિનું દર્શન કરાવે છે.
પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં રહેલી જ્ઞાનમીમાંસાને સ્વીકારી આનંદશંકરે પોતાની દષ્ટિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org