________________
આનંદશંકરના ચિંતનનો સંદર્ભ
૧૩
(૮) “વિચાર અને આચારની એકતાને મણિલાલ ‘ઉન્નત જીવન' તરીકે ઓળખાવે છે.
તેમના મતે ઉન્નત જીવનનો મુખ્ય મંત્ર સ્વાપર્ણ અને કર્તવ્ય છે. મણિલાલનું આ જ દૃષ્ટિબિંદુ આનંદશંકરે વધારે સ્પષ્ટ કર્યું છે અને વિકસાવ્યું છે, કાંઈક વધારે પ્રતીતિજનક પણ કર્યું છે. પરમસત્ય અને વ્યવહારિક સત્ય, નીતિસિદ્ધાંત અને અપરોક્ષાનુભવીનું આચરણ, અભેદભાવ અને સ્વાર્થત્યાગ વગેરે પદાર્થોના દેખાતા વિરોધનું આનંદશંકરે સમાધાન કર્યું છે. એમાં મણિલાલ કરતાં આનંદશંકરમાં ઉપપત્તિ વિશેષ
લાગશે.” (દાર્શનિક પ્રવાહો, પૃ.૧૩૩) (૯) મણિલાલ કરતાં આનંદશંકરની વિચારણામાં ભક્તિપાત્ર ઈશ્વરનું અને ભક્તિનું સ્થાન
વિશેષ સ્પષ્ટ અને વિશેષ મહત્ત્વનું છે. શુષ્ક વેદાંતચર્ચાની કસર મણિલાલમાં સહેજસાજ રહી ગઈ છે. શાબ્દિક કે તાર્કિક, કેવળ ભુલભુલામણીમાંથી આનંદશંકર મુક્ત છે. (દાર્શનિક પ્રવાહો, પૃ.૧૩૪)
આમ, વિવિધ તારણોથી સમજી શકાય છે કે મણિલાલ અને આનંદશંકરની નિરૂપણ પદ્ધતિમાં ચોક્કસ ભેદ રહેલો છે. બંનેએ હિંદુધર્મની પુનર્વિચારણા અને પુનરુત્થાન અંગે ચિંતન કર્યું છે. આ દૃષ્ટિએ આનંદશંકરને મણિલાલના ઉત્તરાધિકારી ગણાવી શકાય. પરંતુ શિષ્ય ન કહી શકાય. મણિલાલના જેવી જ સ્વદેશમમતા આનંદશંકરમાં છે. પરંતુ મણિલાલનું દૃષ્ટિબિંદુ ઉત્સાહી વકીલનું જ છે, જયારે આનંદશંકરના ચિંતનમાં વકીલાતને બદલે વિશાળતા, ઉદારતા અને સત્યપ્રીતિ જોવા મળે છે. શ્રી રા.વિ. પાઠક આનંદશંકરની સત્ય પ્રીતિને સમજાવતાં લખે છે:
“સત્યથી જ દેશની સેવા થઈ શકશે અને વિદ્યાના ક્ષેત્રમાં તો સત્ય સિવાય બીજા કશાથી વિજય મળતો નથી, એ આનંદશંકરની નિશ્ચલ પ્રતીતિ હતી. પોતાનો જે દાવો છે તેમાં જો સત્ય હોય તો એ સત્યથી જ એ દાવો જીતવાનો છે, કોઈ અસત્યથી નહીં. પણ એ દાવાનું સત્ય બરાબર શોધીને મૂકવું જોઈએ અને આનંદશંકરનો પુરુષાર્થ એમાં રહેલો છે.” (ધર્મવિચાર-૨, પૃ.૪૧૦)
આ પ્રમાણેની સત્યપ્રતીતિ, ઉદારતા અને વિશાળતાથી આનંદશંકરે પૂર્વ અને પશ્ચિમી એકતાનું દૃષ્ટિબિંદુ સ્થાપવા પ્રયાસ કર્યો છે. વેદાંતી હોવા છતાં શુદ્ધ કેળવણીકાર હોવાને કારણે અદ્વૈત સિદ્ધાંતના વિવરણ અને વિનિયોગમાં મણિલાલની મર્યાદાને આનંદશંકર દર્શાવી અને વટાવી શક્યા છે.
0
0
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org