________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
તેમની દૃષ્ટિએ સનાતન હિંદુધર્મ હજી આપણા દેશમાં પુષ્કળ પળાય છે. જો કે તેના સ્વરૂપમાં સમયાનુસાર અનેક ફેરફારો થતા રહ્યા છે. તેમ છતાં સનાતન હિંદુધર્મના કેટલાક સિદ્ધાંતો આજ પર્યંત પ્રમાણભૂત મનાય છે. તે સિદ્ધાંતોને અનુસરતા આચારની બાબતમાં કેટલીક શિથિલતા જોવા મળે છે પણ તેમ છતાં તેનું તત્ત્વ જીવંત છે એમ આનંદશંકરનો નિર્ણય છે. આ સનાતન ધર્મનો અર્થ આનંદશંકર યથાર્થ રીતે પ્રગટ કરી આપે છે. પ્રસ્થાપિત રૂઢિથી ભિન્ન મત ધરાવી ધર્મ પરત્વે જે કંઈ માનવામાં, કહેવામાં કે આચરવામાં આવે તે ‘સનાતન ધર્મ’ની છૂટછાટ છે એમ મનાતું હોય તો આવી ‘સનાતન ધર્મ’ની વ્યાખ્યા આનંદશંકરને માન્ય નથી. આ સંદર્ભમાં સનાતન હિંદુ ધર્મ કોને કહેવો એ અંગે આનંદશંકર પોતાના વિચારો વ્યક્ત કરે છે. ‘સનાતન’ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં આનંદશંકર કહે છે: દ્યસ્તન કે અદ્યતન બલ્કે પ્રાપ્તન - ગઈ કાલનો, આજનો કે આરંભનો – એમાંથી કોઈ પણ ‘સનાતન' નહિ, ‘સનાતન’ એ જ કે જે ‘સના’ કહેતાં નિત્ય તાત્ત્વિક રૂપે નિત્ય રહેલો હોય.” (ધર્મવિચાર-૧, પૃ.૫૯૧)
66
૨૬૦
આ નિત્યધર્મતત્ત્વ હિંદુ ધર્મના મહાન ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે એમ આનંદશંકર માને છે. આ સનાતન તત્ત્વો હિંદુ ધર્મના ઈતિહાસમાં નવાં નવાં રૂપ ધર્યા છતાં મૂળ સ્વરૂપે એનાં એ જ છે. તે શ્રુતિ, સ્મૃતિ, ઈતિહાસ, પુરાણ વગેરેમાં પ્રતિબિંબિત થતાં જોવા મળે છે. મૂર્તિપૂજા, અવતારની માન્યતા, વર્ણાશ્રમધર્મ અને શ્રાદ્ધની ક્રિયાઓ, તેને સનાતન ધર્મનાં મુખ્ય તત્ત્વો માનવામાં આવે છે, જે આનંદશંકર પણ માન્ય રાખે છે.
સનાતન ધર્મના અનુયાયીઓને આનંદશંકર સામાન્ય રીતે બે વર્ગમાં વહેંચે છે :
(૧) પ્રાચીન માર્ગી જ્ઞાની
(૨) અજ્ઞાની
જેમાં શાસ્ત્રીઓ, સંન્યાસીઓ વગેરેનો સમાવેશ કરી શકાય. જેમાં ગતાનુગતિક આજ્ઞાકારી સામાન્ય લોકનો સમાવેશ કરી શકાય.
ઉપરોક્ત બે વર્ગ ઉપરાંત એક ત્રીજો વર્ગ પણ આપણે ત્યાં ઉત્પન્ન થતો જાય છે. તે વર્ગ હિંદુસ્તાનના સમગ્ર ઈતિહાસ ઉપર ધ્યાન રાખી તેનું સ્વરૂપ સમજવા યત્ન કરે છે અને દેશકાલને અનુસરતા નવદેહમાં પણ સનાતન હિંદુ ધર્મનું ચૈતન્ય જીવતું-જાગતું જોવા ઈચ્છે છે. ગુજરાતમાં શ્રી મણિભાઈ નભુભાઈ દ્વિવેદી અને આનંદશંકરના સમગ્ર કાર્યને આ ત્રીજા વર્ગમાં મૂકી શકાય એમ છે. તેઓનું મુખ્ય કાર્ય આપણા દેશના ધર્મમાનસને અનુકૂળ હોય એ રીતે સમાજસુધારાની હિમાયત કરવાનું રહ્યું છે. તેમણે સમગ્ર હિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાનને ઐતિહાસિક દૃષ્ટિથી તપાસી તેની પુનર્વિચારણા અને પુનરુત્થાનમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે.
Jain Education International
[][] [[]
For Personal & Private Use Only
www.jainelibrary.org