________________
સાહિત્યચિંતન
આનંદશંકર એક ચિંતક હોવાની સાથે સાથે એક ઉત્તમ વિવેચક પણ છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં જે દૃષ્ટિએ તેમણે એકતા સ્થાપી છે, તે જ દૃષ્ટિએ તેઓ સાહિત્ય અને તત્ત્વજ્ઞાન વચ્ચે પણ અભેદ દર્શન કરાવે છે. “સાહિત્યવિચાર” અને “કાવ્યતત્ત્વવિચારીએ તેમના સાહિત્ય વિષયક લેખોના સંગ્રહો છે. તેના આધારે આ પ્રકરણમાં આનંદશંકરના સાહિત્યવિચારને સ્પષ્ટ કરવાનો પ્રયાસ છે. આ પ્રકરણને બે વિભાગમાં વિભાજિત કર્યું છે :
(૧) કાવ્યની વિભાવના (૨) સાહિત્યવિચાર
(૧) કાવ્યની વિભાવના અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિના વિરોધમાં આપણા દેશમાં સામાજિક તેમજ ધાર્મિક જાગૃતિ આવી રહી હતી. એ સમયે આનંદશંકરે જગતના વિવિધ ધર્મોનો તલસ્પર્શી અભ્યાસ કરેલો. છેવટે શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં તેમની અપાર શ્રદ્ધા બંધાઈ હતી. એમના ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયક લેખોમાં તેઓ કેવલાદ્વૈતને પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનનું સર્વોચ્ચ બિંદુ ગણાવે છે. આજ દૃષ્ટિબિંદુથી સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું પણ આનંદશંકરે ગહન અધ્યયન કરેલું. શંકરાચાર્યના કેવલાદ્વૈતને અનુસરી કવિતા-કલા વિષે પણ આનંદશંકરે ઉચ્ચ આદર્શ સેવ્યો હતો. કવિ ભવભૂતિનો સંસ્કૃત શ્લોક - વિને દેવતાં વીરમમૃતાત્મિનઃ નામ્ | (ઉત્તરરામચરિતઃ૧-૧) (અર્થાત - “અમૃતસ્વરૂપ અને આત્માની કલા એવી વાઝેવીને અમે પામીએ') ને અનુસરી આનંદશંકર કવિતાને અમૃતસ્વરૂપ, આત્માની નિઃશ્વસિત-પ્રાણ જેવી ચૈતન્યની સ્વાભાવિક ક્રિયા ગણાવે છે. (કાવ્યતત્ત્વવિચાર, પૃ.૧)
અમૃતસ્વરૂપ, આત્માની કલા અને વાઝેવીરૂપ કવિતાના ઉપરોક્ત વર્ણનનું આનંદશંકર તાત્પર્ય સુંદર રીતે સ્પષ્ટ કરી આપે છે.
કવિનું જગત આ ઐહિક જગત જેવું નશ્વર નથી. ઐહિક જગત નશ્વર છે, એટલું જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org