________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૫૯
પ્રાચીન અને મધ્યકાલીન ઈતિહાસ પ્રકાશમાં આવ્યો છે. તેના પરિણામે હિંદુધર્મના અનુયાયીઓની ઐતિહાસિક દૃષ્ટિ ઊઘડી છે. રૂઢિ કે માન્યતા એ જ ધર્મ કે સત્ય નથી. હિંદુધર્મ એક સનાતન જીવંત વૃક્ષ છે. તેમાં વખંતોવખત ફેરફાર થાય છે અને તેને
ગ્લાનિ (અવનતિ) અને ઋદ્ધિ (ઉન્નતિ) બંનેના સમય આવ્યા છે. એમ નવીનયુગમાં
પ્રાપ્ત થયેલી ઐતિહાસિક દૃષ્ટિથી સમજાય છે. (૨) હિંદુધર્મનું સર્વગ્રાહી સ્વરૂપ
નવીનયુગમાં પ્રાપ્ત થયેલી ઐતિહાસિક દષ્ટિને પરિણામે - સમજાવા લાગ્યું કે હિંદુધર્મના વિવિધ પંથો એ વસ્તુતઃ એક જ મહાવૃક્ષની ડાળીઓ છે. તેની પ્રત્યેક શાખામાં કાંઈ ને કાંઈ ખૂબી રહેલી છે, એ સર્વનો પરસ્પર અવિરોધ અને મેળ કરી અવલોકવામાં આવે તો હિંદુધર્મની સમૃદ્ધતા સમજી શકાય છે. આ જ દૃષ્ટિને અનુસરી આનંદશંકર સિદ્ધ કરે છે કે જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ સર્વ એક જ ધર્મની શાખાઓ છે અને સર્વે એક જ ધર્મનાં જુદાં જુદાં તત્ત્વો વત્તાઓછા પ્રમાણમાં પ્રકટ કરે છે. આમ,
નવીનયુગમાં હિંદુધર્મનું ઉપરોક્ત સર્વગ્રાહી સ્વરૂપે પ્રગટ થતું જોવા મળે છે. (૩) ધર્મના વિષયમાં સુધારાને આવકાર :
ઉપર જણાવેલા સર્વ નાના - મોટા પંથો મૂળમાં ખૂબ જ ઉત્તમ હોવા છતાં, તે દહાડે એમાં સડો ઉત્પન્ન થયેલો જોવા મળે છે. તેથી કોઈપણ પંથને એના સડા સહવર્તમાન સારો માનવો એ આનંદશંકરને મન મતાંધતા છે. નવીનયુગમાં આવી મતાંધતાનો ત્યાગ જોવા મળે છે. તે અનુસાર દરેક પંથના સારા-ખોટા અંશોનો વિવેક કરવો જોઈએ અને સર્વમાંથી વર્તમાન સમયમાં ઉપયોગી થાય તથા ધર્મના સનાતન સત્ય સાથે મળતું આવે તે લેવું જોઈએ એવી દષ્ટિનો વિકાસ જોવા મળે છે. હિંદુ સમાજરચનામાં પરિવર્તનનો સ્વીકાર : હિંદુધર્મની સાથે સાંસારિક રિવાજો ભળેલા છે. તેનું મૂળ કારણ એ સાંસારિક રિવાજોમાં પવિત્રતા સીંચવાનો હેતુ છે. તેથી એ રિવાજોમાં દેશકાલાનુસાર ફેરફાર ન જ થવો જોઈએ એમ આનંદશંકર સ્વીકારતા નથી. તેમાં સમયાનુસાર પરિવર્તન થવું જોઈએ. તે સમાજના હિતમાં જ છે. એ રિવાજો સંસારવ્યવહાર માટે છે એમ સમજી એમાં સમયને ઘટતા ફેરફાર કરવામાં હિંદુધર્મને કોઈ બાધ આવતો નથી એવી ભાવના જન્મી. નવીનયુગની
આ ભાવનાને આનંદશંકર એ યુગની આગવી વિશિષ્ટતા ગણાવે છે. સનાતન હિંદુધર્મ :
બ્રાહ્મસમાજથી માંડી વિવેકાનંદ સુધીની બધી પ્રવૃત્તિઓ એકઠી કરીએ તો પણ જનસમાજ પર પ્રભાવ પાડવાની દૃષ્ટિએ એ સર્વ પ્રવૃત્તિઓને આનંદશંકર બહુ અલ્પ માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org