________________
૨૫૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
(૪) નવીનયુગની ધર્મદષ્ટિ નવીન કેળવણી :
અંગ્રેજ શાસન દરમિયાન આપણે ત્યાં શરૂ થયેલી નવી કેળવણીને પરિણામે દેશના પ્રવર્તમાન વિચારોમાં ઘણા ફેરફાર થયેલા જોવા મળે છે. આ નવીન કેળવણીમાં આનંદશંકર મૂળભૂત રીતે ત્રણ જુદાં જુદાં તત્ત્વો રહેલાં છે એમ જણાવે છે :
(૧) બાઈબલ વગેરે પાશ્ચાત્ય ધર્મગ્રંથો (૨) પાશ્ચાત્ય વિજ્ઞાન, સાહિત્ય તથા ધર્મતત્ત્વ અંગેનો વિચાર (૩) આપણા દેશના પ્રાચીન ધર્મના અને તત્ત્વજ્ઞાનના ગ્રંથો
નવીન કેળવણીમાં રહેલા આ ત્રણ તત્ત્વો એકબીજા સાથે એવી રીતે ભળેલાં છે કે એ ઉપરથી, હિંદુધર્મ જીવંત દશામાં છે – એના અનુયાયીઓમાં સત્ય જ્યાંથી મળે ત્યાંથી લેવાની ઉદારતા છે અને તે સાથે વળી પોતાના પ્રાચીન ધર્મ માટે પણ અભિમાન, આદર અને પોતાપણાનો ભાવ છે એમ જણાઈ આવે છે. નવીન કેળવણીમાં રહેલા ઉપરોક્ત ત્રણેય તત્ત્વનાં પરિણામ સ્વરૂપ નિષ્કર્ષ તારવતાં આનંદશંકર કહે છે :
“આ નવીન કેળવણીએ હિંદુઓને આ વિષયમાં પોતાના ઘરની સમૃદ્ધિનું ભાન કરાવવામાં દીવાની ગરજ સારી છે. અર્થાતું, વર્તમાન સમયમાં જે જોઈએ તે એમના ધર્મના અવિચ્છિન્ન પાંચ હજાર વર્ષના ઈતિહાસમાંથી મળી શકે એમ છે એમ બતાવ્યું છે.” (ધર્મવિચાર૨, પૃ. ૨૪૮) નવાં દૃષ્ટિબિંદુઓઃ
બ્રિટિશ અમલ દરમિયાન શરૂ થયેલી આ નવીન કેળવણીએ હિંદુ ધર્મના પુનરુત્થાનમાં ઘણું અગત્યનું કામ કર્યું છે. જો કે, હિંદુધર્મમાં આ કેળવણીથી કોઈ તાત્ત્વિક ઉથલપાથલ થયેલી જણાતી નથી તેથી આનંદશંકર તેને ભાષાયુગની માફક હિંદુસ્તાનના પુનઃઅભ્યત્થાનનો એક નવીનયુગ જ ગણાવે છે. આમ છતાં નવીનયુગમાં હિંદુપ્રજામાં કેટલાંક નવાં દૃષ્ટિબિંદુઓ પ્રાપ્ત થયેલાં જોવા મળે છે. તેને આનંદશંકર સર્વગ્રાહી દૃષ્ટિએ તારવી બતાવે છે. નવીનયુગમાં હિંદુ પ્રજામાં આવેલાં નવાં દૃષ્ટિબિંદુઓ આનંદશંકરને અનુસરી નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય : (ધર્મવિચાર-૨, પૃ.૨૪૮ થી ૨પ૬) (૧) ઐતિહાસિક દૃષ્ટિનો વિકાસ (૨) હિંદુધર્મનું સર્વગ્રાહી સ્વરૂપ (૩) ધર્મના વિષયમાં સુધારાને આવકાર (૪) હિંદુસમાજ રચનામાં પરિવર્તનનો સ્વીકાર (૧) ઐતિહાસિક દષ્ટિનો વિકાસ :
વર્તમાન સમયમાં - પાશ્ચાત્ય અને અહીંના વિદ્વાનોના પ્રયાસથી આપણા દેશનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org