________________
૨૫૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ભાષાયુગમાં ધાર્મિક અભ્યસ્થાનનાં લક્ષણો:
ભાષાયુગમાં જોવા મળતાં ધાર્મિક અભ્યત્થાનનાં વિશિષ્ટ લક્ષણો આનંદશંકર નીચે મુજબ તારવી બતાવે છે : (૧) પ્રાદેશિક ભાષાનો પ્રયોગ (૨) એક પરમાત્મામાં નિષ્ઠા (૩) ઊંચ-નીચના ભેદને અસ્વીકાર (૪) સદ્ગુરુ અને સત્સંગનું મહત્ત્વ (૫) સમગ્ર હિંદુધર્મના સારરૂપ ચિંતન (૧) પ્રાદેશિક ભાષાનો પ્રયોગ :
સંસ્કૃતયુગમાં ધર્મચિંતન મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં જ થયેલું છે. તેના કારણે તે યુગમાં ધર્મ સામાન્ય જનમાનસથી વિખૂટો પડી ગયેલો જોવા મળે છે. ભાષાયુગની એક સાર્વત્રિક લાક્ષણિક્તા એ છે કે તેમાં સંસ્કૃતને બદલે “ભાષાનો પ્રયોગ શરૂ થયો, તે સામાન્ય જનમાનસને સ્વીકાર્ય બની રહ્યો. એક પરમાત્મામાં નિષ્ઠા : અનેક દેવ-દેવીઓની ઉપાસનાને બદલે - કાંઈ નહિ તો, એ ઉપાસના છતાં પણ - એક રામ, કૃષ્ણ, વિઠ્ઠલ કે એવા કોઈક નામે આખરે એક પરમાત્મામાં જ નિષ્ઠા
ભાષાયુગ' ના સર્વ સંતોમાં જોવા મળે છે. (૩) ઊંચ-નીચના ભેદનો અસ્વીકાર :
પરમાત્માને બારણે કોઈ પણ તરેહના ભેદ નથી. એ પુરુષનો જ નથી, સ્ત્રીઓનો પણ છે, તવંગરનો નથી, ગરીબનો પણ છે, એ બાવા અને ત્યાગીનો જ નથી, ગૃહસ્થ અને સંસારીનો પણ છે. આ ઉપરાંત તે પાપી પણ જો સાચા દિલથી પસ્તાવો કરે તો તેનો પણ છે. ટૂંકમાં જેના ઉપર એની કૃપા થાય અને જે એને ભજે તે સર્વનો ભગવાન છે. આમ, ધર્મના માર્ગમાં કોઈ ભેદભાવ નથી એ ભાવના ને આનંદશંકર ભાષાયુગમાં
એક મહત્ત્વની લાક્ષણિકતા તરીકે સ્વીકારે છે. (૪) સદ્દગુરુ અને સત્સંગનું મહત્ત્વ :
પ્રભુપ્રાપ્તિ માટે યજ્ઞ, યાગ, તપ, કર્મકાંડ કશાની જરૂર નથી, એને આત્માના અંતરમાં જ અનુભવવાનો છે. એ અનુભવ,અનેક જન્મના સુકૃતના ફળ સ્વરૂપે કે પ્રભુ - કૃપાથી અનુભવી સદ્ગુરુ મળતાં કે સત્સંગ થતાં, એના નામનું રટણ કરતાં અને એનામાં લગની લગાડતાં પ્રાપ્ત થાય છે. આમ, કર્મકાંડનો નિષેધ કરી જ્ઞાન અને ભક્તિને અનુસરી સદ્દગુરુનું સાંનિધ્ય અને તેમના સત્સંગમાં અહર્નિશ રત રહેવું તેને આનંદશંકર ભાષાયુગના ઉત્થાનની એક આગવી લાક્ષણિકતા ગણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org