________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૫૫
તત્ત્વો પકડી લીધાં. તેને સામાન્ય જનમાનસની સ્વાભાવિક ભાષામાં યથાર્થ રીતે પ્રગટ કરી આપ્યાં. ધર્મ ચિંતનની વિકાસ પ્રક્રિયાના આ તબક્કાને આનંદશંકર ‘ભાષાયુગ' તરીકે ઓળખાવે છે.
ઈ.સ. પછી ૧OOO-૧૨૦૦ પછીના યુગને આનંદશંકર ‘ભાષાયુગ' તરીકે ઓળખાવે છે. સંસ્કૃતકાળના છેલ્લા બે આચાર્યો ચૈતન્ય અને બસવ સમયની દષ્ટિએ ભાષાયુગમાં જ થયા છે. તેમ છતાં તેમનું ચિંતન સંસ્કૃતયુગના આચાર્યોની ચિતન પરંપરામાં આવતું હોઈ, આનંદશંકર તેમને સંસ્કૃતયુગના જ અવશેષો ગણે છે. એક યુગ સમાપ્ત થયા પછી જ બીજો યુગ શરૂ થાય એમ કોઈ ચોક્કસ ભેદરેખા દોરી શકાતી નથી. એક યુગનો અંત અને બીજાનો આરંભ સમકાલીન હોઈ બે યુગ વચ્ચેનો કેટલોક કાલપટ અનિવાર્ય રીતે બંનેમાં મૂકવો પડે છે. ઉપરોક્ત બંને આચાર્યોના ઉપદેશ અને સંપ્રદાયમાં સંસ્કૃત સાથે ભાષાનો ઉપયોગ પણ ભળેલ છે. તેમ છતાં તે બંને સંસ્કૃતકાળની જ પરંપરા સાચવનારા હોવાથી, આનંદશંકર ત્યાર પછીના સમયને “ભાષાયુગમાં વર્ગીકૃત કરે છે. આ યુગ દરમિયાન આખા દેશમાં ભાષાનું સામ્રાજ્ય સ્થપાયેલું જોવા મળે છે. તે સાંપ્રત સમય સુધી ચાલુ રહ્યું છે. તેથી આનંદશંકર તેને ‘ભાષાયુગ
કહે છે.
ઈ.સ.ના ૧૩માં ૧૪માં સૈકામાં આપણા દેશમાં ભાષાયુગનાં મંડાણ થયાં તે પહેલાં ગૌતમબુદ્ધના વખતમાં તેમજ ઈ.સ.થી કંઈક પૂર્વે અથવા પછીથી દ્રવિડ દેશમાં પ્રાદેશિક ભાષાઓનું ધર્મચિંતનમાં પ્રભુત્વ જોવા મળે છે પણ એ જે તે વખતે સર્વગ્રાહ્ય બની શક્યું નહોતું. તેનું કારણ આપતાં આનંદશંકર કહે છે :
“આ બંને સમય ભાષાનું સામ્રાજ્ય સ્થાપવામાં અશક્ત નીવડ્યાં. ગૌતમ બુદ્ધના ધર્મનું સાહિત્ય ફરી સંસ્કૃત બન્યું એટલું જ નહિ, પણ બૌદ્ધ ધર્મનો લોકભાષામાં ઉપદેશ ચાલતો હતો તે જ સમયમાં બ્રાહ્મણ (વૈદિક) ધર્મ સંસ્કૃતમાં જ ચાલ્યા કરતો હતો. દ્રવિડ દેશમાં ‘તામિલવેદની જે ભાષાપ્રવૃત્તિ ઉત્પન્ન થઈ, તે આખા હિંદુસ્તાનમાં વ્યાપી શકી નહિ, એટલું જ નહિ, પણ એ વિલય પામી પાછો શંકરાચાર્ય અને રામાનુજાચાર્યનો સંસ્કૃતયુગ આવ્યો.” (ધર્મવિચાર-૨, પૃ.૨૩૬,૨૩૭)
ધર્મચિંતનમાં ભાષાયુગના પ્રભુત્વની જનસમાજ પર જે વ્યાપક અસર થઈ તેને પોતાની લાક્ષણિક શૈલીમાં સમજાવતાં આનંદશંકર કહે છે : “આ નવા જમાનામાં દેશમાં જે નવું ધાર્મિક ચૈતન્ય હાલવા લાગ્યું છે એવું તો પ્રબળ નીવડ્યું કે એણે સંસ્કૃત ન જાણનારા અનેક મૂંગાને બોલતા કર્યા, અને જે ડુંગરા સંસ્કૃત ભણેલા પંડિતો ઓળંગી શકતા ન હતા તે તેઓ સહેલાઈથી ઓળંગી ગયા.” (ધર્મવિચાર-૨, પૃ.૨૩૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org