________________
૨૫૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
આમ, પરસ્પર સાંપ્રદાયિક સત્યોનો સમન્વય કરીને આપણા વર્તમાન આચાર્યોએ પોતાના સંપ્રદાયની અધિકારવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ એમ આંનદશંકરનો નિર્ણય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, હિંદુધર્મના પરસ્પર કલહો બંધ કરવા હોય તો લડાઈ બહાર લઈ જાઓ. પરદેશમાં હિંદુધર્મનો ઝંડો લઈ જાઓ. એમ કરવાની સાથે જ આપણામાં એકતા આવશે. વિવેકાનંદના આ સૂચનનો આધાર લઈ આપણા દેશના વર્તમાન આચાર્યોના ખરા કર્તવ્ય અંગે આનંદશંકર કહે છે :
અત્યારે “લડાઈ લડવા પરદેશ જવાની પણ જરૂર નથી એ લડાઈ આપણે આંગણે આવી છે. હિંદુસ્તાનમાં નવી કેળવણીને પરિણામે પાશ્ચાત્ય દેશની વર્તમાન જમાનાની ઐહિક વૃત્તિ આપણાં બાળકોને અને યુવાનોને ધર્મવિમુખ બનાવે છે. અત્યારે દેશમાં એ નાસ્તિકતાનો હલ્લો આવ્યો છે, તો સૌ આચાર્યોની ફરજ છે કે એકઠા મળી તેઓએ હિંદુધર્મનું સંરક્ષણ કરવું, ખ્રિસ્તી ધર્મમાં જતા અટકાવવા આર્યસમાજ યત્ન કરે છે, પણ ખ્રિસ્તી ધર્મ કરતાં હજાર ઘણો ખરાબ ધર્મ નાસ્તિકતાનો છે- એ તરફ કોઈ જોતું નથી. નાસ્તિકતામાંથી બચાવવા માટે એ ઉપર કોઈ તરેહના આક્ષેપ કર્યો બસ થાય એમ નથી. એની સામે જ્યારે અંતરમાં શુદ્ધ હિંદુધર્મ ખીલવશો, ત્યારે જ એ નાસ્તિકતા પ્રસરતી અટકશે. તે ખીલવવા માટે એક આચાર્યનો પ્રયત્ન બસ થશે નહિ. હિંદુધર્મ જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણે અંગોનો બનેલો છે અને એ સર્વને ખીલવનાર આચાર્યોની જરૂર છે.” (ધર્મવિચાર-૧, પૃ.૫૮૨)
આમ, અત્યારે આપણા સર્વ આચાર્યોએ પરસ્પરના કલહ છોડી, પરસ્પર સમભાવ રાખી હિંદુધર્મના ઉત્થાન માટે કાર્ય કરવું જોઈએ. એ જ આનંદશંકરના મતે આપણા વર્તમાન આચાર્યોનું સાચું કર્તવ્ય છે.
(૩) ભાષાયુગનું ધાર્મિક અભ્યસ્થાન હિંદુ વેદધર્મમાં થયેલી તત્ત્વવિચારની વિકાસ પ્રક્રિયાનું આનંદશંકરે કરેલું અવલોકન અહીં સુધી આપણે જોયું. તેમાં મુખ્યત્વે વૈદિકયુગની અને સંસ્કૃતયુગની હિંદુસ્તાનની ધર્મભાવનાનું સર્વગ્રાહી દષ્ટિએ આનંદશંકરે કરેલું નિરૂપણ જોવા મળે છે. આ સમગ્ર અવલોકનને અંતે વેદયુગમાં જે ધર્મ બીજરૂપે રહેલો હતો તે સંસ્કૃતયુગમાં વૃક્ષરૂપે ફાલ્યો એમ આનંદશંકરનો નિર્ણય છે. પરંતુ સંસ્કૃત કાળમાં ધર્મભાવનાનો વિકાસ એટલે સુધી થયેલો જોવા મળે છે કે તેનું સ્વરૂપ સર્વાશે યથાર્થ ગ્રહણ કરવું બૌદ્ધિક દૃષ્ટિએ અશક્ય જણાય છે. પરિણામે તે જનજીવનથી ઘણું દૂર રહી ગયેલું જોવા મળે છે. આવા સમયે આનંદશંકર કહે છે કે, દેશના સામાન્ય જનને માથે ધર્મદીપ પ્રકાશતો રાખવાનું કામ આવી પડે છે, જે તેઓએ યથાશક્તિ અને દેશકાળને અનુસરીને સારી રીતે પાર પડેલું છે. આપણે ત્યાં સામાન્ય જનમાનસમાંથી જ કેટલાક પુરુષો એવા આગળ આવ્યા કે જેમણે ખરી ધાર્મિક પ્રેરણાથી હિંદુધર્મનાં કેટલાંક અમૂલ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org