________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૫૩
‘લિંગાયત પંથ આ સચરાચર જગતના અધિષ્ઠાન તરીકે એક અદ્વિતીય સચ્ચિદાનંદસ્વરુપ બ્રહ્મશિવતત્ત્વને જ માને છે. ‘શિવતત્ત્વને આ પંથમાં “સ્થલ નામે ઓળખવામાં આવે છે. એની શક્તિની ક્રિયાથી એ સ્થલમાં વિભાગ થતાં એક લિંગસ્થલ અને બિજું “અંગસ્થલ” ઉત્પન્ન થાય છે. ‘લિંગથલ' તે ઉપાસ્થ શિવ અને “અંગસ્થલ” તે ઉપાસક જીવ. તે જ પ્રમાણે શક્તિના પણ બે વિભાગ થાય છે : એક કલા” અને બીજી “ભક્તિ'. તેમાં “કલા' એ શિવની શક્તિ અને
ભક્તિ' તે જીવની શક્તિ છે. ભક્તિની ત્રણ ભૂમિકા પ્રમાણે “યોગાંગ', ભોગાંગ અને ‘ત્યાગાંગ” એવા પ્રકાર પાડવામાં આવ્યાં છે. જે પૈકી “યોગાંગ’ ભક્તિ અંતર્ગત “ઐક્ય અથવા ‘સમરસા' ભક્તિનું વિશેષ મહાભ્ય છે. કારણ કે એ જીવને પ્રાપ્ત કરવાની પરમ અવસ્થા સામરણ્ય (સમતાના આનંદની સ્થિતિ) કહેવાય છે. વર્તમાન આચાર્યોનું કર્તવ્ય :
શંકરાચાર્યથી બચવેશ્વર સુધીના આચાર્યોની ચિંતન પરંપરામાં વ્યક્ત થતી ધર્મભાવના અને તત્ત્વભાવનાનું નિરૂપણ આનંદશંકરે સર્વગ્રાહી દષ્ટિએ કર્યું છે. અંતે તેઓ આપણા વર્તમાન આચાર્યોના કર્તવ્ય અંગે પોતાના વિચારો વ્યક્ત કરે છે. તેમાં આનંદશંકરની સમન્વયાત્મક દષ્ટિનો આપણને પરિચય થાય છે.
અત્યારે આપણા સર્વ આચાર્યોએ પરસ્પરના કલહ છોડી દઈ એકઠા મળી, પુરાણોમાં જોવા મળતા એકબીજાની નિંદાના ભાગો દૂર કરવાનું કાર્ય કરવું જોઈએ એવું આનંદશંકરનું સૂચન છે. પોતાના જ સંપ્રદાય પ્રત્યેનો હઠાગ્રહ પણ નિરાધાર છે. આપણા ધર્મનું સ્વરૂપ એવું છે કે તેમાં આ બધા સંપ્રદાયો એક સાથે જઈ શકે તેમ છે. કારણકે આપણા ધર્મની એ વિશેષતા છે કે આ સંપ્રદાયો કોઈ સામાન્ય કારણથી નથી ઊભા થયા, પણ એની પાછળ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઊંડા મતભેદ રહેલા છે. તેથી દરેક મનુષ્યને પોતાના અધિકાર અનુસાર સંપ્રદાય પસંદ કરવાની આપણા ધર્મમાં છૂટ છે. તેને અનુસરીને આનંદશંકર આપણા વર્તમાન આચાર્યોને પણ પરસ્પર સમભાવ રાખવાનું કહે છે.
“સૌ આચાર્યોએ પરસ્પર સમભાવ રાખવો જોઈએ એટલું જ નહિ પણ પોતપોતાના સંપ્રદાયને અન્ય સંપ્રદાયની મદદથી સુધારવો જોઈએ. વર્તમાન શંકરાચાર્યોએ જોવું જોઈએ કે જો સ્માર્ત કહેવાતા પોતાના અનુયાયીઓમાં આચારવિચારની સાદાઈ અને ઠરેલપણું છે, તો નવા વૈષ્ણવ પંથોમાં ધાર્મિકતાનો ઉત્સાહ અને ભક્તિરસનું માર્દવ વધારે જોવામાં આવે છે. વલ્લભાચાર્યોએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મૂળ આચાર્યોના “સેવા” અને “સંબંધ”ના સિદ્ધાંતમાં કેટલાક ધાર્મિક કચરો ભરાઈ ગયો છે – એ ભક્તિ જ્ઞાનરહિત બની જવાનું પરિણામ છે.” (ધર્મવિચાર-૧, પૃ.૫૮૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org