________________
૨૫૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
(૨) વલ્લભાચાર્યનો ધર્મપંથ વિષ્ણુભક્તિ - અંતર્ગત કૃષ્ણભક્તિનો છે. વલ્લભાચાર્ય કર્મ
અને જ્ઞાન બંનેને પરમપદપ્રાપ્તિના અવાજોર સાધનરૂપે માને છે, પણ પરમ સાધન ભક્તિને જ માને છે. મનુષ્યના પોતાના સ્વતંત્ર પ્રયત્ન વડે પ્રાપ્ત કરેલી ભક્તિ “મર્યાદાભક્તિ' કહેવાય છે, જયારે પરમાત્માના અનુગ્રહથી મળેલી ભક્તિ
પુષ્ટિભક્તિ' કહેવાય છે. તે સર્વોચ્ચ ભક્તિ છે. બ્રહ્મનાં આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એવાં ત્રણ સ્વરૂપ છે. તેમાંથી પહેલું સ્વરૂપ કર્મથી, બીજું જ્ઞાનથી અને ત્રીજું ભક્તિથી પ્રાપ્ત થાય છે. કર્મ કરી પ્રાપ્ત કરેલા લોકમાંથી પુનરાવૃત્તિ છે, જ્ઞાન કરીને પ્રાપ્ત કરેલા પદમાંથી પુનરાવૃત્તિ નથી, ભક્તિથી પ્રાપ્ત કરેલા પદમાંથી પુનરાવૃત્તિ થઈ શકે છે, પરંતુ તે પ્રભુકૃપાથી ભજનાદિકને માટે જ થાય છે. જ્ઞાની અક્ષરબ્રહ્મમાં લય પામે છે અને ત્યાં સુધી જ એની ગતિ છે. ભક્ત અક્ષરાનંદ કરતાં પણ પર અને અગણિત એવો પુરુષોત્તમનો આનંદ
પ્રાપ્ત કરે છે. ચૈતન્ય :
વલ્લભાચાર્યના સમકાલીન બંગાળમાં બીજા આચાર્યચૈતન્ય નામે થયા. તેમણે શંકરાચાર્યના જ્ઞાનમાર્ગ અને માયાવાદનું ખંડન કરી રામકૃષ્ણની સકીર્તન ભક્તિનો ઉપદેશ કર્યો છે. તેઓ વર્ણભેદમાં માનતા નહોતા, તેમજ, તેમના સંપ્રદાયમાં શ્રીકૃષ્ણ અવતાર તરીકે પૂજાય છે. બસવ :
શંકરાચાર્યના કેવલાદ્વૈત અનુસાર સર્વ નામ-રૂપથી પર એવું જે પરબ્રહ્મ તે જ પરમતત્ત્વ છે, અને શિવ, વિષ્ણુ, વાસુદેવ ઈત્યાદિ શબ્દો એ પરમતત્ત્વનું પ્રતિપાદન કરનારા પદ માત્ર છે. પરંતુ શંકરાચાર્યના પછી રામાનુજથી માંડી ચૈતન્ય સુધીના તમામ આચાર્યોએ તે પરમતત્ત્વને વિષ્ણુ, નારાયણ, કૃષ્ણ આદિ વિશેષ નામોથી ઉપાસવાનો ઉપદેશ કર્યો છે. તેથી એ સર્વ પરંપરાને આનંદશંકર વૈષ્ણવપંથમાં પડતી પરંપરાઓ ગણાવે છે. આવી જ એક બીજી પરંપરા શૈવપંથની છે. ઓ શૈવપંથનું એક જાણવા જેવું વિશિષ્ટ સ્વરૂપ તે વીરશૈવ યાને “લિંગાયત પંથનું છે. આ પરંપરાનાં મૂળ છેક વૈદિક કાળમાં રહેલાં છે એમ આનંદશંકર માને છે. આ પંથ બ્રાહ્મણધર્મની વિરુદ્ધ ઉત્પન્ન થયેલો છે એમ માનવામાં આવે છે. પરંતુ આનંદશંકરના મતે ખરું. જોતાં અન્ય ભાગવત ધર્મ જેમ સામાન્ય બ્રાહ્મણધર્મની ક્રિયા પ્રત્યે અનાદર દર્શાવે છે, છતાં એ વિશાળ બ્રાહ્મણધર્મનું જ અંગ છે. તે જ પ્રમાણે લિંગાયત પંથ પણ તેના સિદ્ધાંતોને જોતાં બ્રાહ્મણધર્મનું જ એક અંગ છે. શૈવ પન્થની આ શાખા ઈ. સ. બારમી સદીમાં દક્ષીણ મહારાષ્ટ્રમાં થઈ ગયેલા ‘બસવ” નામે એક આચાર્યે સ્થાપેલી મનાય છે. વીરશૈવ અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org